પ્રધાનમંત્રીને રશિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત

July 09th, 08:12 pm

ક્રેમલિનના સેન્ટ એન્ડ્રુ હોલમાં એક વિશેષ સમારોહમાં, રશિયન ફેડરેશનના પ્રમુખ, મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિને રશિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-રશિયા સંબંધોને ઉત્તેજન આપવા માટે તેમના યોગદાન બદલ એનાયત કર્યો હતો. આ પુરસ્કારની જાહેરાત 2019માં કરવામાં આવી હતી.