વિકસિત ભારત-વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
February 16th, 11:30 am
વિકસિત ભારત-વિકસિત રાજસ્થાન, રાજસ્થાનની દરેક વિધાનસભામાંથી લાખો મિત્રો હાલમાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સામેલ છે. હું તમને બધાને અભિનંદન આપું છું અને હું મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે તેમણે મને ટેક્નોલોજીનો આટલો ઉત્કૃષ્ટ ઉપયોગ કરવાની અને તેને લોકો સુધી પહોંચાડવાની તક આપી છે. તમે થોડા દિવસ પહેલા જયપુરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિને જે આવકાર આપ્યો હતો તેનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ ફ્રાંસમાં પણ પડઘો પડી રહ્યો છે. અને રાજસ્થાનના લોકોની આ જ તો ખાસિયત છે. આપણા રાજસ્થાનના ભાઈઓ અને બહેનો જેમના પર પણ પ્રેમ વરસાવે છે તેમાં કોઈ કસર છોડતા નથી. મને યાદ છે કે હું જ્યારે વિધાનસભાની ચૂંટણી વખતે રાજસ્થાન આવતો હતો ત્યારે તમે અમને આશીર્વાદ આપવા માટે કેવી રીતે દોડી આવતા હતા. તમે બધાએ મોદીની ગેરેન્ટીમાં વિશ્વાસ કર્યો, તમે બધાએ ડબલ એન્જિનની સરકાર બનાવી. અને તમે જુઓ, રાજસ્થાનની ડબલ એન્જિન સરકારે કેટલી ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે. આજે રાજસ્થાનના વિકાસ માટે લગભગ 17 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ રેલ, રોડ, સૌર ઊર્જા, પાણી અને એલપીજી જેવા વિકાસ કાર્યક્રમો સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ રાજસ્થાનના હજારો યુવાનોને રોજગાર આપશે. હું રાજસ્થાનના મારા તમામ સાથીઓને આ પ્રોજેક્ટ્સ માટે અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધન કર્યું
February 16th, 11:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રૂ. 17,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ માર્ગો, રેલવે, સૌર ઊર્જા, પાવર ટ્રાન્સમિશન, પેયજલ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે.PM Modi addresses Grand Public Rallies in poll-bound Rajasthan’s Baran, Kota and Karauli
November 21st, 12:00 pm
Ahead of the assembly election in poll-bound Rajasthan, PM Modi addressed grand public rallies in Baran, Kota and Karauli. He said, “The people of Mewar’s intent for change in favour of BJP are clearly visible in the whole of Rajasthan”.'મન કી બાત' (104મો એપિસોડ) પ્રસારણ તારીખ: 27.08.2023
August 27th, 11:30 am
મારા પ્રિય પરિવારજનો નમસ્કાર! ‘મન કી બાત’ના ઓગસ્ટ એપિસોડમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મને યાદ નથી કે શ્રાવન મહિનામાં 'મન કી બાત' કાર્યક્રમ બે વાર યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય, પણઆ વખતે પણ એવું જ થઈ રહ્યું છે.શ્રાવન એટલે મહાશિવનો મહિનો, ઉત્સવ અને ઉલ્લાસનો મહિનો. ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે.ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચ્યે ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ સફળતા એટલી મોટી છે કે તેના વિશે જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારી એક જૂની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...પ્રધાનમંત્રીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા 'સુપોશિત મા' પહેલની પ્રશંસા કરી
February 21st, 11:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા 'સુપોશિત મા' પહેલની પ્રશંસા કરી છે. શ્રી બિરલાએ કોટાના રામગંજમંડી વિસ્તારમાં સુપોષિત મા અભિયાનનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલનો ધ્યેય દરેક માતા અને બાળકને સ્વસ્થ રાખવાનો છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના કોટામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો
February 21st, 09:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટામાં એક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવા બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાને પણ મંજૂરી આપી છે.પ્રધાનમંત્રી શ્રી મોદીએ નિરાધાર પશુઓની સહાય કરવા બદલ નિવૃત્ત લશ્કરી અધિકારીઓની પ્રશંસા કરી
July 18th, 12:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય લશ્કરમાંથી મેજર તરીકે સેવાનિવૃત્ત થયેલા કોટા, રાજસ્થાનના નિવાસી પ્રમિલા સિંઘને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે પ્રમિલા સિંઘની સેવા અને દયાળુભાવ માટે પ્રશંસા કરી હતી. કોરોના દરમિયાન લોકડાઉનમાં મેજર પ્રમિલા સિંઘ (સેવાનિવૃત્ત)એ તેમના પિતા શ્યામવીર સિંઘ સાથે મળીને નિઃસહાય અને નિરાધાર પશુઓની સાર સંભાળ લીધી હતી, તેમના દુઃખ, દર્દ સમજીને તેમને મદદ કરવા માટે આગળ આવ્યા હતા. મેજર પ્રમિલા સિંઘ અને તેમના પિતાએ પોતાની અંગત બચતમાંથી શેરીઓમાં રખડતા તથા નિરાધાર પશુઓના ખોરાક અને સારસંભાળની વ્યવસ્થા કરી હતી. મેજર પ્રમિલા સિંઘના પ્રયાસોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ તેમના પ્રયાસોને સમાજ માટે પ્રેરક ગણાવ્યા હતા.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી
September 16th, 07:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.વડાપ્રધાને પાંચ લોકસભા બેઠકોના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી
November 03rd, 06:53 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા બુલંદશહર, કોટા, કોરબા, સીકર અને ટીકમગઢ લોકસભા બેઠકોના ભાજપના બૂથ વર્કર્સ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળની છઠ્ઠી ચર્ચા હતી.