પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કહ્યું કે, લોકલ માટે વોકલ બનવાનો યોગ્ય સમય આવી ગયો છે

August 30th, 03:43 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના તાજેતરના ઉદબોધનમાં બાળકોને કેવી રીતે નવાં રમકડાં ઉપલબ્ધ કરાવી શકાય અને ભારત રમકડાંનાં ઉત્પાદનનું મુખ્ય મથક કેવી રીતે બની શકે તે બાબતે પોતે ચિલ્ડ્રન યુનિવર્સિટી ઓફ ગાંધીનગર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ એકમોના મંત્રાલય સાથે કરેલી ચર્ચાવિચારણા વિશે વાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે રમકડાં રમવાથી માત્ર બાળકો મોટાં નથી થતાં, પરંતુ તેમની આકાંક્ષાઓને ઉડાન પણ મળે છે. રમકડાં ફક્ત મનોરંજન નથી આપતાં, તેનાથી મનનું ઘડતર થાય છે અને ઈરાદા પણ મજબૂત બને છે, એમ તેમણે કહ્યું.