નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 06th, 02:10 pm

આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. બાબા સાહેબે બનાવેલું બંધારણ, બંધારણનો 75 વર્ષનો અનુભવ... દરેક દેશવાસીઓ માટે એક મહાન પ્રેરણા છે. તમામ દેશવાસીઓ વતી હું બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું

December 06th, 02:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે, જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. શ્રી મોદીએ ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં વિવિધ પરિયોજનાઓનાં ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપી

July 29th, 02:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉની મુલાકાત લીધી હતી. તેમણે ઉત્તરપ્રદેશમાં રૂ. 60,000 કરોડથી વધારેનાં રોકાણ સાથે 81 પ્રોજેક્ટનાં શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ઉત્તરપ્રદેશમાં વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 29th, 02:20 pm

ભગવાન શિવજીનો પ્રિય એવો શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. દેશના અલગ–અલગ ભાગોમાં ભોળાનાથના ભક્તો કાવડ લઈને નિકળી ચૂક્યા છે. એક રીતે જોઈએ તો અત્યારથી લઈને દિવાળી સુધી તહેવારોનો માહોલ હોય છે અને આવી રહેલા તહેવારો માટે હું આપ સૌને અને દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ-ખૂબ શુભકામના પાઠવું છું.

ભારત બહુરત્ના વસુંધરા છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

September 21st, 11:30 am

વડાપ્રધાન મોદીએ શ્રી લક્ષ્મણ માધવ રાવ ઈનામદાર જન્મ શતાબ્દી સમારોહને સંબોધન કર્યો હતો. વડાપ્રધાને સહકારી સંસ્થાઓની ભૂમિકા અંગે વાત કરી હતી.તેમણે કહ્યું કે 'સહકારી ચળવળ એ પદ્ધતિ અંગે જ નથી. અહીં કશુંક સારું કરવા માટે લોકોને ભેગા કરવા જેવી ભાવના પણ હોય છે.'

પ્રધાનમંત્રીએ લક્ષ્મણરાવ ઇનામદારની જન્મશતાબ્દીનાં પ્રસંગે સહકાર સંમેલનમાં હાજરી આપી

September 21st, 11:29 am

આ સંમેલનમાં ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણો દેશ “બહુરત્ના વસુંધરા” છે, જેમાં ઘણાં લોકોએ વિવિધ પ્રદેશોમાં અને વિવિધ સમયગાળામાં મહાન પ્રદાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેમાંથી કેટલાંક લોકો સુપ્રસિદ્ધ છે અને મીડિયામાં તેમનાં વિશે ચર્ચા થાય છે, ત્યારે ઘણાં લોકો એવા છે, જેમણે કિંમતી પ્રદાન કર્યું હોવા છતાં તેઓ મોટા ભાગે જાણીતા નથી.