પ્રધાનમંત્રીએ જોર્ડનના મહામહિમ રાજા અબ્દુલ્લા II સાથે વાત કરી
October 23rd, 07:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોર્ડનના મહામહિમ રાજા અબ્દુલ્લા II સાથે વાત કરી હતી જેમાં તેઓએ પશ્ચિમ એશિયા ક્ષેત્રના વિકાસ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. શ્રી મોદીએ આતંકવાદ, હિંસા અને નાગરિકોની જાનહાનિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિના વહેલા ઉકેલ માટે નક્કર પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.પ્રધાનમંત્રીએ જોર્ડનની સ્થાપનાની 100મી વર્ષગાંઠના પ્રસંગે મહામહિમ કિંગ અબ્દુલ્લા II અને હેશમાઇટ કિંગડમ ઓફ જોર્ડનના લોકોને અભિનંદન પાઠવ્યા
April 14th, 08:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોર્ડન દેશની સ્થાપનાની 100મી વર્ષગાંઠના પ્રસંગ નિમિત્તે મહામહિમ કિંગ અબ્દુલ્લા II અને હેશમાઇટ કિંગડમ ઓફ જોર્ડનના લોકોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અભિનંદન પાઠવ્યા હતા.Telephone Conversation between PM and King of Hashemite Kingdom of Jordan
April 16th, 07:54 pm
Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with His Majesty King Abdullah II of the Hashemite Kingdom of Jordan.પ્રધાનમંત્રી મોદી અને જોર્ડનનાં રાજા વચ્ચે રિયાદમાં બેઠક યોજાઈ
October 29th, 02:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબનાં રિયાદમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (એફઆઈઆઈ) દરમિયાન જોર્ડનનાં રાજા અબ્દુલ્લાહ દ્વિતીય બિન અલ-હુસૈન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને જોર્ડન વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા ચર્ચાવિચારણા કરી હતી. એમાં જોર્ડનનાં રાજાની 27 ફેબ્રુઆરી, 2018થી 1 માર્ચ, 2018 સુધીની ભારત યાત્રા દરમિયાન હસ્તાક્ષર થયેલા સંમતિ પત્ર અને સમજૂતીઓ પણ સામેલ હતી. બંને નેતાઓએ મધ્ય પૂર્વની શાંતિ પ્રક્રિયા અને અન્ય પ્રાદેશિક ઘટનાઓ પર ચર્ચાવિચારણા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જોર્ડનનાં રાજાની સાથે આતંકવાદનો મુકાબલો કરવામાં સહકાર આપવાનાં મુદ્દે પણ ચર્ચાવિચારણા કરી હતી.‘ઇસ્લામિક વિરાસત : સદભાવનાતેમજઉદારતા સંવર્ધન’ પરિષદમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
March 01st, 11:56 am
મારા માટે ખુબ ખુશી અને ગર્વની વાત છે કે આજે, જૉર્ડન નરેશ, ભારતનાં કેટલાક વિશેષ ધાર્મિક વિદ્વાનો અને નેતાઓનાં આ સમૂહની વચ્ચે ઉપસ્થિત છે.વડાપ્રધાન જોર્ડનના રાજા મહામહિમ અબ્દુલ્લા બીજાને મળ્યા
February 09th, 08:58 pm
વડાપ્રધાન મોદી આજે જોર્ડનના રાજા મહામહિમ અબ્દુલ્લા બીજાને મળ્યા હતા અને તેમની સાથે ફળદ્રુપ વાતચીત કરી હતી.અમ્માન, જોર્ડન આવી પહોંચતા વડાપ્રધાન મોદી
February 09th, 06:50 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમ્માન. જોર્ડન ખાતે આવી પહોચ્યા હતા. વડાપ્રધાન જોર્ડનના રાજા મહામહિમ અબ્દુલ્લા બીજાને મળશે.