રામ દરેકના દિલમાં છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 28th, 11:30 am
સાથીઓ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન ગાઈને તેમને શ્રી રામનાંચરણોમાં સમર્પિત કર્યાં. 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી, દિવાળી ઉજવી. આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે. મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. મને સારું લાગ્યું કે લાખો લોકોએ શ્રદ્ધાભાવથી જોડાઈને પોતાના ક્ષેત્રનાં ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈ કરી. મને અનેક લોકોએ તેની સાથે જોડાયેલી તસવીરો મોકલી છે- વિડિયો મોકલ્યા છે – આ ભાવના અટકવી ન જોઈએ, આ અભિયાન અટકવું ન જોઈએ. સામૂહિકતાની આ શક્તિ, આપણા દેશને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડશે.તમિલનાડુના ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 19th, 06:33 pm
તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિજી, મુખ્યમંત્રી શ્રી એમ.કે. સ્ટાલિનજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અનુરાગ ઠાકુર, એલ. મુરુગન, નિશિથ પ્રામાણિક, તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને ભારતના ખૂણે-ખૂણેથી અહીં આવેલા મારા યુવા સાથીઓ.પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું
January 19th, 06:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આશરે રૂ. 250 કરોડનાં મૂલ્યનાં પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. તેમણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે બે રમતવીરો દ્વારા સોંપવામાં આવેલી રમતોની મશાલ પણ કૌલડ્રોન પર મૂકી હતી.