બિહારના કારાકાટ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સના લોન્ચિંગ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

બિહારના કારાકાટ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સના લોન્ચિંગ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 30th, 11:29 am

બિહારના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાનજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ શ્રી જીતન રામ માંઝીજી, લલ્લન સિંહજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, નિત્યાનંદ રાયજી, સતીશ ચંદ્ર દુબેજી, રાજભૂષણ ચૌધરીજી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરીજી, વિજય કુમાર સિંહાજી, ઉપસ્થિત અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને બિહારના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટમાં રૂ. 48,520 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટમાં રૂ. 48,520 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું

May 30th, 10:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બિહારના કારાકાટ ખાતે રૂ. 48,250 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. સભાને સંબોધતા તેમણે કહ્યું કે આ પવિત્ર ભૂમિ પર બિહારના વિકાસને આગળ ધપાવવાનો તેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને રૂ. 48,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને આશીર્વાદ આપવા આવેલા વિશાળ જનમેદનીનો આભાર માન્યો અને બિહાર પ્રત્યેના તેમના પ્રેમ અને સ્નેહ માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તે વાત પર ભાર મૂક્યો કે તેઓ હંમેશા તેમનો સર્વોચ્ચ આદર રાખે છે. તેમણે બિહારની માતાઓ અને બહેનો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પ્રારંભ દરમિયાન પીએમની ટિપ્પણીનો મૂળપાઠ

વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પ્રારંભ દરમિયાન પીએમની ટિપ્પણીનો મૂળપાઠ

May 29th, 06:45 pm

આજે, ભગવાન જગન્નાથના આશીર્વાદથી, દેશના ખેડૂતો માટે એક ખૂબ જ મોટું અભિયાન શરૂ થઈ રહ્યું છે. ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ પોતાનામાં એક અનોખી પહેલ છે. ચોમાસું દસ્તક આપી રહ્યું છે, ખરીફ ઋતુની તૈયારીઓ ચાલી રહી છે અને આવી સ્થિતિમાં, દેશના વૈજ્ઞાનિકો, નિષ્ણાતો, અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતોની 2 હજારથી વધુ ટીમો આગામી 12 થી 15 દિવસ સુધી ગામડે ગામડે જઈ રહી છે. આ ટીમો દેશના 700 થી વધુ જિલ્લાઓમાં કરોડો ખેડૂતો સુધી પહોંચશે. હું દેશના તમામ ખેડૂતો, આ ટીમોમાં સામેલ તમામ સાથીદારોને, આ મહાન અભિયાન માટે, એક મોટા મહત્વાકાંક્ષી કાર્યક્રમ માટે અને કૃષિના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનને સંબોધન કર્યુ

May 29th, 06:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિક્ષિત કૃષિ સંકલ્પ અભિયાનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ અને કૃષિ વિકાસને ટેકો આપવા માટેનો એક અનોખો પ્રયાસ ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે જેમ જેમ ચોમાસુ નજીક આવશે અને ખરીફ ઋતુની તૈયારીઓ શરૂ થશે, તેમ તેમ આગામી 12 થી 15 દિવસમાં, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો, અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતોની 2000 ટીમો 700+ જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને ગામડાઓમાં લાખો ખેડૂતો સુધી પહોંચશે. તેમણે આ ટીમોમાં ભાગ લેનારા તમામ ખેડૂતો અને સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી, ભારતના કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટેના તેમના સમર્પણને સ્વીકાર્યું હતું.

કેન્દ્રીય મંત્રીમંડળે માર્કેટિંગ સીઝન 2025-26 માટે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને મંજૂરી આપી

May 28th, 03:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ માર્કેટિંગ સિઝન 2025-26 માટે 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે.

કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 01st, 01:00 pm

આ વર્ષનું બજેટ અમારી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હતું. આ બજેટ ફક્ત આપણી નીતિઓમાં સાતત્ય જ દર્શાવે છે એટલું જ નહીં, પરંતુ વિકસિત ભારતના વિઝનમાં નવો વિસ્તાર પણ લાવે છે. બજેટ તૈયાર કરતી વખતે બજેટ પહેલાં આપ સૌ હિતધારકો દ્વારા આપવામાં આવેલા ઈનપુટ અને સૂચનો ખૂબ જ ઉપયોગી રહ્યા. હવે આ બજેટને વધુ અસરકારક રીતે અમલમાં લાવવા, શક્ય તેટલી ઝડપથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા અને બધા નિર્ણયો અને નીતિઓને અસરકારક બનાવવા માટે તમારી ભૂમિકા વધુ વધી ગઈ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું

March 01st, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીનાં વેબિનારને સંબોધન કર્યું હતું. બજેટ પછી વેબિનારમાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં જોડાવા બદલ તમામનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ છે. જેમાં નીતિઓમાં સાતત્યતા અને વિકસિત ભારત માટે વિઝનના નવા વિસ્તરણને દર્શાવવામાં આવ્યું છે. તેમણે બજેટ અગાઉ તમામ હિતધારકો પાસેથી મૂલ્યવાન ઇનપુટ્સ અને સૂચનોનો સ્વીકાર કર્યો હતો, જે ખૂબ જ મદદરૂપ થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ બજેટને વધુ અસરકારક બનાવવામાં હોદ્દેદારોની ભૂમિકા વધુ નિર્ણાયક બની છે.

મંત્રીમંડળે માર્કેટિંગ સિઝન 2024-25 માટે ખરીફ પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)ને મંજૂરી આપી

June 19th, 09:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ ફરજિયાત ખરીફ પાકો માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી હતી.

મંત્રીમંડળે ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરો પર ખરીફ સિઝન, 2024 (01.04.2024થી 30.09.2024 સુધી) માટે પોષકતત્વો આધારિત સબસિડી (એનબીએસ) દરોને મંજૂરી આપી અને એનબીએસ યોજના હેઠળ 3 નવા ફર્ટિલાઇઝર ગ્રેડનો સમાવેશ કરવા માટે મંજૂરી આપી

February 29th, 04:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી ધ ફર્ટિલાઇઝર વિભાગ દ્વારા ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરો પર ખરીફ સિઝન, 2024 (01.04.2024થી 30.09.2024 સુધી) માટે પોષકતત્વો આધારિત સબસિડી (એનબીએસ) દરો નક્કી કરવા તથા એનબીએસ યોજના હેઠળ 3 નવા ખાતર ગ્રેડનો સમાવેશ કરવાની દરખાસ્ત. ખરીફ સિઝન 2024 માટે કામચલાઉ અંદાજપત્રીય જરૂરિયાત આશરે રૂ.24,420 કરોડ હશે.

પ્રધાનમંત્રી શ્રીએ ખેડૂતોમાં MSPમાં વધારાને આવકારથી ખુશી વ્યક્ત કરી

June 09th, 08:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ખેડૂતોની ખુશી સરકારને નવા જોશ સાથે કામ કરવા માટે પ્રેરિત કરે છે.

કેન્દ્રીય મંત્રીમંડળે માર્કેટિંગ સિઝન 2023-24 માટે ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપી

June 07th, 05:35 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (CCEA)એ માર્કેટિંગ સિઝન 2023-24 માટે તમામ મુખ્ય ખરીફ પાકો માટે લઘુતમ ટેકાના ભાવો (MSP)માં વધારાને મંજૂરી આપી છે.

લખનૌ, ઉત્તર પ્રદેશમાં વૈશ્વિક રોકાણકાર શિખર 2023 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

February 10th, 11:01 am

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદી બહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય જી, બ્રજેશ પાઠક જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી તથા અહીં લખનૌના પ્રતિનિધિ શ્રીમાન રાજનાથ સિંહ જી, અલગ અલગ દેશોમાંથી આવેલા આપ તમામ વરિષ્ઠ મહાનુભાવો, ઉત્તર પ્રદેશના તમામ મંત્રીગણ તથા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિત (વૈશ્વિક રોકાણકાર શિખર)માં પધારેલા ઉદ્યોગ જગતના સન્માનનીય સદસ્ય, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમૂદાય, નીતિ ઘડવૈયા, કોર્પોરેટ્સના આગેવાનો, દેવીઓ તથા સજ્જનો.

પ્રધાનમંત્રીએ લખનઉમાં ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023નું ઉદ્ઘાટન કર્યું

February 10th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023નું ઉદ્ઘાટન કર્યું. તેમણે વૈશ્વિક વેપાર શોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન ઇન્વેસ્ટ યુપી 2.0 લોન્ચ કર્યું હતું. ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023 એ ઉત્તરપ્રદેશ સરકારનું મુખ્ય રોકાણકાર સંમેલન છે જે નીતિ નિર્માતાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, થિંક ટેન્ક અને દુનિયાભરના અગ્રણીઓને સામૂહિક રીતે વ્યવસાયની તકો શોધવા માટે અને ભાગીદારી બનાવવા માટે એક મંચ પર આવશે. પ્રધાનમંત્રીએ અહીં યોજાયેલા પ્રદર્શનમાં પ્રદર્શન પણ લટાર મારી હતી.

CCEA દ્વારા ખરીફ પાકની માર્કેટિંગ સિઝન 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપવામાં આવી

June 08th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય આર્થિક બાબતોની સમિતિ (CCEA) દ્વારા આદેશ હેઠળ આવરી લેવામાં આવેલા તમામ ખરીફ પાકો માટેની માર્કેટિંગ સિઝન 2022-23 માટે વધારવામાં આવેલા લઘુતમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપવામાં આવી છે.

રાયપુર, છત્તીસગઢમાં વિશેષ ગુણો ધરાવતા 35 વિવિધ પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 28th, 11:01 am

નમસ્કારજી! કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેશ બઘેલજી, મંત્રીમંડળના મારા અન્ય સહયોગી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાશ ચૌધરીજી, બહેન શોભાજી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી શ્રી રમણ સિંહજી, નેતા વિપક્ષ શ્રી ધર્મલાલ કૌશિકજી, કૃષિ શિક્ષણ સાથે જોડાયેલ તમામ ઉપકુલપતિ, અધ્યક્ષ, વૈજ્ઞાનિક સાથીઓ અને મારા વ્હાલા ખેડૂત બહેનો અને ભાઈઓ!

પ્રધાનમંત્રીએ વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી

September 28th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાયપુરમાં નવા નિર્માણ કરવામાં આવેલા રાષ્ટ્રીય બાયોટિક તણાવ વ્યવસ્થાપન સંસ્થાના સંકુલનું રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે આવિષ્કારી પદ્ધતિઓ અપનાવનારા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.