પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયામાં મુખ્ય વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું
October 30th, 09:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં મુખ્ય વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું છે. વિકાસના કામોથી કેવડિયામાં સુવિધાઓમાં વધુ વધારો થશે.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે
October 29th, 03:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. 30મી ઑક્ટોબરે, તેઓ એકતા નગર, કેવડિયા જશે અને સાંજે 5:30 વાગ્યે, તેઓ એકતા નગરમાં રૂ. 280 કરોડથી વધુના મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ 6 PM પર, તેઓ આરંભ 6.0માં 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. 31મી ઑક્ટોબરે, સવારે લગભગ 7:15 વાગ્યે, પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે, જે પછી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરનો ટીવી એપિસોડ તમને વહેલામાં વહેલી તકે કેવડિયાની મુલાકાત લેવાનું મન કરાવશે!: પ્રધાનમંત્રી
March 14th, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પર એક ટેલિવિઝન એપિસોડ શેર કર્યો છે અને કહ્યું છે કે આ એક આશ્ચર્યજનક અનુભવ હશે અને વહેલામાં વહેલી તકે કેવડિયાની મુલાકાત લેવાનું મન કરશે.પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતનાં કેવડિયામાં રૂ. 160 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
October 31st, 07:14 pm
જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં એકતા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેનનો સમાવેશ થાય છે. જીવંત નર્મદા આરતી માટેનો પ્રોજેક્ટ; કમલમ પાર્ક; સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર એક વોક-વે; 30 નવી ઇ-બસ, 210 ઇ-સાઇકલ અને મલ્ટીપલ ગોલ્ફ કાર્ટ; એકતા નગર ખાતે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના 'સહકાર ભવન'. વધુમાં પ્રધાનમંત્રીએ કેવડીયા ખાતે ટ્રોમા સેન્ટર અને સોલાર પેનલ સાથેની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, કેવડિયા ખાતે સંબોધનનો મૂળપાઠ
October 31st, 10:00 am
આપ સૌ યુવાનો, બહાદુરોનો આ ઉત્સાહ રાષ્ટ્રીય એકતા દિવસની મોટી તાકાત છે. એક રીતે જોઈએ તો મીની ઈન્ડિયાનું સ્વરૂપ મારી સામે દેખાય છે. રાજ્યો અલગ છે, ભાષા અલગ છે, પરંપરા અલગ છે, પરંતુ અહીં હાજર દરેક વ્યક્તિ એકતાના મજબૂત દોરથી જોડાયેલ છે. માળા ઘણા છે, પણ માળા એક છે. શરીર ઘણા છે, પણ મન એક છે. જે રીતે 15મી ઓગસ્ટ આપણી આઝાદીની ઉજવણીનો દિવસ છે અને 26મી જાન્યુઆરી આપણા પ્રજાસત્તાકની ઉજવણીનો દિવસ છે, તેવી જ રીતે 31મી ઓક્ટોબરનો આ દિવસ દેશના ખૂણે-ખૂણે રાષ્ટ્રવાદના સંચારનો તહેવાર બની ગયો છે.પ્રધાનમંત્રીએ ગુજરાતનાં કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો
October 31st, 09:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસ સાથે સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે સરદાર પટેલને તેમની જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં બીએસએફ અને રાજ્યની વિવિધ પોલીસની ટુકડીઓ, તમામ મહિલા સીઆરપીએફ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, બીએસએફની મહિલા પાઇપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી કાર્યક્રમ, ખાસ એનસીસી શો, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફ્લાય પાસ્ટ, વાઇબ્રન્ટ ગામડાઓની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન વગેરેને નિહાળ્યા હતા.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 29th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
June 18th, 11:30 am
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, બાવળા, ગુજરાત
November 28th, 02:15 pm
દિવસની તેમની અંતિમ જાહેરસભામાં પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ભારતના હ્રદય સમાન,ભારતની આત્મા એટલે કે ભારતના ગામડાઓ વિષે વાત કરી હતી. વિપક્ષ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ભારતની આત્મા સમાન ગામડાઓની અવગણના કરવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી. અને કહ્યું, જ્યારે સંસાધનો અને સુવિધાઓની વાત આવે છે, ત્યારે કોંગ્રેસની સરકારો દ્વારા ગામડાઓનો વિચાર પણ કરવામાં આવતો ન હતો અને પરિણામે, ગામડાઓ અને શહેરો વચ્ચેનું અંતર વધતું જ રહ્યું. પ્રધાનમંત્રી શ્રી મોદીજીનએ વધુમાં ઉમેર્યું હતું કે, 20 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓની હાલત કફોડી હતી, પરંતુ આજે ભાજપ સરકારના શાસનમાં ગામડાઓની હાલત સંપૂર્ણ રીતે સુધારી દેવામાં આવી છે.વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, રાજકોટ, ગુજરાત
November 28th, 02:05 pm
વડાપ્રધાન શ્રી મોદીજીએ તેમની દિવસની છેલ્લી રેલીમાં રાજકોટની જનતાને સંબોધતા કહ્યું કે કેવી રીતે આગામી ચૂંટણીઓ ભાજપ પક્ષના નેતૃત્વને બદલે ગુજરાતની જનતા પોતે જ નેતૃત્વ કરીને લડશે. વડાપ્રધાન શ્રી એ વાત કરી કે કેવી રીતે ગુજરાતનો વિકાસ એ ગુજરાતના લોકો દ્વારા કરવામાં આવેલી વર્ષોની મહેનત અને અથાગ પરિશ્રમનું પરિણામ છે અને તેથી તે ગુજરાતથી બહારના લોકો આ બાબત સમજી શકે નહીં.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, અંજાર, ગુજરાત
November 28th, 01:56 pm
કચ્છમાં પાણી પહોંચાડવાનો વિરોધ કરનારાઓ સાથે સાંઠગાંઠ કરવા બદલ વડાપ્રધાનશ્રી એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા સરદાર સરોવર ડેમનો વિરોધ કરનારાઓને પ્રોત્સાહિત કરતી રહી છે. કચ્છની જનતા આવી પાર્ટીને ક્યારેય ભૂલી શકશે નહીં કે જેમણે કચ્છના લોકો માટે અનેક અડચણો ઊભી કરી હોય.વડાપ્રધાન શ્રી એ આગળ વાત ધપાવતા ઉલ્લેખ કર્યો કે કેવી રીતે કચ્છ બ્રાન્ચ કેનાલ કચ્છનું જીવન બદલી રહી છે. વડાપ્રધાનશ્રી એ કહ્યું “ભાજપ સરકારની મહેનત કચ્છ માટે રંગ લાવી રહી છે. આજે કચ્છમાંથી ઘણી કૃષિ પેદાશોની નિકાસ થઈ રહી છે.”વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, પાલિતાણા, ગુજરાત
November 28th, 01:47 pm
ગુજરાતમાં સાતત્યપૂર્ણ વિકાસ સુનિશ્ચિત થાય તે માટે તેમના અભિયાન પ્રચારને ચાલુ રાખતા, વડાપ્રધાનશ્રી મોદીજીએ આજે ગુજરાતના પાલિતાણા ખાતે જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાનશ્રી મોદીજીએ તેમની દિવસની પ્રથમ રેલીની શરૂઆત ભાવનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારો એ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના જ મૂર્તસ્વરૂપ છે તે દર્શાવીને કરી હતી.PM Modi addresses public meetings in Palitana, Anjar, Jamnagar & Rajkot, Gujarat
November 28th, 01:46 pm
Continuing his campaigning to ensure consistent development in Gujarat, PM Modi today addressed public meetings in Palitana, Anjar & Jamnagar, Gujarat. In his first rally of the day, PM Modi said that the region of Saurashtra embodies the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat’. In his second address at Anjar, PM Modi talked about Kutch’s recovery from the earthquake in 2001. In his last two public meetings for the day, PM Modi talked about the economy and the manufacturing sector of Gujarat.Today, Banaskanta is writing its own chapter in the history of development: PM Modi
October 31st, 03:39 pm
PM Modi laid the foundation stone of projects worth over Rs 8000 crores in Tharad, Banaskantha. He cited examples of Sujalam-Sufalam Yojna, Wasmo Yojna and Pani Samitis and underlined the crucial role played by women which resulted in the entire North Gujarat region including Kutch flourishing with drip irrigation and ‘per drop more crop’ model while giving a boost to agriculture, horticulture as well as tourism in the region.PM lays foundation stone of projects worth over Rs 8000 crores in Tharad, Banaskantha in Gujarat
October 31st, 03:29 pm
PM Modi laid the foundation stone of projects worth over Rs 8000 crores in Tharad, Banaskantha. He cited examples of Sujalam-Sufalam Yojna, Wasmo Yojna and Pani Samitis and underlined the crucial role played by women which resulted in the entire North Gujarat region including Kutch flourishing with drip irrigation and ‘per drop more crop’ model while giving a boost to agriculture, horticulture as well as tourism in the region.કેવડિયા, ગુજરાત ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ 2022માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 31st, 08:16 am
આ એકતા નગરમાં દેશના વિવિધ ખૂણેથી કેવડિયા આવેલા પોલીસ દળના સાથીદારો, એનસીસીના યુવાનો, કલા સાથે સંકળાયેલા તમામ કલાકારો, દેશના વિવિધ ભાગોમાં એકતા દોડ, રન ફોર યુનિટીમાં ભાગ લેનાર નાગરિક ભાઈઓ-બહેનો, દેશની તમામ શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, અન્ય મહાનુભાવો અને તમામ દેશવાસીઓ,PM participates in Rashtriya Ekta Diwas celebrations in Kevadia
October 31st, 08:15 am
PM Modi paid homage to Sardar Patel at the Statue of Unity and participated in the Rashtriya Ekta Diwas-related events. At the outset, the PM expressed his deep anguish for the victims of the mishap in Morbi yesterday. He said that even though he is in Kevadia, his heart remains connected to the victims of the mishap in Morbi. PM Modi assured the people of the country that there will be no shortcomings when it comes to rescue operations.પ્રધાનમંત્રી શ્રી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે
October 29th, 08:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2022 સુધી ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે.આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં પ્રધાનમંત્રીની સામે પરફોર્મ કરશે
October 28th, 01:34 pm
બનાસકાંઠા જિલ્લાના અંબાજી નગરના આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં પ્રધાનમંત્રીની સામે પરફોર્મ કરશે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી કેવડિયાની મુલાકાત લેશે.Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE
October 20th, 11:01 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.