વિશ્વકર્મા જયંતીના પાવન પર્વ પર આઇટીઆઈના કૌશલ દિક્ષાંત સમારંભ પર પ્રધાનંમત્રીના સંબોધનનો મૂળ પાઠ
September 17th, 04:54 pm
21મી સદીમાં પ્રગતિના પંથે અગ્રેસર આપણા દેશમાં આજે એક નવો ઇતિહાસ રચાઈ ગયો છે. પહેલીવાર ITIના 9 લાખથી વધારે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ માટે કૌશલ્ય દીક્ષાંત સમારંભનું આયોજન થયું છે. 40 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમ થકી પણ જોડાયેલા છે. હું તમને બધાને કૌશલ્ય દીક્ષાંત સમારંભની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આજે તો સોનામાં સુગંધ જેવો પ્રસંગ છે. આજે ભગવાન વિશ્વકર્માની જયંતી પણ છે. આ કૌશલ્ય દીક્ષાંત સમારંભ, પોતાના કૌશલ્યથી નવનિર્માણના પથ પર તમારું પહેલું પગલું, અને વિશ્વકર્મા જયંતીનો પવિત્ર પાવન અવસર! કેટલો અદ્ભૂત સંયોગ છે. હું ખાતરી સાથે કહી શકું છું કે, તમારી આ શરૂઆત જેટલી સુખદ છે, એટલી જ તમારી આવતીકાલની સફર પણ સર્જનાત્મક બનશે. તમને અને તમામ દેશવાસીઓને ભગવાન વિશ્વકર્માની જયંતીની પણ હાર્દિક શુભકામનાઓ.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ મારફતે વિશ્વકર્મા જયંતીના અવસર પર કૌશલ દીક્ષાંત સમારોહને સંબોધન કર્યું
September 17th, 03:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે સૌપ્રથમ એવા કૌશલ્ય દીક્ષાંત સમારોહ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આશરે ૪૦ લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા.