કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023 અને વારાણસીમાં અટલ આવાસ વિદ્યાલયના સમર્પણના સમાપન સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ.

September 23rd, 08:22 pm

બાબાના આશીર્વાદથી કાશીનું માન દરરોજ નવી ઉંચાઈએ પહોંચી રહ્યું છે. G-20 સમિટ દ્વારા ભારતે સમગ્ર વિશ્વમાં પોતાનો ઝંડો ઊંચક્યો છે, પરંતુ તેમાં કાશીની ચર્ચા વિશેષ છે. કાશીની સેવા, કાશીનો સ્વાદ, કાશીની સંસ્કૃતિ અને કાશીનું સંગીત... G-20 માટે કાશીમાં આવેલા દરેક મહેમાન તેને પોતાની યાદોમાં પોતાની સાથે લઈ ગયા છે. હું માનું છું કે G-20ની આ અદ્ભુત સફળતા મહાદેવના આશીર્વાદથી જ શક્ય બની છે.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023નાં સમાપન સમારંભને સંબોધન કર્યું

September 23rd, 04:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રુદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને કન્વેન્શન સેન્ટરમાં કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સમગ્ર ઉત્તરપ્રદેશમાં આશરે રૂ. 1115 કરોડનાં ખર્ચે નિર્મિત 16 અટલ આવાસીય વિદ્યાલયોનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ કાશી સંસદ ખેલ પ્રતિયોગિતાના રજિસ્ટ્રેશન માટે પોર્ટલ પણ લોંચ કર્યું હતું. તેમણે કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવના વિજેતાઓને ઇનામો પણ એનાયત કર્યા હતા. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ અગાઉ અટલ અવસિયા વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રી 23મી સપ્ટેમ્બરે વારાણસીની મુલાકાત લેશે

September 21st, 10:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, 2023ના રોજ વારાણસીની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે, પ્રધાનમંત્રી રૂદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર પહોંચશે અને કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023ના સમાપન સમારોહમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન તેઓ સમગ્ર ઉત્તર પ્રદેશમાં બનેલા 16 અટલ આવાસ વિદ્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે.