પ્રધાનમંત્રીએ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કર્યો
October 19th, 06:57 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે. પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જો આપણે આ જ જુસ્સા સાથે કામ કરતાં રહીશું, તો દેશને પ્રગતિ કરતાં કોઈ અટકાવી નહીં શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ દરમિયાન નવા શિક્ષણ અને અનુભવો મજબૂત થશે અને કાર્ય પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, જે આપણને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં આપણાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે.પ્રધાનમંત્રી 19 ઓક્ટોબરના રોજ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે
October 18th, 11:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે.