મંત્રીમંડળે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા, ગીચતા ઘટાડવા અને દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે કુલ રૂ. 50,655 કરોડનાં મૂડી ખર્ચે 936 કિલોમીટરની લંબાઈ ધરાવતા 8 મહત્ત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી
August 02nd, 08:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ દેશભરમાં રૂ. 50,655 કરોડનાં ખર્ચે 936 કિલોમીટરની લંબાઈ ધરાવતાં 8 મહત્ત્વપૂર્ણ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે મંજૂરી આપી છે. આ 8 પ્રોજેક્ટ્સના અમલીકરણથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે 4.42 કરોડ માનવદિવસોની રોજગારીનું સર્જન થશે.ભવ્ય રોડ શો દરમિયાન કાનપુર પીએમ મોદીને પોતાનું સમર્થન દર્શાવ્યું
May 04th, 08:32 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કાનપુરમાં શાનદાર રોડ શો કર્યો. વડાપ્રધાનનું સ્વાગત કરવા અને ભારતીય જનતા પાર્ટીને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લોકોએ ઉત્સાહપૂર્વક 'મોદી મોદી', 'ભારત માતા કી જય' અને 'ફિર એક બાર મોદી સરકાર'ના નારા લગાવ્યા હતા. વડાપ્રધાનનો કાફલો શહેરમાંથી પસાર થતાં અને સમર્થકોએ ફૂલની પાંખડીઓ વરસાવતાં ઉત્સાહનું વાતાવરણ હતું. જેના કારણે લોકોમાં પ્રેમ અને સમર્થનની લાગણી ફેલાઈ હતી.પ્રધાનમંત્રી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે
December 28th, 05:33 pm
પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે પુનઃવિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે તથા નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. તેઓ અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓ પણ દેશને સમર્પિત કરશે. લગભગ 12:15 વાગ્યે પ્રધાનમંત્રી નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કરશે. બપોરે એક વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ રાષ્ટ્ર માટે નાજુક અને રાજ્યમાં રૂ. 15,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. તેમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે 11,100 કરોડ રૂપિયાની પરિયોજનાઓ અને સમગ્ર ઉત્તર પ્રદેશની અન્ય પરિયોજનાઓ સાથે સંબંધિત લગભગ 4600 કરોડ રૂપિયાની પરિયોજનાઓ સામેલ છે.પ્રધાનમંત્રીએ કાનપુર એરપોર્ટ પર સિવિલ એન્ક્લેવના ઉદ્ઘાટનની પ્રશંસા કરી
May 26th, 09:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કાનપુર એરપોર્ટ પર નવું સિવિલ એન્ક્લેવ મુસાફરીને સરળ બનાવશે અને તકોનું વિસ્તરણ કરશે.શ્રી હરમોહન સિંહ યાદવની દસમી પૂણ્યતિથિ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 25th, 04:31 pm
હું સ્વર્ગીય હરમોહન સિંહ યાદવને તેમની પૂણ્યતિથિ નિમિત્તે તેમને આદરપૂર્વક નમન કરું છું. મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું સુખરામજીનો પણ આભાર વ્યક્ત કરું છું કે તેમણે આ કાર્યક્રમ માટે મને આટલા સ્નેહ સાથે આમંત્રિત કર્યો. મારી હાર્દિક ઇચ્છા પણ હતી કે આ કાર્યક્રમ માટે કાનપુર આવીને આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહું પરંતુ આજે આપણા દેશ માટે એક સૌથી મોટો લોકશાહી પ્રસંગ પણ છે. આજે આપણા નવા રાષ્ટ્રપતિજીએ શપથ ગ્રહણ કર્યા છે. આઝાદી બાદ પહેલી વાર આદિવાસી સમાજની એક મહિલા રાષ્ટ્રપતિ દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આ આપણી લોકશાહીની તાકાતનું, આપણા સર્વસમાવેશી વિચારનું જીવંત ઉદાહરણ છે. આ પ્રસંગે આજે દિલ્હીમાં કેટલાક જરૂરી આયોજન થઈ રહ્યા છે. બંધારણીય જવાબદારી માટે મારૂં દિલ્હીમાં હાજર રહેવું અત્યંત સ્વાભાવિક છે. જરૂરી પણ રહે છે. આથી હું આપ સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાઈ રહ્યો છું.પ્રધાનમંત્રીએ સ્વ. શ્રી હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ પર આયોજીત કાર્યક્રમમાં સંબોધન આપ્યું
July 25th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ સાંસદ, MLC, ધારાસભ્ય અને શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા તેમજ યાદવ સમુદાયની એક મહાન હસ્તી અને નેતા સ્વ. શ્રી હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું.પીએમ 3જી જૂને યુપીની મુલાકાત લેશે
June 02nd, 03:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી જૂન, 2022ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન, લખનૌ પહોંચશે જ્યાં તેઓ યુપી ઈન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ@3.0માં હાજરી આપશે. લગભગ 1:45 વાગ્યે, પ્રધાનમંત્રી કાનપુરના પારૌંખ ગામ પહોંચશે, જ્યાં તેઓ માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદની સાથે પાથરી માતા મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ, લગભગ 2 વાગ્યે, તેઓ ડૉ. BR આંબેડકર ભવનની મુલાકાત લેશે, જે પછી 2:15 વાગ્યે મિલન કેન્દ્રની મુલાકાત લેશે. કેન્દ્ર માનનીય રાષ્ટ્રપતિનું પૈતૃક ઘર છે, જે જાહેર ઉપયોગ માટે દાનમાં આપવામાં આવ્યું હતું અને તેને સામુદાયિક કેન્દ્ર (મિલન કેન્દ્ર)માં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેઓ બપોરે 2:30 વાગ્યે પરૌંખ ગામમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.Voting turnout in second phase polling in Uttar Pradesh points at BJP returning to power again: PM Modi
February 14th, 12:10 pm
Amidst the ongoing election campaigning in Uttar Pradesh, PM Modi’s rally spree continued as he addressed an election rally in Kanpur Dehat today. The Prime Minister expressed his gratitude towards the people for their support and said, “Voting is going on in the second phase in Uttar Pradesh, Uttarakhand and Goa today. I would urge all the voters, especially the first-time voters, to come out to vote in maximum numbers.”PM Modi addresses a public meeting in Kanpur Dehat, Uttar Pradesh
February 14th, 12:05 pm
Amidst the ongoing election campaigning in Uttar Pradesh, PM Modi’s rally spree continued as he addressed an election rally in Kanpur Dehat today. The Prime Minister expressed his gratitude towards the people for their support and said, “Voting is going on in the second phase in Uttar Pradesh, Uttarakhand and Goa today. I would urge all the voters, especially the first-time voters, to come out to vote in maximum numbers.”પીએમ મોદીએ કાનપુર મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, સીએમ યોગી સાથે સવારી કરી
December 28th, 02:11 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ થયેલા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું. નવી શરૂ કરાયેલી સેવાના ઉદ્ઘાટન અને નિરીક્ષણ પછી તરત જ, પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે મેટ્રોમાં સવારી કરી.કાનપુર મેટ્રોના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 28th, 01:49 pm
ઉત્તરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સહયોગી હરદીપ પૂરીજી, અહીંના ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, સાધ્વી નિરંજન જ્યોતિજી, ભાનુ પ્રતાપ વર્માજી, યુપી સરકારના મંત્રીશ્રી સતિષ મહાનાજી, નિલિમા કટિયારજી, રણવેન્દ્ર પ્રતાપજી, લખન સિંહજી, અજીત પાલજી, અહીંયા ઉપસ્થિત તમામ આદરણીય સાંસદો, તમામ આદરણીય ધારાસભ્યો, અન્ય તમામ લોક પ્રતિનિધિઓ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું
December 28th, 01:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું નિરીક્ષણ કર્યું હતું અને આઇઆઇટી મેટ્રો સ્ટેશનથી ગીતાનગર સુધી મેટ્રોમાં યાત્રા કરી હતી. તેમણે બિના-પનકી મલ્ટીપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. પાઇપલાઇનને મધ્યપ્રદેશની બિના રિફાઇનરીથી કાનપુરમાં પનકી સુધી લંબાવાઇ છે અને એનાથી પ્રદેશને બિના રિફાઇનરીથી પેટ્રોલિયમ પેદાશો મળવામાં મદદ થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરી સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.Embrace challenges over comforts: PM Modi at IIT, Kanpur
December 28th, 11:02 am
Prime Minister Narendra Modi attended the 54th Convocation Ceremony of IIT Kanpur. The PM urged the students to become impatient for a self-reliant India. He said, Self-reliant India is the basic form of complete freedom, where we will not depend on anyone.પ્રધાનમંત્રીએ કાનપુરના IIT ખાતે 54મા દીક્ષાંત સમારંભમાં હાજરી આપી અને બ્લૉકચેઇન આધારિત ડિજિટલ ડિગ્રીનો પ્રારંભ કર્યો
December 28th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાનપુરના IIT ખાતે યોજાયેલા 54મા દીક્ષાંત સમારંભમાં હાજરી આપી હતી અને ઇન-હાઉસ તૈયાર કરવામાં આવેલી બ્લૉકચેઇનથી સંચાલિત ટેકનોલોજી દ્વારા ડિજિટલ ડિગ્રીઓ ઇશ્યુ કરી હતી.પ્રધાનમંત્રી 28 ડિસેમ્બરે કાનપુરની મુલાકાત લેશે અને કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
December 26th, 04:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ડિસેમ્બર 2021ના રોજ કાનપુરની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1:30 વાગ્યે કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ થયેલા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી બિના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ પહેલા પ્રધાનમંત્રી લગભગ 11 વાગ્યે IIT કાનપુરના 54મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.Share your suggestions for PM Modi's address at Convocation Ceremony of IIT, Kanpur on 28th December 2021
December 21st, 07:35 pm
Prime Minister Narendra Modi will be addressing convocation ceremony of IIT, Kanpur on Tuesday, 28th December 2021. Here is an exclusive opportunity for youth and those associated with the start-up world to contribute insights for the Prime Minister's speech. PM Modi may incorporate some of the suggestions in his address.અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંઘ સ્ટેટ યુનિવર્સિટીના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 14th, 12:01 pm
ઉત્તર પ્રદેશના ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના યશસ્વી અને તેજસ્વી મુખ્યમંત્રી આદિત્યનાથજી, ઉપમુખ્ય મંત્રી દિનેશ શર્માજી, યુપી સરકારના મંત્રીગણ, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને અલીગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
September 14th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના અલીગઢ હિસ્સા અને રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીના મોડલના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી 14 સપ્ટેમ્બરના રોજ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે
September 13th, 11:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બર, 2021ના રોજ બપોરે 12 વાગ્યે ઉત્તર પ્રદેશના અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે, ત્યારબાદ આ પ્રસંગે તેમનું સંબોધન આપશે. પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના યુનિવર્સિટીના અલીગઢ નોડના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીના પ્રદર્શન મોડલની પણ મુલાકાત લેશે.પ્રધાનમંત્રીએ અગ્રણી વિજ્ઞાન સંસ્થાઓ સાથેની વાતચીત અંગે ટ્વીટ્સ કર્યા
July 08th, 03:57 pm
કેન્દ્રીય ભંડોળ પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાનોના 100થી વધુ નિર્દેશકો સાથે વાતચીત પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં પ્રેઝન્ટેશન્સ રજૂ કરનાર અગ્રણી સાયન્સ અને ટેકનોલોજી સંસ્થાનો સાથેની વાતચીત અંગેની વિગતો શેર કરી હતી. પ્રધાનમંત્રીએ આઈઆઈએસસી બેંગલુરુ, આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી ચેન્નઈ, આઈઆઈટી કાનપુર અંગે ટ્વીટ કર્યા હતા.