પ્રધાનમંત્રી 5મી જાન્યુઆરીએ પંજાબની મુલાકાત લેશે અને ₹ 42,750 કરોડથી વધુની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ભૂમિપૂજન કરશે
January 03rd, 03:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરની મુલાકાત લેશે અને બપોરે 1 કલાકની આસપાસ, ₹ 42,750 કરોડથી વધુની બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે; અમૃતસર-ઉના સેક્શનને ફોર લેન કરવો; મુકેરિયાં-તલવાડા નવી બ્રોડ ગેજ રેલવે લાઇન; ફિરોઝપુર ખાતે પીજીઆઇ સેટેલાઇટ સેન્ટર અને કપુરથલા તેમજ હોશિયારપુર ખાતે બે નવી મેડિકલ કૉલેજોનો સમાવેશ થાય છે.