રાજસ્થાનના ભિલવારામાં ભગવાન શ્રી દેવનારાયણ જીના 1111મા અવતરણ મહોત્સવની સ્મૃતિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 28th, 03:50 pm

આજે આ પાવન પ્રસંગે ભગવાન દેવનારાયણ જીનો બુલાવો આવ્યો અને જ્યારે ભગવાન દેવનારાયણ જીનો બુલાવો આવે અને કોઇ તક છોડે છે શું ? હું પણ હાજર થઈ ગયો. અને આપ યાદ રાખો આ કોઈ પ્રધાનમંત્રી અહીં આવ્યા નથી. હું સંપૂર્ણ ભક્તિભાવથી આપની માફક જ એક પ્રવાસીના રૂપમાં આશીર્વાદ લેવા આવ્યો છું. હજી મારે યજ્ઞશાળામાં પૂર્ણાહુતિ આપવાનું સૌભાગ્ય પણ સાંપડ્યું છે. મારા માટે આ સૌભાગ્યનો વિષય છે કે મારા જેવા એક સામાન્ય વ્યક્તિને આજે આપની વચ્ચે આવીને ભગવાન દેવનારાયણ જીના તથા તેમના તમામ ભક્તોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પૂણ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન દેવનારાયણ અને જનતા જનાર્દન બંનેના દર્શન કરવાથી આજે હું ધન્ય થઈ ગયો છું. દેશભરમાંથી અહીં પધારેલા તમામ શ્રદ્ધાળુઓની માફક હું ભગવાન દેવનારાયણ પાસેથી અવતરિત રાષ્ટ્રસેવા માટે ગરીબોના કલ્યાણ માટે આશીર્વાદ માગવા આવ્યો છું.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા 'અવતરણ મહોત્સવ'ના સ્મૃતિ સમારંભમાં સંબોધન આપ્યું

January 28th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા ‘અવતરણ મહોત્સવ’ના સ્મૃતિ સમારંભમાં સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ મંદિર દર્શન અને પરિક્રમા કર્યા હતા અને લીમડાનો છોડ પણ રોપ્યો હતો. તેમણે યજ્ઞશાળામાં ચાલી રહેલા વિષ્ણુ મહાયજ્ઞમાં પૂર્ણાહુતિ પણ કરી હતી. રાજસ્થાનના લોકો ભગવાન શ્રી દેવનારાયણજીની પૂજા કરે છે અને તેમના અનુયાયીઓ સમગ્ર દેશમાં ફેલાયેલા છે. તેઓ ખાસ કરીને જનસેવા માટેના પોતાના કાર્યો બદલ લોકોમાં પૂજનીય સ્થાન ધરાવે છે.

પીએમ કિસાન યોજના હેઠળ સન્માન નિધિનો 10મો હપ્તો ચૂકવતી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ

January 01st, 12:31 pm

ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભાવો, સૌ પ્રથમ, હું માતા વૈષ્ણોદેવી સંકુલમાં બનેલી દુ:ખદ દુર્ઘટના પર શોક વ્યક્ત કરું છું. આ દુર્ઘટના દરમિયાન નાસભાગમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું તથા જેઓ ઘાયલ થયા છે તેઓ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. મેં ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાજી સાથે પણ વાત કરી છે. રાહત કાર્ય જારી છે અને ઘાયલોની સારવાર માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ PM-KISANનો 10મો હપ્તો રિલીઝ કર્યો

January 01st, 12:30 pm

દેશના ખેડૂતોને પાયાના સ્તરેથી સશક્ત બનાવવા માટેની અવિરત કટિબદ્ધતા અને સંકલ્પ અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક લાભની 10મા હપતાની રકમ રીલિઝ કરી છે. આના કારણે 10 કરોડ કરતાં વધારે ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા 20,000 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ અંદાજે 351 ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)ને રૂ. 14 કરોડ કરતાં વધારે ઇક્વિટી ગ્રાન્ટ પેટે રીલિઝ કર્યા છે, જેનાથી 1.24 લાખ કરતાં વધારે ખેડૂતોને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન FPO સાથે સંવાદ પણ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, લેફ્ટેનન્ટ ગવર્નર, કૃષિ મંત્રીઓ અને ખેડૂતો ઑનલાઇન લિંક દ્વારા જોડાયા હતા.

મથુરામાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ અને રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

September 11th, 01:01 pm

ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની આહ્લાદિની શક્તિ શ્રી રાધાજીના જન્મની સાક્ષી પવિત્ર વ્રજભૂમિની પવિત્ર માટીને પ્રણામ કરું છું. અહિયાં આવેલા તમામ બ્રજવાસીઓને મારા રાધે રાધે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અને રાષ્ટ્રીય કુત્રિમ ગર્ભાધાન કાર્યક્રમનોશુભારંભ કરાવ્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એકવખત વાપરી શકાતા પ્લાસ્ટિકનો વપરાશ જીવનના દરેક ક્ષેત્રમાં ઘટાડવાના આહવાન સાથે નવીન ઉપાયો પુરા પાડવા યુવાનોને અપીલ કરી

September 11th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મથુરા ખાતે દેશના પશુધનમાં પગ અને મોઢાના રોગ (FMD) અને બ્રુસેલોસિસના નિયંત્રણ અને નાબૂદી માટે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NACDP)ની શરૂઆત કરાવીહતી.

Dhule has the potential of becoming an industrial city: PM Modi

February 16th, 03:31 pm

Addressing a gathering in Maharashtra's Dhule, PM Narendra Modi remembered the valour of our Jawans martyred in Pulwama. PM Modi said, It has been a policy of India that we don’t poke anyone. But if someone teases New India, it does not let it go unpunished. Mentioning about the projects launched today, PM Modi said that Dhule had the potential of becoming an industrial city. Many large national highways pass through here. Today, the strengthening of connectivity here has laid the foundation stone of two railway lines, the PM noted.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં ધુળેની મુલાકાત લીધી; અનેકવિધ વિકાસ યોજનાઓનું અનાવરણ કર્યું

February 16th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં ધૂળેની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યમાં વિવિધ યોજનાઓ ખૂલ્લી મૂકી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી. વિદ્યાસાગર રાવ, કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી ડૉ. સુભાષ ભામરે તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ઉત્તરપ્રદેશમાં ઝાંસીમાં વિવિધ યોજનાઓનાં લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 15th, 02:16 pm

દેશમાં આજે ભારે ઉદ્વેગ અને દુઃખની લાગણી છે. હું અહિં આપ સૌની લાગણીઓને પણ સારી રીતે સમજી શકું છું. પુલવામામાં આતંકીઓએ જે હુમલો કર્યો છે તેના કારણે દરેક ભારતીયમાં આક્રોશ પ્રવર્તે છે. આપણા વીર જવાનોએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય એવો વિશ્વાસ હું આ ઝાંસીની ધરતી પરથી, વીરો અને વીરાંગનાઓની ધરતી પરથી 130 કરોડ ભારતવાસીઓને આપવા માગું છું.

પ્રધાનમંત્રીએ ઝાંસીની મુલાકાત લીધી

February 15th, 02:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝાંસીની મુલાકાત લીધી હતી. તેમણે ઝાંસીમાં ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કર્યું હતો તથા વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.

લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે પ્રધાનમંત્રીનાં જવાબનાં અંશો

February 07th, 01:41 pm

આદરણીય અધ્યક્ષ મહોદયાજી, માનનીય રાષ્ટ્રપતિજીનાં ઉદબોધન પર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હું સદનમાં આપની વચ્ચે આભાર પ્રસ્તાવનું સમર્થન કરીને કેટલીક વાતો જરૂરથી કહેવા માંગીશ.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન

February 07th, 01:40 pm

લોકસભામાં આજે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “NDA સરકારે દેશમાં કાર્યપદ્ધતિનો સ્વભાવ બદલી નાખ્યો છે. યોજનાઓ માત્ર વિચારવામાં જ નથી આવતી પરંતુ તેને સમયસર પૂર્ણ પણ કરવામાં આવી રહી છે.”