ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 25th, 02:00 pm

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકજી, કેન્દ્રીય મંત્રી શ્રી વી કે સિંહજી, ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્ર ચૌધરીજી, અન્ય પ્રતિનિધિઓ અને બુલંદશહેરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં બુલંદશહરમાં રૂ. 19,100 કરોડથી વધારે મૂલ્યનાં વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

January 25th, 01:33 pm

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ બુલંદશહરના લોકો, ખાસ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ અને બહેનોના પ્રેમ અને વિશ્વાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ 22 જાન્યુઆરીનાં રોજ ભગવાન શ્રી રામનાં દર્શન કરવા અને આજનાં પ્રસંગે ઉત્તરપ્રદેશનાં લોકોની હાજરી બદલ તેમનાં સૌભાગ્યનો આભાર માન્યો હતો. તેમણે બુલંદશહર અને સમગ્ર પશ્ચિમ ઉત્તરપ્રદેશનાં લોકોને રેલવે, હાઇવે, પેટ્રોલિયમ પાઇપલાઇન, પાણી, સુએઝ, મેડિકલ કોલેજ અને ઔદ્યોગિક વસાહતનાં ક્ષેત્રોમાં રૂ. 19,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે અભિનંદન આપ્યાં હતાં. તેમણે યમુના અને રામ ગંગા નદીઓનાં સ્વચ્છતા અભિયાન સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનાં ઉદઘાટનનો ઉલ્લેખ પણ કર્યો હતો.

અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંઘ સ્ટેટ યુનિવર્સિટીના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 14th, 12:01 pm

ઉત્તર પ્રદેશના ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના યશસ્વી અને તેજસ્વી મુખ્યમંત્રી આદિત્યનાથજી, ઉપમુખ્ય મંત્રી દિનેશ શર્માજી, યુપી સરકારના મંત્રીગણ, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને અલીગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો

September 14th, 11:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના અલીગઢ હિસ્સા અને રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીના મોડલના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

શ્રી કલ્યાણ સિંહના મૃત્યુ અંગે મીડિયા સમક્ષ પ્રધાનમંત્રીનું નિવેદન

August 22nd, 11:42 am

આ આપણા બધા માટે શોકનો સમય છે. કલ્યાણ સિંહ જીના માતા -પિતાએ તેમનું નામ કલ્યાણ સિંહ રાખ્યું હતું. તેમણે જીવન એવી રીતે જીવ્યું કે તેમણે તેમના માતાપિતા દ્વારા આપવામાં આવેલા નામને સાર્થક કર્યું. તેઓ જીવનભર લોકોના કલ્યાણ માટે જીવ્યા, તેમણે જનકલ્યાણને તેમનો જીવનમંત્ર બનાવ્યો. અને તેમણે ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનસંઘ, સમગ્ર પરિવારને એક વિચાર માટે, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત કર્યો.

પ્રધાનમંત્રીએ કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

August 21st, 10:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, રાજ્યપાલ અને વરિષ્ઠ નેતા શ્રી કલ્યાણ સિંહજીના નિધન પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કલ્યાણસિંહજીના શીઘ્ર સ્વસ્થ થવા માટેની પ્રાર્થનામાં અસંખ્ય લોકોની સાથે જોડાયા

July 09th, 10:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કલ્યાણ સિંહજીના પૌત્ર સાથે વાત કરી અને બીમાર નેતાની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રીએ કલ્યાણસિંહજી સાથેની તેમની વાતચીતને પણ યાદ કરી અને કહ્યું કે તેમની સાથે વાત કરવી એ હંમેશાં કંઈક નવું શીખ્યાનો અનુભવ રહ્યો છે.