વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેર સભાને સંબોધન, છોટા ઉદેપુર, ગુજરાત

December 01st, 11:50 am

છોટા ઉદેપુરમાં તેમની બીજી સભા ને સંબોધતા, વડાપ્રધાન શ્રી મોદીજીએ આદિવાસી સમુદાયોના કલ્યાણ માટે ભાજપની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને હાથ ધરવામાં આવેલા અસંખ્ય પ્રયાસોની યાદી આપી હતી. તેમણે કહ્યું, ભાજપ સરકારના સર્વાંગી વિકાસના મંત્રનો સૌથી મોટો લાભ આપણાં આદિવાસી સમાજ નેમળ્યો છે. તેમણે દેશમાં આદિવાસીઓના વિકાસ માટે કંઈ ન કરવા બદલ કોંગ્રેસ પાર્ટીની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવી ત્યારે પાર્ટીએ અડચણો ઉભી કરી.

વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેર સભાને સંબોધન, કલોલ, ગુજરાત

December 01st, 11:40 am

વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર-પ્રસાર ચાલુ રાખતા વડાપ્રધાન શ્રી મોદીજીએ આજે ​​ગુજરાતના કલોલ ખાતે એક જાહેર સભાને સંબોધી હતી. આજનો દિવસ ભારત માટે મોટો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે. G20 નું પ્રમુખપદ સંભાળતા વડાપ્રધાન શ્રી મોદીજીએ કહ્યું કે આ દરેક ભારતીય નાગરિક માટે ગર્વની વાત છે. “મા કાલિકાના આશીર્વાદ સાથે, આજે G20 માં ભારતના પ્રમુખપદની શરૂઆત થવાનો શુભ દિવસ છે. આ આપણા બધા માટે ગર્વની વાત છે,” તેમણે કહ્યું.

વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, હિમંતનગર, ગુજરાત

December 01st, 11:30 am

હિંમતનગરમાં દિવસની તેમની અંતિમ રેલીને સંબોધતા, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, “20 વર્ષમાં મગફળીનો વિસ્તાર બમણાથી વધુ થયો છે. હવે સાબરકાંઠામાં અગાઉની સરખામણીમાં મગફળીની ઉપજ 8 ગણી વધી છે. મને કહેવામાં આવ્યું છે કે, આ વખતે ખેડૂતોને મગફળીની ખરીદીમાં ખૂબ સારી આવક મળી રહી છે. અહીં બટાકા માટે કરવામાં આવેલ કોલ્ડ સ્ટોરેજની સુવિધા થકી ખેડૂતોને ઘણી સહજતા પ્રાપ્ત થઈ છે. આજે જ્યારે સાબરકાંઠાના બટાકામાંથી બનાવેલી ફ્રેન્ચ ફ્રાઈસની નિકાસ થાય છે ત્યારે આપણા બધાની ખુશી વધી જાય છે.

PM Modi addresses public meetings in Kalol, Chhota Udepur and Himmatnagar, Gujarat

December 01st, 11:29 am

Continuing his campaigning spree for the second phase of assembly elections, PM Modi today addressed public meetings in Kalol, Chhota Udepur and Himmatnagar, Gujarat. Taking over the G20 presidency, PM Narendra Modi said today is a big day for India, a historic day. “With the blessings of Maa Kalika, today is an auspicious day for the presidency of India to begin in the G20. This is a matter of great pride for all of us,” he said.

People are well aware of the difference between Congress and the BJP: PM Modi

December 08th, 03:41 pm

Campaigning in Banaskantha district today, PM Narendra Modi said that the mood of people in the region clearly indicated in which direction the wind was blowing.