પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા અને મહારાણીનું સ્વાગત કર્યું
December 05th, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના મહારાણી જેત્સુન પેમા વાંગચુકનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ તેમના મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ચ 2024માં તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ભૂટાનની સરકાર અને લોકો દ્વારા અપાયેલ અપવાદરૂપે ઉષ્માભર્યા આતિથ્યને સ્નેહપૂર્વક યાદ કર્યું હતું.ભૂટાનના રાજા દ્વારા પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા
June 05th, 08:05 pm
ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને 18મી લોકસભા ચૂંટણીમાં NDAની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. મહામહિમ રાજાએ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતના લોકોની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ ભૂટાનના મહામહિમ રાજા સાથે મુલાકાત કરી
March 22nd, 06:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિમ્પુમાં ભૂટાનના મહામહિમ રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી. પારોથી થિમ્પુ સુધીના પ્રવાસ દરમિયાન લોકોએ તેમનું અભિવાદન કરતાં પ્રધાનમંત્રીએ તેમના અસાધારણ જાહેર સ્વાગત બદલ મહામહિમનો આભાર માન્યો હતો.પ્રધાનમંત્રી ભૂતાન પહોંચ્યા
March 22nd, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22-23 માર્ચ 2024 સુધી ભૂતાનની રાજકીય યાત્રા અંતર્ગત આજે પારો પહોંચ્યા. આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાનની પરંપરા અને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસીને મહત્વ આપે છે.પ્રધાનમંત્રી ભૂટાનની મુલાકાતે (માર્ચ 21-22, 2024)
March 22nd, 08:06 am
મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેરિંગ તોબગે સાથે પણ વાતચીત કરશે.પ્રધાનમંત્રીએ ભૂતાનના રાજા, મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી
April 04th, 06:00 pm
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; 'ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરીને આનંદ થયો. અમારી બેઠક ઉષ્માપૂર્ણ અને અર્થપૂર્ણ હતી. અમે અમારી ગાઢ મિત્રતા અને ભારત-ભૂતાન સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના ડ્રુક ગ્યાલ્પોના વિઝનને ખૂબ મહત્વ આપીએ છીએ.