નેપાળના કાઠમંડૂમાં રાષ્ટ્રીય સભા ગૃહ ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

May 12th, 04:39 pm

શાકયજી તમે અને તમારા સાથીઓએ કાઠમંડૂની મહાનગર પાલિકાએ મારા માટે આ સ્વાગત સમારોહનું આયોજન કર્યું છે. હું તેના માટે હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું. આ માત્ર મારું નહી પરંતુ સંપૂર્ણ ભારતનું સન્માન છે. માત્ર હું જ નહીં સવા સો કરોડ ભારતીયો પણ કૃતજ્ઞ છે. કાઠમંડૂથી અને નેપાળથી દરેક ભારતીયનો એક પોતાપણાનો સંબંધ છે અને આ સૌભાગ્ય મને પણ મળ્યું છે.

ભારતના પ્રધાનમંત્રીની નેપાળ મુલાકાત દરમિયાન ભારત-નેપાળ સંયુક્ત નિવેદન (11-12, મે, 2018)

May 11th, 09:30 pm

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી 11 અને 12 મે, 2018 દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી કે.પી. શર્મા ઓલીના આમંત્રણથી નેપાળની રાજકીય મુલાકાતે હતા

નેપાળનાં જનકપુરમાં બારહબીઘા મેદાન ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

May 11th, 12:25 pm

નેપાળના જનકપુરમાં એક સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેપાળ ભારતની ‘નેબરહૂડ ફર્સ્ટ’ પોલીસીમાં અગ્રક્રમે છે. તેમણે પ્રાચીનકાળથી નેપાળ અને ભારત કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે તેના પર પ્રકાશ પાડ્યો હતો અને પાંચ Ts (ટ્રેડિશન, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ અને ટ્રેડ) બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ જાનકી મંદિર ખાતે પૂજા કરી, જનકપુર અને અયોધ્યા વચ્ચે બસ સેવા શરુ કરાવી

May 11th, 10:29 am

નેપાળમાં જનકપુર આવી પહોંચવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાનકી મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી. નેપાળી વડાપ્રધાન કે પી શર્મા ઓલી પણ વડાપ્રધાન સાથે રહ્યા હતા.

નેપાળ યાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું નિવેદન

May 10th, 03:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રા પૂર્વે તેમનું પ્રસ્થાન નિવેદન નીચે મુજબ છે.