પ્રધાનમંત્રીએ બિહારના જમુઈમાં આદિવાસી હાટની મુલાકાત લીધી
November 15th, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના જમુઈમાં આદિવાસી હાટની મુલાકાત લીધી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે દેશભરમાંની આપણી આદિવાસી પરંપરાઓ, તેમની અદભૂત કળા અને કૌશલ્યના સાક્ષી બન્યા.બિહારના જમુઈમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
November 15th, 11:20 am
બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, બિહારના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જુઆલ ઓરાઓનજી, જીતન રામ માંઝીજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, દુર્ગાદાસ ઉઇકેજી અને અમે ભાગ્યશાળી છીએ કે બિરસા મુંડાજીના પરિવારના વંશજો આજે આપણી વચ્ચે છે, આમ તો આજે અહીં એક મોટી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારના અન્ય તમામ સભ્યો પૂજામાં વ્યસ્ત છે, છતાં બુદ્ધરામ મુંડાજી આપણી વચ્ચે આવ્યા, એ જ રીતે અમે ભાગ્યશાળી છીએ કે સિદ્ધુ કાન્હુજીના વંશજ મંડલ મુર્મુજી પણ આપણી સાથે છે અને મારા માટે ખુશીની વાત છે કે આજે જો હું કહું કે આપણા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આજે જો કોઈ વરિષ્ઠ નેતા છે તો તે આપણા કરિયા મુંડાજી છે. એક સમયે લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને આજે પણ તેઓ લોકોને માર્ગદર્શન આપે છે. અને જેમ કે આપણા જુઆલ ઓરાઓનજીએ કહ્યું કે તે મારા માટે પિતા સમાન છે. આવા વરિષ્ઠ કરિયા મુંડાજી આજે ખાસ કરીને ઝારખંડથી અહીં આવ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી, મારા મિત્ર ભાઈ વિજય કુમાર સિંહાજી, ભાઈ સમ્રાટ ચૌધરીજી, બિહાર સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ, દેશના ખૂણે ખૂણેથી આવેલા તમામ મહાનુભાવો અને જમુઈના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસના અવસરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીની શરૂઆત કરી
November 15th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો તથા બિહારનાં જમુઇમાં આશરે રૂ. 6,640 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ઉદઘાટન કર્યું હતું.જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી 15 નવેમ્બરનાં રોજ બિહારની મુલાકાત લેશે
November 13th, 06:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવા 15 નવેમ્બરનાં રોજ બિહારનાં જમુઇની મુલાકાત લેશે. આનાથી ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણીની શરૂઆત થાય છે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરશે. તેઓ આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશથી રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે.Ghamandiya Alliance is only interested in destabilizing the future of the youth of Bihar: PM Modi in Jamui
April 04th, 12:01 pm
Ahead of the Lok Sabha elections 2024, PM Modi addressed a public rally in Jamui, Bihar. He said, Jamui's mood is reflective of 'Ab ki Baar 400 Paar' with all the 40 seats in N.D.A.'s favour in Bihar. He expressed his tribute to the contributions of the Late Ramvilas Paswan Ji, who was dedicated to the welfare of Bihar and its development.Jamui's grand welcome for PM Modi as he addresses a public rally
April 04th, 12:00 pm
Ahead of the Lok Sabha elections 2024, PM Modi addressed a public rally in Jamui, Bihar. He said, Jamui's mood is reflective of 'Ab ki Baar 400 Paar' with all the 40 seats in N.D.A.'s favour in Bihar. He expressed his tribute to the contributions of the Late Ramvilas Paswan Ji, who was dedicated to the welfare of Bihar and its development.