ગુજરાતનાં જાંબુઘોડામાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો
November 01st, 01:12 pm
જાંબુઘોડા મારા માટે કંઈ નવું નથી. હું ઘણી વાર આવ્યો છું, અને જ્યારે પણ હું આ ધરતી પર આવું છું, ત્યારે એવું લાગે છે કે જાણે હું કોઈ પૂણ્ય સ્થળે આવ્યો છું. જાંબુઘોડા અને સમગ્ર પ્રદેશમાં 'નાયકડા આંદોલન'એ ૧૮૫૭ની ક્રાંતિમાં એક નવી ઊર્જા ભરવાનું કામ કર્યું હતું, નવી ચેતના પ્રગટ કરી હતી. પરમેશ્વર જોરિયાજીએ આ આંદોલનને વિસ્તાર્યું હતું અને રૂપસિંહ નાયક પણ તેમની સાથે જોડાયા હતા. અને ઘણા લોકોને કદાચ ખબર જ નહીં હોય કે ૧૮૫૭માં આપણે જે ક્રાંતિની ચર્ચા કરીએ છીએ તે ક્રાંતિમાં તાત્યા ટોપેનું નામ સૌથી ઉપર આવે છે. તાત્યા ટોપેના સાથીદાર તરીકે લડાઈ લડનારા આ ધરતીના વીરબંકા હતા.પ્રધાનમંત્રીએ ગુજરાતના જાંબુઘોડામાં આશરે રૂ. 860 કરોડની રાષ્ટ્રીય પરિયોજનાઓને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
November 01st, 01:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના જાંબુઘોડા, પંચમહાલમાં આજે લગભગ રૂ. 860 કરોડના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો.