નિષ્કર્ષની યાદીઃ જમૈકાના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. એન્ડ્રુ હોલનેસની ભારતની સત્તાવાર મુલાકાત (30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2024)
October 01st, 12:30 pm
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય મારફતે કાર્યરત પ્રજાસત્તાક ભારતની સરકાર અને જમૈકા સરકાર વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ), જે નાણાકીય સર્વસમાવેશકતા અને સામાજિક અને આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે સફળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા જમૈકાનાં પ્રધાનમંત્રી કાર્યાલય મારફતે કામ કરે છેજમૈકાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
October 01st, 12:00 pm
ભારત અને જમૈકાના સંબંધોના મૂળમાં આપણા સહિયારા ઇતિહાસ, સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેનાં મજબૂત સંબંધો રહેલાં છે. આપણી ભાગીદારીની લાક્ષણિકતા ચાર 'સી' – કલ્ચર, ક્રિકેટ, કોમનવેલ્થ અને કેરિકોમ (CARICOM) છે. આજની બેઠકમાં અમે તમામ ક્ષેત્રોમાં અમારા સહકારને મજબૂત કરવા ચર્ચા કરી હતી અને કેટલીક નવી પહેલોની ઓળખ કરી હતી. ભારત અને જમૈકા વચ્ચે વેપાર અને રોકાણ વધી રહ્યાં છે. જમૈકાની વિકાસ યાત્રામાં ભારત હંમેશા વિશ્વસનીય અને પ્રતિબદ્ધ વિકાસનું ભાગીદાર રહ્યું છે. આ દિશામાં અમારા તમામ પ્રયાસો જમૈકાના લોકોની જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત છે. આઇટીઇસી અને આઇસીસીઆર શિષ્યાવૃત્તિઓ મારફતે અમે જમૈકાનાં લોકોનાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણમાં પ્રદાન કર્યું છે.જમૈકાનાં પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન આપ્યાં
July 04th, 08:14 pm
જમૈકાનાંમહામહિમ પ્રધાનમંત્રી એન્ડ્રૂ માઇકલ હૉલનેસ ઓ.એન., એમ.પી.એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને લોકસભાની ચૂંટણીમાં તેમનાં પક્ષનાં ઐતિહાસિક વિજય પર અભિનંદન પાઠવ્યા હતા.