પ્રધાનમંત્રીએ 1919માં આ દિવસે જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી
April 13th, 10:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1919માં આ દિવસે જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ જલિયાંવાલા બાગ સ્મારકના નવીનીકરણ કરાયેલા સંકુલના ઉદ્ઘાટન સમયે તેમનું ગયા વર્ષનું ભાષણ પણ શેર કર્યું હતું.કોલકતામાં વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે બીપ્લોબી ભારત ગેલેરીના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
March 23rd, 06:05 pm
પશ્ચિમ બંગાળના ગવર્નર શ્રીમાન જગદીપ ધનખડજી, કેન્દ્રના સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી કિશન રેડ્ડીજી, વિક્ટોરિયા મેમોરિયલ હોલ સાથે જોડાયેલા તમામ મહાનુભવો, વિશ્વ વિદ્યાલયોના વાઈસ ચાન્સેલર્સ, કલા અને સંસ્કૃતિ જગતના દિગ્ગજ દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું
March 23rd, 06:00 pm
શહીદ દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધનખર અને કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.નવનિર્મિત જલિયાંવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
August 28th, 08:48 pm
પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને, મારા ખૂબ ખૂબ પ્રણામ! ભારત માતાના એ સંતાનોને પણ નમન કે જેમની અંદર સળગી રહેલી આઝાદીની આગને બુઝાવવા માટે અમાનવિયતાની તમામ હદ પાર કરી દેવાઈ હતી. એ માસૂમ બાળકો અને બાલિકાઓ, એ બહેનો, એ ભાઈઓ કે જેમના સપનાં આજે પણ જલિયાંવાલા બાગની દિવાલોમાં અંકિત ગોળીઓના નિશાનોમાં જણાઈ આવે છે. એ શહીદ કૂવો, કે જ્યાં અનેક માતાઓ અને બહેનોની મમતા છીનવાઈ ગઈ હતી. તેમનું જીવન છીનવી લેવામાં આવ્યું હતું. તેમના સપનાં કચડી નાંખવામાં આવ્યા હતા. આ તમામને આજે આપણે યાદ કરી રહ્યા છીએ.પ્રધાનમંત્રીએ નવીનીકરણ કરાયેલું જલિયાવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને અર્પણ કર્યું
August 28th, 08:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવીનીકરણ કરાયેલા જલિયાવાલા બાગ સ્મારક સંકુલને આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે સ્મારક ખાતે શરૂ કરવામાં આવેલી સંગ્રહાલય ગેલેરીઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સરકારે આ સંકુલને અપગ્રેડ કરવા માટે હાથ ધરેલી વિકાસની બહુવિધ પહેલો દર્શાવવામાં આવી હતી.પુન:નિર્મિત જલિયાંવાલા બાગ સ્મારકની ઝલક
August 27th, 07:38 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર 28 ઓગસ્ટના રોજ જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનીકરણ કરાયેલ સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારક ખાતે વિકસિત મ્યુઝિયમ ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. આ ઇવેન્ટ સંકુલને અપગ્રેડ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી બહુવિધ વિકાસ પહેલને પણ પ્રદર્શિત કરશે.પ્રધાનમંત્રી 28 ઓગસ્ટે જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે
August 26th, 06:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટ, 2021ના રોજ સાંજે 6.25 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારકમાં વિકસિત મ્યુઝિયમ ગેલેરીઝનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ પરિસરને ઉન્નત કરવા માટે સરકાર દ્વારા કરાયેલ અનેક વિકાસ પહેલોને પણ પ્રદર્શિત કરશે.