લોકોએ 'મન કી બાત' માટે જે સ્નેહ દર્શાવ્યો છે તે અભૂતપૂર્વ છેઃ પીએમ મોદી
May 28th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર, આપ સહુનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ વખતે ‘મન કી બાત’નો આ હપ્તો બીજી સદીનો પ્રારંભ છે. ગત મહિને આપણે બધાંએ તેની વિશેષ સદીની ઉજવણી કરી હતી. તમારી ભાગીદારી જ આ કાર્યક્રમની સૌથી મોટી શક્તિ છે. ૧૦૦મા હપ્તાના પ્રસારણના સમયે, એક રીતે, સમગ્ર દેશ એક સૂત્રમાં બંધાઈ ગયો હતો. આપણાં સફાઈ કર્મચારી ભાઈ-બહેન હોય કે પછી અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો, ‘મન કી બાત’એ બધાંને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તમે બધાંએ જે આત્મીયતા અને સ્નેહ ‘મન કી બાત’ માટે દર્શાવ્યો છે, તે અભૂતપૂર્વ છે, ભાવુક કરી દેનારો છે. જ્યારે ‘મન કી બાત’નું પ્રસારણ થયું તો તે સમયે દુનિયાના અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ ટાઇમ-ઝૉનમાં ક્યાંક સાંજ પડી રહી હતી તો ક્યાંક મોડી રાત હતી, તેમ છતાં, મોટી સંખ્યામાં લોકોએ ૧૦૦મા હપ્તાને સાંભળવા માટે સમય કાઢ્યો. મેં હજારો કિમી દૂર ન્યૂઝીલન્ડનો તે વિડિયો પણ જોયો જેમાં ૧૦૦ વર્ષનાં એક બા પોતાના આશીર્વાદ આપી રહ્યાં છે. ‘મન કી બાત’ સંદર્ભે દેશ-વિદેશના લોકોએ પોતાના વિચારો રાખ્યા છે. ઘણા બધા લોકોએ Constructive Analysis પણ કર્યું છે. લોકોએ એ વાતની પ્રશંસા કરી કે ‘મન કી બાત’માં દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓની જ ચર્ચા થાય છે. હું ફરી એક વાર આપ સહુને આ આશીર્વાદ માટે પૂરા આદર સાથે ધન્યવાદ આપું છું.ઈન્ટરનેશનલ એક્સ્પો-2023ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 18th, 11:00 am
કેબિનેટમાં મારા સહયોગી જી. કિશન રેડ્ડીજી, મીનાક્ષી લેખીજી, અર્જુન રામ મેઘવાલજી, લૂવર મ્યુઝિયમના ડાયરેક્ટર મેન્યુઅલ રાબેતેજી, વિશ્વના વિવિધ દેશોના મહેમાનો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો, આપ સૌને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે, મ્યુઝિયમ વિશ્વના દિગ્ગજ લોકો અહીં એકઠા થયા છે. આજનો પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું
May 18th, 10:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું. તેમણે નોર્થ અને સાઉથ બ્લોકમાં આગામી નેશનલ મ્યુઝિયમના વર્ચ્યુઅલ વોકથ્રુનું પણ ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ટેકનો મેળા, કન્ઝર્વેશન લેબ અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનોની પણ મુલાકાત લીધી હતી. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનું આયોજન 47મા ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની વર્ષની થીમ 'મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઈંગ' સાથે કરવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ આ દિવસે જલિયાવાલા બાગમાં શહીદ થયેલા તમામ લોકોના બલિદાનને યાદ કર્યા
April 13th, 09:42 am
હું આ દિવસે જલિયાવાલા બાગમાં શહીદ થયેલા તમામ લોકોના બલિદાનને યાદ કરું છું. તેમનું મહાન બલિદાન આપણને આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા અને એક મજબૂત અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે વધુ સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે.ગુજરાતના દાહોદમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના શુભારંભ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 20th, 09:49 pm
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, આ દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, મંત્રી પરિષદનાં સાથી દર્શનાબેન જરદોશ, સંસદમાં મારા વરિષ્ઠ સાથીદાર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રીમાન સી. આર. પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, અને મોટી સંખ્યામાં અહીં પધારેલા મારા વહાલા આદિવાસી ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના દાહોદ અને પંચમહાલમાં રૂપિયા 22000 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
April 20th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે દાહોદમાં આદિજાતિ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે રૂપિયા 22000 કરોડના મૂલ્યની વિકાસની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ અહીં રૂપિયા 1400 કરોડના મૂલ્યની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે લગભગ રૂપિયા 840 કરોડના ખર્ચે નર્મદા બેઝીન પર બાંધવામાં આવેલી દાહોદ જિલ્લા દક્ષિણી વિસ્તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આનાથી દાહોદ જિલ્લાના અંદાજે 280 ગામડાં અને દેવગઢ બારિયા શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે પાણી પુરવઠો પહોંડાચી શકાશે. પ્રધાનમંત્રીએ લગભગ રૂ. 335 કરોડની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પરિયોજનાઓમાં એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ભવન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, ગટરના કામો, ઘન કચરાના વ્યવસ્થાપનનું તંત્ર અને વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલી સામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, પંચમહાલ અને દાહોદ જિલ્લાના 10,000 આદિવાસીઓને રૂપિયા 120 કરોડના લાભો આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ 66 KVના ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ગૃહો, આંગણવાડીઓ વગેરેનું પણ ઉદ્ઘાટન કર્યું.પ્રધાનમંત્રીએ 1919માં આ દિવસે જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી
April 13th, 10:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1919માં આ દિવસે જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ જલિયાંવાલા બાગ સ્મારકના નવીનીકરણ કરાયેલા સંકુલના ઉદ્ઘાટન સમયે તેમનું ગયા વર્ષનું ભાષણ પણ શેર કર્યું હતું.કોલકતામાં વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે બીપ્લોબી ભારત ગેલેરીના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
March 23rd, 06:05 pm
પશ્ચિમ બંગાળના ગવર્નર શ્રીમાન જગદીપ ધનખડજી, કેન્દ્રના સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી કિશન રેડ્ડીજી, વિક્ટોરિયા મેમોરિયલ હોલ સાથે જોડાયેલા તમામ મહાનુભવો, વિશ્વ વિદ્યાલયોના વાઈસ ચાન્સેલર્સ, કલા અને સંસ્કૃતિ જગતના દિગ્ગજ દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું
March 23rd, 06:00 pm
શહીદ દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધનખર અને કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.Today, the mantra of the country is – Ek Bharat, Shreshtha Bharat: PM Modi
December 25th, 03:05 pm
Addressing Gurpurab celebrations of Guru Nanak Dev Ji at Gurudwara Lakhpat Sahib in Gujarat via video conferencing, PM Modi said that efforts were being made at every level for the message of Guru Nanak Dev Ji to reach the whole world. The countrymen had been wishing for easy access to Kartarpur Sahib. In 2019, our government completed the work of the Kartarpur Corridor, he added.PM addresses Gurpurab celebrations of Guru Nanak Dev Ji at Gurudwara Lakhpat Sahib, Gujarat
December 25th, 12:09 pm
Addressing Gurpurab celebrations of Guru Nanak Dev Ji at Gurudwara Lakhpat Sahib in Gujarat via video conferencing, PM Modi said that efforts were being made at every level for the message of Guru Nanak Dev Ji to reach the whole world. The countrymen had been wishing for easy access to Kartarpur Sahib. In 2019, our government completed the work of the Kartarpur Corridor, he added.પુન:નિર્મિત જલિયાંવાલા બાગ સ્મારકની ઝલક
August 27th, 07:38 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર 28 ઓગસ્ટના રોજ જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનીકરણ કરાયેલ સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારક ખાતે વિકસિત મ્યુઝિયમ ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. આ ઇવેન્ટ સંકુલને અપગ્રેડ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી બહુવિધ વિકાસ પહેલને પણ પ્રદર્શિત કરશે.પ્રધાનમંત્રી 28 ઓગસ્ટે જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે
August 26th, 06:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટ, 2021ના રોજ સાંજે 6.25 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારકમાં વિકસિત મ્યુઝિયમ ગેલેરીઝનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ પરિસરને ઉન્નત કરવા માટે સરકાર દ્વારા કરાયેલ અનેક વિકાસ પહેલોને પણ પ્રદર્શિત કરશે.પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગ નરસંહારના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
April 13th, 09:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલિયાંવાલા બાગ નરસંહારના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.પ્રધાનમંત્રીએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લેનારી તમામ મહાન હસ્તીઓને સ્મરણાંજલી અર્પણ કરી
March 12th, 03:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચળવળો, વિદ્રોહ અને સ્વતંત્રતાની ચળવળના સંગ્રામને સ્મરણાંજલી અર્પણ કરી હતી. તેમણે ખાસ કરીને, એવી ચળવળો, સંઘર્ષો અને હસ્તીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જેમણે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષની ગાથામાં પૂરતું સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત થયા નથી. આજે, અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ (India@75)ના શુભારંભ બાદ તેમણે સંબોધન આપ્યું ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.'આઝાદીના અમૃત મહોત્સવ' ના શુભારંભની પ્રવૃત્તિઓના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.છેલ્લાં છ વર્ષમાં ઇતિહાસમાં વિસરાઈ ગયેલા નાયકોની ગાથાને જાળવવા માટે સતત પ્રયાસ થયા છેઃ પ્રધાનમંત્રી
March 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.PM pays tributes to the martyrs of the Jallianwala Bagh massacre
April 13th, 10:54 am
The Prime Minister, Shri Narendra Modi has paid tributes to the martyrs of the Jallianwala Bagh massacre.The alliance of Congress, PDP and NC in J&K is one of opportunism and hunger for power: PM Modi
April 14th, 11:58 am
Prime Minister Narendra Modi addressed a big rally in Kathua in Jammu and Kashmir today. Addressing the crowd, PM Modi paid tributes to the great son of soil, Dr. BR Ambedkar on his birth anniversary today.PM Modi addresses rally in Kathua, Jammu and Kashmir
April 14th, 11:57 am
Prime Minister Narendra Modi addressed a big rally in Kathua in Jammu and Kashmir today. Addressing the crowd, PM Modi paid tributes to the great son of soil, Dr. BR Ambedkar on his birth anniversary today.