પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'જલ સંચય જન ભાગીદારી' પહેલ શરૂ કરી
September 06th, 01:00 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જલ શક્તિ મંત્રાલય દ્વારા આજે ગુજરાતની ભૂમિ પરથી એક મહત્ત્વપૂર્ણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ચોમાસાની ઋતુએ વેરેલી તબાહી વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, દેશનાં લગભગ તમામ પ્રદેશોને તેનાં કારણે ઊભી થયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, તેમણે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન લગભગ દરેક તાલુકામાં આવો મુશળધાર વરસાદ જોયો નથી કે સાંભળ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતને આ વખતે ભારે કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને વિભાગો પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણપણે સજ્જ નહોતા, જો કે, આવી વિકટ પરિસ્થિતિમાં ગુજરાત અને દેશની જનતા ખભેખભા મિલાવીને ઊભી રહી અને એકબીજાને મદદ કરી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના ઘણા ભાગો હજી પણ ચોમાસાની ઋતુની અસરો હેઠળ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'જલ સંચય જન ભાગીદારી' પહેલ શરૂ કરી
September 06th, 12:30 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જલ શક્તિ મંત્રાલય દ્વારા આજે ગુજરાતની ભૂમિ પરથી એક મહત્ત્વપૂર્ણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ચોમાસાની ઋતુએ વેરેલી તબાહી વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, દેશનાં લગભગ તમામ પ્રદેશોને તેનાં કારણે ઊભી થયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, તેમણે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન લગભગ દરેક તાલુકામાં આવો મુશળધાર વરસાદ જોયો નથી કે સાંભળ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતને આ વખતે ભારે કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને વિભાગો પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણપણે સજ્જ નહોતા, જો કે, આવી વિકટ પરિસ્થિતિમાં ગુજરાત અને દેશની જનતા ખભેખભા મિલાવીને ઊભી રહી અને એકબીજાને મદદ કરી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના ઘણા ભાગો હજી પણ ચોમાસાની ઋતુની અસરો હેઠળ છે.પીએમ 6ઠ્ઠી સપ્ટેમ્બરે ‘જલ સંચય જન ભાગીદારી પહેલ’ના લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમને સંબોધિત કરશે
September 05th, 02:17 pm
પ્રધાનમંત્રીના જળ સુરક્ષાના દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે, આ પહેલ સામુદાયિક ભાગીદારી અને માલિકી પર ભાર મૂકવાની સાથે પાણીના સંરક્ષણનો પ્રયાસ કરે છે અને તે સમગ્ર સમાજ અને સમગ્ર સરકારી અભિગમ દ્વારા પ્રેરિત છે. ગુજરાત સરકારની આગેવાની હેઠળની જળ સંચય પહેલની સફળતાના આધારે, જલ શક્તિ મંત્રાલયે, રાજ્ય સરકારના સહયોગથી, ગુજરાતમાં જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરી છે. ગુજરાત સરકારે જળ સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય હિસ્સેદારોને એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.