પાકિસ્તાન સાથે કોંગ્રેસની ઊંડી ભાગીદારી અને સહયોગનો પર્દાફાશ થયો છેઃ પીએમ મોદી આણંદમાં

May 02nd, 11:10 am

આગામી લોકસભા ચૂંટણી પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આણંદમાં એક પ્રભાવશાળી રેલીને સંબોધિત કરી. તેમણે ઉમેર્યું હતું કે તેમનું મિશન 'વિકસીત ભારત' છે અને ઉમેર્યું હતું કે, વિકસીત ભારતને સક્ષમ કરવા માટે 2047 માટે 24 x 7. કામ કરવાનું છે

PM Modi addresses powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat

May 02nd, 11:00 am

Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat. He added that his mission is a 'Viksit Bharat' and added, 24 x 7 for 2047 to enable a Viksit Bharat.

The dreams of crores of women, poor and youth are Modi's resolve: PM Modi

February 18th, 01:00 pm

Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.

PM Modi addresses BJP Karyakartas during BJP National Convention 2024

February 18th, 12:30 pm

Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.

અગત્તી એરપોર્ટ, લક્ષદ્વીપ ખાતે જાહેર સભા દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

January 02nd, 04:45 pm

લક્ષદ્વીપ અનેક શક્યતાઓથી ભરેલું છે. પરંતુ આઝાદી પછી લાંબા સમય સુધી લક્ષદ્વીપના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બહુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. શિપિંગ અહીં જીવનરેખા રહી હોવા છતાં. પરંતુ અહીં પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નબળું રહ્યું. શિક્ષણ હોય, આરોગ્ય હોય, પેટ્રોલ અને ડીઝલ માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. અમારી સરકાર હવે આ તમામ પડકારોનો સામનો કરી રહી છે. લક્ષદ્વીપની પ્રથમ POL બલ્ક સ્ટોરેજ ફેસિલિટી કાવારત્તી અને મિનિકોય આઇલેન્ડ ખાતે બનાવવામાં આવી છે. હવે અહીં અનેક ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે.

લક્ષદ્વીપના અગત્તી એરપોર્ટ પર પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરી

January 02nd, 04:30 pm

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપની પ્રચૂર સંભાવનાઓની નોંધ લીધી હતી અને સ્વતંત્રતા પછી લક્ષદ્વીપે જે લાંબા સમયથી ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો હતો તેની તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે આ વિસ્તારની જીવનરેખા હોવા છતાં બંદરની નબળી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબત શિક્ષણ, આરોગ્ય અને પેટ્રોલ-ડીઝલને પણ લાગુ પડે છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે સરકારે તેના વિકાસનું કાર્ય યોગ્ય ગંભીરતાથી ઉપાડ્યું છે. તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર દ્વારા આ તમામ પડકારોને દૂર કરવામાં આવી રહ્યા છે.

રાજસ્થાનના આબુ રોડ ખાતે બ્રહ્મા કુમારીના શાંતિવન સંકુલમાં વિવિધ પરિયોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

May 10th, 07:02 pm

મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે કે, મને અનેક વખત તમારી વચ્ચે આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. જ્યારે પણ હું અહીં આવું છું, આપ સૌની વચ્ચે હું આવું છું, ત્યારે મને હંમેશા આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. અને છેલ્લા કેટલાક મહિનામાં આ બીજી વખત એવો પ્રસંગ, જ્યારે મને બ્રહ્મા કુમારીના કાર્યક્રમમાં જોડાવવાનો અવસર મળ્યો છે. અગાઉ, ફેબ્રુઆરીમાં જ તમે મને 'જલ જન અભિયાન' શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પછી મેં વિગતવાર યાદ કર્યું કે, કેવી રીતે બ્રહ્મા કુમારીઓ સાથેના મારા સંબંધમાં સાતત્ય જળવાયેલું રહ્યું છે. આની પાછળ, પરમપિતા પરમાત્માના આશીર્વાદ અને રાજયોગિની દાદાજી તરફથી મળેલો પ્રેમ પણ છે.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્મા કુમારીના શાંતિવન સંકુલની મુલાકાત લીધી

May 10th, 03:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્મા કુમારીઓના શાંતિવન સંકુલની મુલાકાત લીધી હતી. તેમણે સુપર સ્પેશિયાલિટી ચેરીટેબલ ગ્લોબલ હોસ્પિટલ, શિવમણી વૃદ્ધાશ્રમના બીજા તબક્કા અને નર્સિંગ કોલેજના વિસ્તરણનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સાંસ્કૃતિક પ્રદર્શન પણ જોયું હતું.

બ્રહ્મા કુમારીઓ દ્વારા જલ-જન અભિયાનના લોંચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

February 16th, 01:00 pm

બ્રહ્માકુમારી સંસ્થાનના પ્રમુખ રાજયોગિની દાદી રતન મેહિની જી, મંત્રીમંડળના મારા સાથી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, બ્રહ્માકુમારી સંસ્થાની તમામ સદસ્યગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો. મને આનંદ છે કે બ્રહ્માકુમારીઓ દ્નારા શરૂ કરવામાં આવેલા ‘જલ-જન અભિયનના’ શુભારંભ પ્રસંગે હું આપ સૌ સાથે જોડાઈ રહ્યો છું. આપ સૌની વચ્ચે આવવું, શીખવું હંમેશાં મારા માટે વિશેષ રહ્યું છે. સ્વર્ગીય રાજયોગિની દાદી જાનકી જીને મળેલા આશીર્વાદ આજે મારી ઘણી મોટી મૂડી છે. મને યાદ છે કે 2007માં દાદી પ્રકાશ મણિ જીના બ્રહ્મલોક ગમન પર મને આબુ રોડ આવીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર મળ્યો હતો. છેલ્લા વર્ષોમાં બ્રહ્મકુમારી બહેનોના ઘણા બધા સ્નેહભર્યા આમંત્રણ મને અલગ અલગ કાર્યક્રમો માટે મળતા રહ્યા છે. હું પણ હંમેશાં પ્રયાસ કરું છું કે આ આધ્યાત્મિક પરિવારના સદસ્યના રૂપમાં આપની વચ્ચે આવતો જતો રહું. 2011માં અમદાવાદમાં ‘ફ્યુચર ઓફ પાવર’નો કાર્યક્રમ હોય, 2012માં સંસ્થાનની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાનો કાર્યક્રમ હોય, 2013માં સંગમ તીર્થસ્થાનનો કાર્યક્રમ હોય, 2017માં બ્રહ્માકુમારીઓ સંસ્થાનના 80મા સ્થાપના દિવસનો કાર્યક્રમ હોય કે પછી ગયા વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ સાથે સંકળાયેલો સ્વર્ણિમ ભારતનો કાર્યક્રમ હોય, હું જ્યારે પણ આપની વચ્ચે પઘારું છું તો આપનો સ્નેહ અને આ પોતીકાપણું મને અભિભૂત કરી દે છે. બ્રહ્માકુમારીઓ સાથેનો મારો આ સંબંધ તે માટે ખાસ છે કેમ કે સ્વથી ઉપર જઈને સમાજ માટે સર્વસ્વ સમર્પિત કરવું તે આપ સૌના માટે આધ્યાત્મિક સાધનાનું સ્વરૂપ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ‘જલ-જન અભિયાન’ની પ્રારંભમાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું

February 16th, 12:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રહ્મા કુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘જલ-જન અભિયાન’માં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું.