પીએમ મોદી ઈન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા

September 07th, 06:58 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા.તેઓ આસિયાન-ઈન્ડિયા સમિટ તેમજ ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે.તેમના આગમન પર જકાર્તામાં ભારતીય સમુદાય દ્વારા નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જકાર્તા, ઇન્ડોનેશિયાની મુલાકાત પહેલા પ્રધાનમંત્રી શ્રીનું પ્રસ્થાન નિવેદન

September 06th, 06:26 pm

મારૂં પ્રથમ જોડાણ 20મી આસિયાન-ભારત સમિટ હશે. હું ASEAN નેતાઓ સાથે આપણી ભાગીદારીની ભાવિ રૂપરેખા વિશે ચર્ચા કરવા આતુર છું, જે હવે તેના ચોથા દાયકામાં પ્રવેશી ચૂકી છે. ASEAN સાથે જોડાણ એ ભારતની એક્ટ ઈસ્ટ નીતિનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગયા વર્ષે દાખલ થયેલી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ આપણા સંબંધોમાં નવી ગતિશીલતા દાખલ કરી છે.

પ્રધાનમંત્રી શ્રીની જકાર્તા, ઇન્ડોનેશિયાની મુલાકાત (સપ્ટેમ્બર 06-07, 2023)

September 02nd, 07:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ શ્રી જોકો વિડોડોના આમંત્રણ પર 06-07 સપ્ટેમ્બર 2023ના રોજ ઇન્ડોનેશિયાના જકાર્તાની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રીએ પુરૂષોની ટ્રીપલ જંપ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ અર્પિન્દર સિંહને અભિનંદન પાઠવ્યા

August 29th, 07:58 pm

ઇન્ડોનેશિયાના જકાર્તા-પાલેમ્બાંગ ખાતે ચાલી રહેલા 18માં એશિયાઈ રમતોત્સવ 2018માં પુરુષોની ટ્રીપલ જંપ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અર્પિન્દર સિંહને અભિનંદન પાઠવ્યા હતા.

ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30 મે, 2018)

May 30th, 02:25 pm

હું ઇન્ડોનેશિયાના નાગરિકો, તમારા તમામનો અને ખાસ કરીને રાષ્ટ્રપતિ વિડોડોનો આભાર માનું છું જેમણે રમઝાનના આ પવિત્ર મહિનામાં મારું સ્વાગત કર્યું છે. આજે સવારે ઇન્ડોનેશિયાની વિવિધતાની ઝલક જોવા મળી. વિભિન્ન પોશાકમાં નાગરિકો અને બાળકોએ મારૂ સ્વાગત કર્યું. તેમણે મારા હૃદયની સ્પર્શી લીધું.

જકાર્તામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

May 30th, 02:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (30 મે, 2018) જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે આ સંબોધનમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વિશેષ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને આ અગાઉ નવી દિલ્હીમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીની યાદ અપાવી હતી, જેમાં ઇન્ડોનેશિયા સહિતના 10 આસિયાન દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નોંધ લીધી હતી કે વર્ષ 1950ની નવી દિલ્હીની પ્રજાસત્તાક દિનની પરેડમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન હતા તે કોઈ યોગાનુયોગ ન હતો.

ઇન્ડો-પેસિફિકમાં ભારત-ઇન્ડોનેશિયા દરિયાઇ સહયોગનો સહભાગી દ્રષ્ટિકોણ

May 30th, 02:20 pm

29-30 મે, 2018ના રોજ ભારતના પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોકો વિડોડો અને મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડો-પેસિફિક દરિયાઇ સહયોગ પર બંને દેશોના સહભાગી દ્રષ્ટિકોણ અંગે ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વિડોડોએ નોખા પ્રકારના પતંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું

May 30th, 01:18 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ એક ખાસ પ્રકારના પતંગ પ્રદર્શનનું જકાર્તામાં ઉદ્ઘાટન કર્યું હતું. અહીં પ્રદર્શિત કરવામાં આવેલા પતંગો રામાયણ અને મહાભારતના પ્રસંગો પર આધારિત હતા.

વડાપ્રધાન મોદીએ ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ સાથે ફળદ્રુપ ચર્ચા હાથ ધરી

May 30th, 11:01 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં મર્ડેકા પેલેસ ખાતે ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી. તેમની મુલાકાત દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં ભારત-ઇન્ડોનેશિયા સહકારને વધારવાના માર્ગો પર વિચાર-વિમર્શ કરવા અંગે ચર્ચા હાથ ધરાઈ હતી.

ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

May 30th, 10:50 am

આ મહાન અને સુંદર દેશનો આ મારો પ્રથમ પ્રવાસ છે. હું સૌ પ્રથમ તો આ પ્રવાસ માટેની શાનદાર વ્યવસ્થા અને ઉષ્માસભર આતિથ્ય સત્કાર બદલ રાષ્ટ્રપતિ વિડોડોને માટે આભારની લાગણી વ્યક્ત કરૂ છું.

વડાપ્રધાન મોદીએ જકાર્તામાં કાલીબાતા નેશનલ હિરોઝ કેમેટ્રી ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો

May 30th, 09:06 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાની આઝાદીની ચળવળના શહીદોને કાલીબાતા નેશનલ હિરોઝ કેમેટ્રી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જકાર્તા, ઇન્ડોનેશિયા આવી પહોંચતા વડાપ્રધાન મોદી

May 29th, 06:45 pm

પોતાની ત્રણ રાષ્ટ્રોની યાત્રાની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાર્તા, ઇન્ડોનેશિયા આવી પહોંચ્યા હતા. તેઓ રાષ્ટ્રપતિ જોકો વિડોડોને મળશે અને ભારત-ઇન્ડોનેશિયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા હાથ ધરશે. વડાપ્રધાન તેમની યાત્રા દરમ્યાન ઇન્ડોનેશિયાના ભારતીય સમાજ સાથે પણ વાર્તાલાપ કરશે.