બિહારના જમુઈમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
November 15th, 11:20 am
બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, બિહારના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જુઆલ ઓરાઓનજી, જીતન રામ માંઝીજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, દુર્ગાદાસ ઉઇકેજી અને અમે ભાગ્યશાળી છીએ કે બિરસા મુંડાજીના પરિવારના વંશજો આજે આપણી વચ્ચે છે, આમ તો આજે અહીં એક મોટી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારના અન્ય તમામ સભ્યો પૂજામાં વ્યસ્ત છે, છતાં બુદ્ધરામ મુંડાજી આપણી વચ્ચે આવ્યા, એ જ રીતે અમે ભાગ્યશાળી છીએ કે સિદ્ધુ કાન્હુજીના વંશજ મંડલ મુર્મુજી પણ આપણી સાથે છે અને મારા માટે ખુશીની વાત છે કે આજે જો હું કહું કે આપણા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આજે જો કોઈ વરિષ્ઠ નેતા છે તો તે આપણા કરિયા મુંડાજી છે. એક સમયે લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને આજે પણ તેઓ લોકોને માર્ગદર્શન આપે છે. અને જેમ કે આપણા જુઆલ ઓરાઓનજીએ કહ્યું કે તે મારા માટે પિતા સમાન છે. આવા વરિષ્ઠ કરિયા મુંડાજી આજે ખાસ કરીને ઝારખંડથી અહીં આવ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી, મારા મિત્ર ભાઈ વિજય કુમાર સિંહાજી, ભાઈ સમ્રાટ ચૌધરીજી, બિહાર સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ, દેશના ખૂણે ખૂણેથી આવેલા તમામ મહાનુભાવો અને જમુઈના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસના અવસરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીની શરૂઆત કરી
November 15th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો તથા બિહારનાં જમુઇમાં આશરે રૂ. 6,640 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ઉદઘાટન કર્યું હતું.Congress does not have development roadmap for Madhya Pradesh: PM Modi
November 09th, 11:26 am
The political landscape in Madhya Pradesh is buzzing as Prime Minister Narendra Modi takes centre-stage ahead of the assembly election. Today, the PM addressed a huge public gathering in Satna. PM Modi said, “Your one vote has done such wonders that the courage of the country’s enemies has shattered. Your one vote is going to form the BJP government here again. Your one vote will strengthen Modi in Delhi.”PM Modi addresses public meetings in Madhya Pradesh’s Satna, Chhatarpur & Neemuch
November 09th, 11:00 am
The political landscape in Madhya Pradesh is buzzing as Prime Minister Narendra Modi takes centre-stage with his numerous campaign rallies ahead of the assembly election. Today, the PM addressed huge public gatherings in Satna, Chhatarpur & Neemuch. PM Modi said, “Your one vote has done such wonders that the courage of the country’s enemies has shattered. Your one vote is going to form the BJP government here again. Your one vote will strengthen Modi in Delhi.”Congress Party only believes in Nepotism, Political Favoritism,.Family Rule: PM Modi in Madhya Pradesh
November 05th, 12:00 pm
Ahead of the Assembly Election in the state of Madhya Pradesh, PM Modi addressed a public rally in Seoni, Madhya Pradesh. PM Modi said, “BJP Government in MP symbolizes continuity in good governance & development”.PM Modi addresses a public rally in Seoni & Khandwa, Madhya Pradesh
November 05th, 11:12 am
Ahead of the Assembly Election in the state of Madhya Pradesh, PM Modi addressed two public meetings in Seoni and Khandwa. PM Modi said, “BJP Government in MP symbolizes continuity in good governance & development”.મધ્યપ્રદેશના જબલપુરમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 03:31 pm
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ભાઈ શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા તમામ સાથીદારો, મ.પ્ર. સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મંચ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં આવેલી મહિલાઓ અને સજ્જનો! અમને આશીર્વાદ આપો.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના જબલપુરમાં રૂપિયા 12,600 કરોડથી વધુ મૂલ્યની રાષ્ટ્ર વિકાસની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને લોકાર્પણ કર્યું
October 05th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના જબલપુરમાં રૂપિયા 12,600 કરોડ કરતાં વધુ મૂલ્યની માર્ગ, રેલવે, ગેસ પાઇપલાઇન, આવાસ અને પીવાના શુદ્ધ પાણી જેવા વિવિધ ક્ષેત્રોને લગતી રાષ્ટ્ર વિકાસની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને જે કાર્યો પૂર્ણ થઇ ગયા હોય તેનું લોકાર્પણ કર્યું હતું. શ્રી મોદીએ રાણી દુર્ગાવતીની 500મી જન્મ શતાબ્દી પ્રસંગની ઉજવણીના અનુસંધાનમાં જબલપુર ખાતે ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’નું ‘ભૂમિપૂજન’ કર્યું હતું. આ પરિયોજનામાં ઇન્દોરમાં લાઇટ હાઉસ પરિયોજના અતંર્ગત બાંધવામાં આવેલા 1000 કરતાં વધુ ઘરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, મંડલા, જબલપુર અને ડિંડોરી જિલ્લામાં બહુવિધ જલ જીવન મિશન પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને સિવની જિલ્લામાં જલ જીવન મિશન પરિયોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ મધ્યપ્રદેશમાં માર્ગ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 4800 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ, રૂ. 1850 કરોડથી વધુની કિંમતની રેલ યોજનાઓનું લોકાર્પણ, વિજયપુર - ઔરૈયા-ફુલપુર પાઇપલાઇન પરિયોજના અને જબલપુરમાં એક નવો બોટલિંગ પ્લાન્ટ, તેમજ મુંબઇ નાગપુર ઝારસુગુડા પાઇપલાઇન પરિયોજનાના નાગપુર જબલપુર વિભાગ (317 કિમી)ના શિલાન્યાસનો પણ સમાવેશ થાય છે.પ્રધાનેમંત્રીએ પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી
June 27th, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ખાતે પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પાંચ વંદે ભારત ટ્રેનો છે ભોપાલ (રાણી કમલાપતિ) - ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ; ભોપાલ (રાણી કમલાપતિ) - જબલપુર વંદે ભારત એક્સપ્રેસ; રાંચી - પટના વંદે ભારત એક્સપ્રેસ; ધારવાડ - બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને ગોવા (મડગાંવ) - મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ.પ્રધાનમંત્રી શ્રીએ જબલપુરમાં પ્રાચીન વાવના પુનરુત્થાનની પ્રશંસા કરી
June 02nd, 08:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જબલપુરમાં જળ સંરક્ષણ માટેના સ્થાનિક પ્રયાસોની પ્રશંસા કરી છે અને જબલપુરમાં પ્રાચીન વાવને પુનઃજીવિત કરવા માટે નાગરિકોની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન તરફ લોકોના પ્રયાસોની પ્રશંસા કરી
April 24th, 10:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન તરફ લોકોના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન માટે લોકોનું શ્રમદાન ખૂબ જ પ્રશંસનીય છે. શ્રી મોદી જબલપુરના સાંસદ શ્રી રાકેશ સિંહના ટ્વીટ થ્રેડનો જવાબ આપી રહ્યા હતા જેમાં સંસદ સભ્ય શ્રી સિંહે માહિતી આપી છે કે તેમણે સંગ્રામ સાગરની આસપાસના સુંદરીકરણ માટે જનપ્રતિનિધિઓ, જબલપુર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે સંગ્રામ સાગરનું નિરીક્ષણ કર્યું છે.પ્રધાનમંત્રી શ્રીએ એમપીના જબલપુરની એક હોસ્પિટલમાં આગને કારણે થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો
August 01st, 08:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના જબલપુરમાં એક હોસ્પિટલમાં લાગેલી આગને કારણે થયેલી જાનહાનિ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.