ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી 2024માં ઈન્ડસ્ટ્રીના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
October 15th, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (આઇટીયુ-ડબલ્યુટીએસએ) 2024 દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની 8મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. ડબલ્યુટીએસએ (WTSA) એ આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન, યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર ડિજિટલ ટેકનોલોજીસના સ્ટાન્ડર્ડાઇઝેશન કાર્ય માટેની ગવર્નિંગ કોન્ફરન્સ છે, જે દર ચાર વર્ષે આયોજિત થાય છે. ભારત અને એશિયા-પેસિફિકમાં પહેલીવાર આઇટીયુ-ડબલ્યુટીએસએનું આયોજન થઇ રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઇવેન્ટ છે, જેણે ટેલિકોમ, ડિજિટલ અને આઇસીટી ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 190થી વધારે દેશોના 3,000થી વધારે ઉદ્યોગજગતના અગ્રણીઓ, નીતિઘડવૈયાઓ અને ટેક નિષ્ણાતોને એકમંચ પર લાવ્યા છે.આઇટીયુ વર્લ્ડ ટેલિકૉમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 15th, 10:05 am
મંત્રીમંડળમાં મારા સહયોગી જ્યોતિરાદિત્ય સિંધિયા જી, ચંદ્રશેખર જી, આઈટીયુના મહાસચિવ, વિવિધ દેશોના મંત્રીઓ, ભારતના વિવિધ રાજ્યોના તમામ મંત્રીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, ટેલિકોમ નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સની દુનિયાના મારા પ્રિય યુવાનો, દેશના અન્ય મહાનુભાવો. દેશ-દુનિયામાંથી આવેલા મહાનુભવો, દેવીઓ અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આઇટીયુ વર્લ્ડ ટેલિકૉમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024નું ઉદઘાટન કર્યું
October 15th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન - વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કર્યું. શ્રી મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.