ગુવાહાટી ખાતે વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
February 04th, 12:00 pm
આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાજી, મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાજી, મંત્રીમંડળના મારા સહકર્મીઓ સર્બાનંદ સોનોવાલજી, રામેશ્વર તેલીજી, આસામ સરકારના મંત્રીગણ, સાંસદો અને ધારાસભ્યો, વિવિધ પરિષદોના વડાઓ અને મારા વ્હાલા ભાઇઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ આસામનાં ગુવાહાટીમાં રૂ. 11,000 કરોડનાં મૂલ્યનાં વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
February 04th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં રૂ. 11,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. ગુવાહાટીમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાં રમતગમત અને તબીબી માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રીએ તેમના તાજેતરના એરપોર્ટ સંબંધિત કાર્યક્રમોની ઝલક શેર કરી
April 12th, 07:24 pm
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: “અમે ઉચ્ચ ગુણવત્તાવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જે મહત્વ આપીએ છીએ તેના ઘણા અભિવ્યક્તિઓમાંની એક. છેલ્લા કેટલાક મહિનામાં હું ગોવા, બેંગલુરુ, ચેન્નાઈ, ઈટાનગર અને શિવમોગામાં એરપોર્ટ સંબંધિત કાર્યક્રમોમાં જોડાયો છું. આ રહી કેટલીક ઝલક.”ટેક્નોલોજી જીવન પર સકારાત્મક અસર કરી રહી છે અને નાગરિકોને સશક્ત બનાવી રહી છે: પ્રધાનમંત્રી
March 06th, 09:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ટેક્નોલોજી જીવન પર સકારાત્મક અસર કરી રહી છે અને નાગરિકોને સશક્ત કરી રહી છે. શ્રી મોદી રાજ્યસભાના સભ્ય શ્રી નબામ રેબિયાના એક ટ્વિટનો જવાબ આપી રહ્યા હતા, જેમાં શ્રી રેબિયાએ જણાવ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયાની શરૂઆત પહેલા અરુણાચલ પ્રદેશના શેરગાંવ ગામમાં માત્ર એક જ મોબાઈલ સેવા પ્રદાતા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે હવે 3 મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર છે.પ્રધાનમંત્રી 19મી નવેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
November 17th, 03:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર, 2022ના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:30 વાગ્યે ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદઘાટન કરશે અને 600 મેગાવૉટના કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશનાં વારાણસી પહોંચશે, જ્યાં તેઓ બપોરે લગભગ 2 વાગ્યે 'કાશી તમિલ સંગમમ'નું ઉદ્ઘાટન કરશે.Arunachal Pradesh is India's pride: PM Narendra Modi in Itanagar
February 09th, 12:21 pm
Launching multiple development initiatives in Arunachal Pradesh, PM Modi said, “Arunachal Pradesh is India's pride. It is India's gateway and I assure the people of the region that the NDA Government will not only ensure its safety and security but also fast-track development in the region.” Stating ‘Sabka Saath, Sabka Vikas’ to be the Government’s guiding mantra, PM Modi said that in the last four and half years, no stone was left unturned for development of the Northeast region.પ્રધાનમંત્રીએ ઇટાનગરની મુલાકાત લીધી, તેમણે કહ્યું નવા ભારતનું નિર્માણ ત્યારે જ થઇ શકે જ્યારે પૂર્વોત્તરનો વિકાસ થાય
February 09th, 12:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશ, આસામ અને ત્રિપુરાની મુલાકાતના ભાગ રૂપે ઇટાનગરની મુલાકાત લીધી હતી. તેમણે ઇટાનગર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને સેલા સુરંગનો શિલાન્યાસ કર્યો. તેમણે દૂરદર્શન અરુણપ્રભા ચેનલનો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે રાજ્યમાં ઇટાનગરમાં આઈજી પાર્ક ખાતેથી અનેકવિધ વિકાસ પરિયોજનાઓનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ત્યાં લાયન લૂમનું નિરીક્ષણ પણ કર્યું હતું.પ્રધાનમંત્રી આવતીકાલે ગુવાહાટી, ઇટાનગર અને અગરતલાની મુલાકાત લેશે
February 08th, 11:51 am
પ્રધાનમંત્રી આવતીકાલે ગુવાહાટી, ઇટાનગર અને અગરતલાની મુલાકાત લેશે. તેઓ ઇટાનગર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે અને સેલા ટનલ અને પૂર્વોત્તર ગેસ ગ્રીડનો શિલાન્યાસ કરશે. તેઓ દૂરદર્શન અરુણપ્રભા ચેનલ અને ગાર્જી બેલોનિયા રેલવે લાઈનનું પણ ઉદઘાટન કરશે. તેઓ ત્રણેય રાજ્યોમાં અનેકવિધ વિકાસ કાર્યોનું અનાવરણ પણ કરશે.અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં 15.02.2018ના રોજ બહુવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
February 15th, 12:38 pm
જ્યારે હિન્દુસ્તાનને ઉગતા સુરજ તરફ જોવું હોય છે, સૂર્યોદયને જોવો હોય છે, તો સમગ્ર ભારતને પોતાનું મુખ સૌથી પહેલા અરૂણાચલની તરફ ફેરવવું પડે છે. આપણો આખો દેશ સવા સો કરોડ દેશવાસીને – સૂર્યોદયનાં દર્શન કરવા હોય તો અરૂણાચલની તરફ નજર કર્યા વિના થઇ જ શકતા નથી અને જે અરૂણાચલમાંથી અંધકાર દુર થાય છે, પ્રકાશ ફેલાય છે, આવનારા દિવસોમાં પણ અહિયાં વિકાસનો એવો પ્રકાશ ફેલાશે કે જે ભારતને રોશન કરવા માટે કામમાં આવશે.પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશની મુલાકાતે, ઇટાનગરમાં કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું
February 15th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે ઇટાનગરમાં આયોજીત એક સમારંભમાં દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટર સભાગૃહ, પરિષદ હોલ અને પ્રદર્શન હોલ ધરાવે છે.પ્રધાનમંત્રી મોદી આવતીકાલે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે
February 14th, 06:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે. અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ કન્વેન્શન સેન્ટર એક ઓડિટોરિયમ, પરિષદ હોલ અને પ્રદર્શન હોલ ધરાવે છે. તે ઇટાનગરનું મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે એવી અપેક્ષા છે.