શ્રીલા ભક્તિવેદાન્તા સ્વામી પ્રભુપાદજીની 125મી જન્મજયંતી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 01st, 04:31 pm
હરે કૃષ્ણ, આજના આ પાવન અવસરે આપણી સાથે જોડાયેલા ભારતના સંસ્કૃતિ મંત્રી શ્રીમાન જી કિશન રેડ્ડી, ઇસ્કોન બ્યૂરોના પ્રમુખ શ્રી ગોપાલ કૃષ્ણ ગોસ્વામીજી અને વિશ્વના અલગ અલગ દેશોમાંથી આપણી સાથે જોડાયેલા સાથીઓ અને કૃષ્ણ ભક્તગણ.પ્રધાનમંત્રીએ શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીની 125મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો
September 01st, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો હતો. કેન્દ્રીય સાંસ્કૃતિક, પર્યટન અને પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER) મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ભારતના યુવાનો કંઈક નવું અને મોટા પાયે કરવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
August 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.મન કી બાત 2.0ના 19મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.12.2020)
December 27th, 11:30 am
સાથીઓ, આપણે એ ભાવનાને જાળવી રાખવાની છે, બચાવીને રાખવાની છે અને વધારતા રહેવાની છે. મેં પહેલાં પણ કહ્યું છે, અને પાછું હું દેશવાસીઓને આગ્રહ કરું છું. તમે પણ એક યાદી બનાવો. દિવસભર આપણે જે ચીજવસ્તુઓ કામમાં લઈએ છીએ, તે બધી ચીજોનું વિશ્લેષણ કરી અને એ જુઓ કે જાણતા-અજાણતા કઈ વિદેશમાં બનેલી ચીજોએ આપણા જીવનમાં પ્રવેશ કરી લીધો છે. એક પ્રકારે, આપણને બંદી બનાવી લીધા છે. તેના ભારતમાં બનેલા વિકલ્પો વિશે જાણો, અને તે પણ નક્કી કરો કે હવેથી ભારતમાં બનેલા, ભારતના લોકોની મહેનત અને પરસેવાથી બનેલા ઉત્પાદનોનો આપણે ઉપયોગ કરીશું. તમે દર વર્ષે new year resolutions લ્યો છો, આ વખતે એક resolution પોતાના દેશ માટે પણ જરૂર લેવાનું છે.વિશ્વની સૌથી વિશાળ ભગવદ ગીતાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 05:11 pm
ઇસ્કોનના ચેરમેન પૂજ્ય ગોપાલ કૃષ્ણ મહારાજજી, મંત્રી મંડળના મારા સાથી શ્રી મહેશ શર્માજી, સંસદમાં મારા સહયોગી શ્રીમતી મીનાક્ષી લેખીજી, ઇસ્કોનના અન્ય મહત્વપૂર્ણ સદસ્યગણ અને અહિયાં ઉપસ્થિત દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ઇસ્કોનમાં ગીતા આરાધના મહોત્સવમાં ભાગ લીધો
February 26th, 05:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી સ્થિત ઇસ્કોન મંદિરનાં ગીતા આરાધના મહોત્સવ – ભારતનાં સાંસ્કૃતિક ગૌરવ કેન્દ્રમાં સામેલ થયા હતાં.