સૌભાગ્ય યોજના કરોડો ભારતીયોના જીવનને પ્રકાશીત કરશે અને ભારતના વિકાસની સફરને પાંખો આપશે: વડાપ્રધાન
September 25th, 08:34 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી સહજ બીજલી હર ઘર યોજના - સૌભાગ્ય ની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને છેલ્લા કેટલાક વર્ષોમાં હાથ ધરવામાં આવેલી પહેલ જેણે સમગ્ર દેશમાં લોકોના જીવનમાં બદલાવ લાવ્યો છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાનો શુભારંભ કરાવ્યો, દીનદયાળ ઊર્જા ભવન દેશને અર્પણ કર્યું
September 25th, 08:28 pm
આ સંદર્ભમાં તેમણે પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જે અંદાજે ચાર કરોડ કુટુંબોને વીજળીનું જોડાણ પ્રદાન કરશે, જેઓ અત્યારે વીજળીનું જોડાણ ધરાવતાં નથી. આ યોજના માટે રૂ. 16000 કરોડનો ખર્ચ થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબોને આ જોડાણો કોઈ પણ પ્રકારનાં ખર્ચ વિના પ્રદાન કરવામાં આવશે.