પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરનાં રોજ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં સહભાગીઓ સાથે વાતચીત કરશે
December 09th, 07:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બર, 2024નાં રોજ સાંજે 4:30 વાગ્યે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં ગ્રાન્ડ ફિનાલેમાં યુવાન ઈનોવેટર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં ૧૩૦૦ થી વધુ વિદ્યાર્થી ટીમો ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 06th, 12:31 pm
સ્વામિત્વ યોજનાથી જે આત્મવિશ્વાસ, જે ભરોસો ગામડાંમાં આવ્યો છે, તે લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પણ ચોખ્ખે ચોખ્ખો વર્તાઈ આવે છે. અને આજે હું અહીં જોઈ રહ્યો છું કે તમે મને વાંસની ખુરશીઓ તો દેખાડી પણ મારી નજર તો દૂર દૂર સુધી જનતા જનાર્દનમાં તેમનામાં ઉત્સાહ છે અને ઉમંગ છે, તેની ઉપર ટકેલી છે. જનતા જનાર્દનનો આટલો પ્રેમ, આટલા આશીર્વાદ મળી રહ્યા છે. તેમનું કેટલું ભલુ થયું હશે તેનો હું સારી રીતે અંદાજ બાંધી શકું છું. આ યોજના કેટલી તાકાત બનીને ઉભરી રહી છે તેનો અનુભવ મને જે સાથીઓ સાથે વાત કરવાની તક મળી તેમણે વિગતે બતાવ્યો છે. સ્વામિત્વ યોજના પછી લોકોને બેંકોમાંથી ધિરાણ મળવું વધુ આસાન બન્યું છે.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
October 06th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે યોજના અંતર્ગત 1,71,000 લાભાર્થીઓને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગ દરમિયાન કેન્દ્રિય મંત્રીઓ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, સંસદસભ્યો અને ધારાસભ્યો, લાભાર્થીઓ, ગામડાં, જિલ્લા અને રાજ્યસ્તરના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન પર્વ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 07th, 10:31 am
શિક્ષક પર્વના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ રહેલ કેબિનેટમાં મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રીમતી અન્નપૂર્ણા દેવી જી, ડૉ. સુભાષ સરકારજી, ડૉ. રાજકુમાર રંજન સિંહજી, દેશના જુદા જુદા રાજ્યોના આદરણીય શિક્ષણ મંત્રીગણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાને તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ ડૉ. કસ્તુરી રંગનજી, તેમની ટીમના તમામ આદરણીય સન્માનિત સભ્યગણ, સંપૂર્ણ દેશમાંથી અમારી સાથે ઉપસ્થિત તમામ વિદ્વાન આચાર્યગણ, શિક્ષકગણ અને વ્હાલા વિદ્યાર્થીઓ!પ્રધાનમંત્રીએ શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું, શિક્ષણ ક્ષેત્ર માટે સંખ્યાબંધ મહત્વપૂર્ણ પહેલોનો પણ પ્રારંભ કર્યો
September 07th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ધાટન પ્રસંગે સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોષ (મુકબધીરો માટે ઑડિયો અને ટેક્સ્ટ સંમિલિત સાંકેતિક ભાષા વીડિયો, જે અભ્યાસની યુનિવર્સિલ ડિઝાઇનને અનુરૂપ છે), ટોકિંગ બુક્સ (પ્રજ્ઞાચક્ષુઓ માટે ઑડિયો પુસ્તકો), CBSEનું શાળા ગુણવત્તા ખાતરી અને મૂલ્યાંકન માળખુ, NIPUN ભારત માટે NISHTHA શિક્ષકોનો તાલીમ કાર્યક્રમ અને વિદ્યાંજલી પોર્ટલ (શાળાના વિકાસ માટે શિક્ષણ સ્વયંસેવકો/ દાતાઓ/ CSR યોગદાન કરનારાઓ માટે સુવિધા)નો પણ પ્રારંભ કર્યો હતો.75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો
August 15th, 03:02 pm
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:38 am
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે
August 15th, 07:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ની 2021ની વાર્ષિક બેઠક ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 11th, 06:52 pm
ભારતની પ્રગતિને વેગ આપનારા ઉદ્યોગોના તમામ દિગ્ગજોને, સીઆઇઆઇના તમામ સદસ્યોને નમસ્કાર. કેન્દ્રીય મંત્રીમંડળના મારા વરિષ્ઠ સહયોગી ગણ, સીઆઈઆઈના પ્રમુખ શ્રી ટી વી નરેન્દ્રન જી, ઉદ્યોગના તમામ આગેવાનો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક દેશના રાજનાયકો, વિભિન્ન દેશોમાં નિયુક્ત ભારતના રાજદૂતો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ ભારતીય ઉદ્યોગ મહાસંઘ (સીઆઇઆઈ)ની વાર્ષિક સભા 2021ને સંબોધન કર્યું
August 11th, 04:30 pm
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સીઆઇઆઈની આ બેઠક 75મા આઝાદી દિવસ અગાઉ આઝાદી કા અમૃત મહોત્સવ વચ્ચે યોજાઈ રહી છે. તેમણે કહ્યું હતું , આ ભારતીય ઉદ્યોગ માટે નવા સંકલ્પો લેવા અને નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવાની મોટી તક છે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતની સફળતા માટેની મોટી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે. પ્રધાનમંત્રીએ મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા પ્રદર્શિત કરવા બદલ ભારતીય ઉદ્યોગજગતની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના મધ્ય પ્રદેશના લાભાર્થીઓ સાથે પરામર્શ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 07th, 10:55 am
મધ્ય પ્રદેશના રાજયપાલ અને મારા ખૂબ જૂના પરિચિત શ્રી મંગુભાઈ પટેલ કે જેમણે પોતાનું સમગ્ર જીવન આદિવાસીઓના કલ્યાણ માટે અને જનજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે વિતાવી દીધુ છે એવા મધ્ય પ્રદેશના રાજયપાલ શ્રીમાન મંગુભાઈ, મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજ સિંહ, રાજય સરકારના અન્ય તમામ મંત્રીગણ, સંસદગણ, ધારાસભ્ય સાથીઓ, અને મધ્ય પ્રદેશના અલગ અલગ ભાગમાંથી જોડાયેલા મારા તમામ બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
August 07th, 10:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આયોજના અંગે લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેથી રાજ્યમાંપાત્રતા ધરાવતી એકપણ વ્યક્તિ તેના લાભથી વંચિત ના રહી જાય. રાજ્ય દ્વારા7 ઑગસ્ટ 2021ના દિવસને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશમાંઅંદાજે 5 કરોડ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યાં છે.e-RUPI ડિજીટલ પેમેન્ટ સોલ્યુશનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 02nd, 04:52 pm
આજે આ મહત્વના કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જોડાયેલા તમામ રાજ્યપાલ મહોદયો, લેફ્ટેનન્ટ ગવર્નરો, કેન્દ્રના મંત્રી મંડળના મારા સાથીદારો, રિઝર્વ બેંકના ગવર્નર, રાજયોના મુખ્ય સચિવો, અલગ-અલગ ઔદ્યોગિક સંગઠનો સાથે જોડાયેલા સાથીઓ, સ્ટાર્ટઅપ, ફીનટેકની દુનિયા સાથે જોડાયેલ મારા યુવા સાથીદારો, બેંકોના વરિષ્ઠ અધિકારીઓ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ડિજિટલ ચૂકવણી ઉકેલ ઈ-રૂપિ(e-RUPI) નો આરંભ કર્યો
August 02nd, 04:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી એક વ્યક્તિ વિશિષ્ટ અને હેતુ વિશિષ્ટ ડિજિટલ ચૂકવણી ઉપાય ઈ-રૂપિ (e-RUPI)ની શરૂઆત કરી હતી. ઈ-રૂપિ એ ડિજિટલ ચૂકવણી માટેનું એક રોકડ રહિત અને સંપર્કરહિત સાધન છે.વિવાટેકની પાંચમી આવૃતિમાં પ્રધાનમંત્રીના મુખ્ય પ્રવચનનો મૂળપાઠ
June 16th, 04:00 pm
ઘણા યુવાનો ફ્રેન્ચ ઓપન ભારે ઉત્સાહ સાથે જોઈ રહયા છે. ભારતની ટેકનોલોજી કંપનીઓમાંની એક ઈન્ફોસિસે ટુર્નામેન્ટને ટેકનોલોજીકલ સહયોગ પૂરો પાડયો છે. સમાન પ્રકારે ભારતમાં સૌથી ઝડપી સુપર કોમ્પયુટરના નિર્માણમાં ફ્રેન્ચ કંપની એટોસ સંકળાયેલી છે. ફ્રાન્સની કેપજેમીની હોય કે ભારતની ટીસીએસ અને વિપ્રો, આપણી આઈટી પ્રતિભાઓ દુનિયાભરની કંપનીઓ અને નાગરિકોને સેવા પૂરી પાડી રહી છે.વિવાટેકની પાંચમી આવૃત્તિમાં પ્રધાનમંત્રીએ અધ્યક્ષીય પ્રવચન આપ્યું
June 16th, 03:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોફરન્સ દ્વારા વિવાટેકની પાંચમી આવૃત્તિમાં અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. 2016થી દર વર્ષે પેરિસમાં યોજાતી વિવાટેક યુરોપમાં સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ પૈકીની એક વિવાટેક 2021માં પ્રધાનમંત્રીને અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષીય પ્રવચન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.એઆઈયુની 95મી બેઠક અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 10:25 am
કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાતના રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી, દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકજી, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીજી, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહજી, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના ચેરમેન પ્રોફેસર ડી પી સિંહજી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર પ્રોફેસર અમી ઉપાધ્યાયજી, એસોસિએશન ઓફ ઈન્ડીયન યુનિવર્સિટિઝ- એઆઈયુના પ્રેસીડેન્ટ પ્રોફેસર તેજ પ્રતાપજી તથા ઉપસ્થિત તમામ મહાનુભવો અને સાથીઓ,એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારને પ્રધાનમંત્રીનું સંબોધન
April 14th, 10:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એસોસિયેશન ઑફ ઈન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદને આજે વીડિયો કૉન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું. તેમણે શ્રી કિશોર મકવાણા દ્વારા લિખિત બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર સંબંધી ચાર પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કર્યું હતું.શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400મી જન્મજયંતિ (પ્રકાશ પર્વ)ની ઉજવણી માટે ઉચ્ચ સ્તરીય સમિતિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 08th, 01:31 pm
કમિટીના દરેક સન્માનિત સદસ્યગણ, અને સાથીઓ!, ગુરુ તેગબહાદૂરજીના 400માં પ્રકાશ પર્વનો આ અવસર એક આધ્યાત્મિક સૌભાગ્ય પણ છે, અને એક રાષ્ટ્રીય કર્તવ્ય પણ છે. આમાં આપણે આપણું કંઈક યોગદાન આપી શકીએ, એ ગુરુકૃપા આપણાં સૌ પર થઈ છે. મને આનંદ છે કે આપણે સૌ દેશની સાથે નાગરિકોને સાથે લઈને આપણા આ પ્રયાસોને આગળ વધારી રહ્યા છીએ.શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400ની જન્મ જયંતિ (પ્રકાશ પર્વ) ઉજવવા પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય સમિતિની મીટિંગની અધ્યક્ષતા કરી
April 08th, 01:30 pm
શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400મી જન્મ જયંતિ (પ્રકાશ પર્વ) ઉજવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય સમિતિની મીટિંગની અધ્યક્ષતા કરી હતી. આ મીટિંગ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી યોજવામાં આવી હતી.