'હર ઘર તિરંગા અભિયાન' ત્રિરંગાની ગરિમાને જાળવી રાખવા માટે એક અનોખો તહેવાર બની ગયો છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
July 28th, 11:30 am
સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના અવસરે વાઘ સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી
July 29th, 02:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે વાઘ સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર વન્યપ્રાણી પ્રેમીઓને શુભેચ્છા પાઠવી
July 29th, 10:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વન્યપ્રાણી પ્રેમીઓને, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર વાઘ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહ ધરાવતા લોકોને શુભેચ્છા પાઠવી છે.