દિલ્હીના લાલ કિલ્લા ખાતે ઇન્ડિયા આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન દ્વિવાર્ષિક 2023નાં ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 08th, 06:00 pm

દરેક રાષ્ટ્રનાં પોતાનાં પ્રતીકો હોય છે જે વિશ્વને તેના ભૂતકાળ અને તેનાં મૂલ્યોથી પરિચય કરાવે છે. અને, આ પ્રતીકોને ઘડવાનું કામ રાષ્ટ્રની કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય દ્વારા કરવામાં આવે છે. રાજધાની દિલ્હી તો આવાં ઘણાં પ્રતીકોનું કેન્દ્ર છે, જેમાં આપણને ભારતીય સ્થાપત્યની ભવ્યતાનાં દર્શન થાય છે.તેથી, દિલ્હીમાં આયોજિત થઈ રહેલા ‘ઈન્ડિયા આર્ટ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઈન દ્વિવાર્ષિક’નું આ આયોજન ઘણી રીતે ખાસ છે. હું હમણાં જ અહીં બનાવાયેલા પેવેલિયન્સને જોઈ રહ્યો હતો, અને હું તમારી ક્ષમા પણ માગું છું કે હું મોડો પણ એટલા માટે આવ્યો કારણ કે ત્યાં ઘણી બધી એક એકથી ચઢિયારી જોવા અને સમજવા જેવી બાબતો છે કે મને આવવામાં મોડું થયું, અને તેમ છતાં મારે 2-3 જગ્યાઓ તો છોડવી પડી.આ પેવેલિયનમાં રંગો પણ છે અને સર્જનાત્મકતા પણ છે. તેમાં સંસ્કૃતિ પણ છે અને સમુદાયનું જોડાણ પણ છે. હું આ સફળ શરૂઆત માટે સંસ્કૃતિ મંત્રાલય, તેના તમામ અધિકારીઓ, તમામ સહભાગી દેશો અને તમને બધાને અભિનંદન આપું છું. આપણે ત્યાં કહેવાય છે કે પુસ્તક જે છે તે દુનિયાને જોવા માટે એક નાની બારી તરીકે શરૂ કરે છે. હું માનું છું કે કલા એ માનવ મનની અંદરનીયાત્રાનો મહામાર્ગ છે.

પ્રધાનમંત્રીએ દિલ્હીનાં લાલ કિલ્લામાં પ્રથમ ભારતીય આર્ટ્, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન બિએનેલ 2023નું ઉદઘાટન કર્યું

December 08th, 05:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પર આયોજિત પ્રથમ ભારતીય કળા, સ્થાપત્ય અને ડિઝાઇન બિએનેલ (આઇએએડીબી) 2023નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પર 'અમીર ભારત સેન્ટર ફોર ડિઝાઇન'નું ઉદઘાટન કર્યું હતું અને વિદ્યાર્થી બિએનેલ-સમુન્નાતીનું ઉદઘાટન કર્યું હતું. તેમણે એક સ્મારક સ્ટેમ્પ પણ લોન્ચ કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનનો એક તબક્કો પણ લીધો હતો. ઇન્ડિયન આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન બિએનેલ (આઇએએડીબી) દિલ્હીમાં કલ્ચરલ સ્પેસના પરિચય તરીકે કામ કરશે.

પ્રધાનમંત્રી 8મી ડિસેમ્બરે પ્રથમ ભારતીય કલા, આર્કિટેક્ચર અને ડિઝાઇન બિએનાલે 2023નું ઉદ્ઘાટન કરશે

December 07th, 02:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી ડિસેમ્બર, 2023ના રોજ બપોરે લગભગ 4 વાગ્યે લાલ કિલ્લા ખાતે આયોજિત પ્રથમ ભારતીય કલા, આર્કિટેક્ચર અને ડિઝાઇન બિએનનેલ (IAADB) 2023નું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી લાલ કિલ્લા ખાતે આત્મનિર્ભર ભારત સેન્ટર ફોર ડિઝાઈન અને વિદ્યાર્થી બિએનાલે-સમુન્નતીનું પણ ઉદ્ઘાટન કરશે.

લોકોએ 'મન કી બાત' માટે જે સ્નેહ દર્શાવ્યો છે તે અભૂતપૂર્વ છેઃ પીએમ મોદી

May 28th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર, આપ સહુનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ વખતે ‘મન કી બાત’નો આ હપ્તો બીજી સદીનો પ્રારંભ છે. ગત મહિને આપણે બધાંએ તેની વિશેષ સદીની ઉજવણી કરી હતી. તમારી ભાગીદારી જ આ કાર્યક્રમની સૌથી મોટી શક્તિ છે. ૧૦૦મા હપ્તાના પ્રસારણના સમયે, એક રીતે, સમગ્ર દેશ એક સૂત્રમાં બંધાઈ ગયો હતો. આપણાં સફાઈ કર્મચારી ભાઈ-બહેન હોય કે પછી અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો, ‘મન કી બાત’એ બધાંને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તમે બધાંએ જે આત્મીયતા અને સ્નેહ ‘મન કી બાત’ માટે દર્શાવ્યો છે, તે અભૂતપૂર્વ છે, ભાવુક કરી દેનારો છે. જ્યારે ‘મન કી બાત’નું પ્રસારણ થયું તો તે સમયે દુનિયાના અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ ટાઇમ-ઝૉનમાં ક્યાંક સાંજ પડી રહી હતી તો ક્યાંક મોડી રાત હતી, તેમ છતાં, મોટી સંખ્યામાં લોકોએ ૧૦૦મા હપ્તાને સાંભળવા માટે સમય કાઢ્યો. મેં હજારો કિમી દૂર ન્યૂઝીલન્ડનો તે વિડિયો પણ જોયો જેમાં ૧૦૦ વર્ષનાં એક બા પોતાના આશીર્વાદ આપી રહ્યાં છે. ‘મન કી બાત’ સંદર્ભે દેશ-વિદેશના લોકોએ પોતાના વિચારો રાખ્યા છે. ઘણા બધા લોકોએ Constructive Analysis પણ કર્યું છે. લોકોએ એ વાતની પ્રશંસા કરી કે ‘મન કી બાત’માં દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓની જ ચર્ચા થાય છે. હું ફરી એક વાર આપ સહુને આ આશીર્વાદ માટે પૂરા આદર સાથે ધન્યવાદ આપું છું.

પ્રધાનમંત્રી શ્રી 18મી મેના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કરશે

May 16th, 06:56 pm

ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનું આયોજન 47મા ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે (IMD)ની ઉજવણી માટે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની IMD થીમ 'મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઇંગ' છે. મ્યુઝિયમ એક્સ્પો મ્યુઝિયમ પ્રોફેશનલ્સ સાથે મ્યુઝિયમો પર સર્વગ્રાહી વાર્તાલાપ શરૂ કરવા માટે રચાયેલ છે જેથી તેઓ ભારતના સાંસ્કૃતિક મુત્સદ્દીગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવતા સાંસ્કૃતિક કેન્દ્રો તરીકે વિકાસ કરી શકે.