ઈન્ટરનેશનલ એક્સ્પો-2023ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 18th, 11:00 am
કેબિનેટમાં મારા સહયોગી જી. કિશન રેડ્ડીજી, મીનાક્ષી લેખીજી, અર્જુન રામ મેઘવાલજી, લૂવર મ્યુઝિયમના ડાયરેક્ટર મેન્યુઅલ રાબેતેજી, વિશ્વના વિવિધ દેશોના મહેમાનો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો, આપ સૌને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે, મ્યુઝિયમ વિશ્વના દિગ્ગજ લોકો અહીં એકઠા થયા છે. આજનો પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું
May 18th, 10:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું. તેમણે નોર્થ અને સાઉથ બ્લોકમાં આગામી નેશનલ મ્યુઝિયમના વર્ચ્યુઅલ વોકથ્રુનું પણ ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ટેકનો મેળા, કન્ઝર્વેશન લેબ અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનોની પણ મુલાકાત લીધી હતી. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનું આયોજન 47મા ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની વર્ષની થીમ 'મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઈંગ' સાથે કરવામાં આવી રહ્યું છે.