એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 10th, 06:25 pm

આ એક સુખદ સંયોગ છે કે આ જ સ્થળે, આ જ સ્ટેડિયમમાં 1951માં પ્રથમ એશિયન ગેમ્સ યોજાઈ હતી. આજે આપે પણ અને આપ સૌ ખેલાડીઓએ, આપે જે પરાક્રમ કર્યું છે, જે પુરુષાઅર્થ કર્યો છે, જે પરિણામ આપ્યું છે, તેનાં કારણે દેશના દરેક ખૂણામાં એક ઉત્સવનું વાતાવરણ છે. 100 પારની મેડલ ટેલી માટે, તમે દિવસ-રાત એક કરી દીધી. એશિયન ગેમ્સમાં આપ સૌ ખેલાડીઓનાં પ્રદર્શનથી આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે.

પ્રધાનમંત્રીશ્રીએ એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી

October 10th, 06:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી હતી. તેમણે રમતવીરો સાથે વાતચીત પણ કરી હતી. ભારતે એશિયન ગેમ્સ 2022માં 28 સુવર્ણ ચંદ્રકો સહિત 107 મેડલ જીત્યા હતા, જે ખંડીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં જીતેલા મેડલની કુલ સંખ્યાના સંદર્ભમાં શ્રેષ્ઠ પ્રદર્શન બનાવે છે.

G20 યુનિવર્સિટી કનેક્ટની ફાઇનલમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

September 26th, 04:12 pm

દેશની વિવિધ વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, પ્રાધ્યાપકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મારા યુવા મિત્રો! આજે, ભારત મંડપમમાં ઉપસ્થિત હોય તેના કરતાં વધુ લોકો આપણી સાથે ઑનલાઇન માધ્યમથી જોડાયેલા છે. હું આ કાર્યક્રમ, G-20 યુનિવર્સિટી કનેક્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌ યુવાનોને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેને સંબોધન કર્યું

September 26th, 04:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્‌માં જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. જી20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ ભારતના યુવાનોમાં ભારતનાં જી20 પ્રમુખપદની સમજણનું નિર્માણ કરવા અને વિવિધ જી20 કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જી-20 ભારત પ્રેસિડેન્સીની ભવ્ય સફળતાઃ દૂરદર્શી નેતૃત્વ, સર્વસમાવેશક અભિગમ; ભારતનું જી-20 પ્રમુખપદ: વસુધૈવ કુટુમ્બકમ્‌; જી-20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામનો સંગ્રહ; અને જી-20 ખાતે ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન એમ 4 પ્રકાશનો પણ બહાર પાડ્યાં હતાં.

કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023 અને વારાણસીમાં અટલ આવાસ વિદ્યાલયના સમર્પણના સમાપન સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ.

September 23rd, 08:22 pm

બાબાના આશીર્વાદથી કાશીનું માન દરરોજ નવી ઉંચાઈએ પહોંચી રહ્યું છે. G-20 સમિટ દ્વારા ભારતે સમગ્ર વિશ્વમાં પોતાનો ઝંડો ઊંચક્યો છે, પરંતુ તેમાં કાશીની ચર્ચા વિશેષ છે. કાશીની સેવા, કાશીનો સ્વાદ, કાશીની સંસ્કૃતિ અને કાશીનું સંગીત... G-20 માટે કાશીમાં આવેલા દરેક મહેમાન તેને પોતાની યાદોમાં પોતાની સાથે લઈ ગયા છે. હું માનું છું કે G-20ની આ અદ્ભુત સફળતા મહાદેવના આશીર્વાદથી જ શક્ય બની છે.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023નાં સમાપન સમારંભને સંબોધન કર્યું

September 23rd, 04:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રુદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને કન્વેન્શન સેન્ટરમાં કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સમગ્ર ઉત્તરપ્રદેશમાં આશરે રૂ. 1115 કરોડનાં ખર્ચે નિર્મિત 16 અટલ આવાસીય વિદ્યાલયોનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ કાશી સંસદ ખેલ પ્રતિયોગિતાના રજિસ્ટ્રેશન માટે પોર્ટલ પણ લોંચ કર્યું હતું. તેમણે કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવના વિજેતાઓને ઇનામો પણ એનાયત કર્યા હતા. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ અગાઉ અટલ અવસિયા વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી.

વારાણસીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીના ભાષણનો ટેક્સ્ટ

September 23rd, 02:11 pm

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ જી, મંચ પર બેઠેલા યુપી સરકારના અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના ખેલ જગત સાથે સંકળાયેલા તમામ વરિષ્ઠ મહાનુભાવો અને મારા પ્રિય કાશીના પરિવારના સભ્યો. .

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો

September 23rd, 02:10 pm

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ફરી એક વખત વારાણસીની મુલાકાત લેવાની તક મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ શહેરનો આનંદ શબ્દોથી પર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગયા મહિનાની 23મી તારીખે જ્યાં ચંદ્રયાને ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું, એ ચંદ્રના શિવ શક્તિ પોઇન્ટ પર ભારત પહોંચ્યાનાં બરાબર એક મહિના પછી તેઓ એ જ દિવસે કાશીની મુલાકાત લઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિવ શક્તિનું એક સ્થળ ચંદ્ર પર છે, જ્યારે બીજું સ્થળ કાશીમાં છે, તેમણે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ દરેકને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રી 23મી સપ્ટેમ્બરે વારાણસીની મુલાકાત લેશે

September 21st, 10:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, 2023ના રોજ વારાણસીની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે, પ્રધાનમંત્રી રૂદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર પહોંચશે અને કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023ના સમાપન સમારોહમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન તેઓ સમગ્ર ઉત્તર પ્રદેશમાં બનેલા 16 અટલ આવાસ વિદ્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે.