પ્રધાનમંત્રીએ નાઈજીરિયાના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર વાતચીત કરી
November 17th, 06:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17-18 નવેમ્બર, 2024 સુધી નાઇજીરિયાની સત્તાવાર મુલાકાતે છે. તેમણે આજે અબુજામાં નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી બોલા અહમદ ટીનુબુ સાથે સત્તાવાર વાતચીત કરી હતી. સ્ટેટ હાઉસમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું 21 તોપોની સલામી સાથે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ મર્યાદિત બેઠક કરી હતી અને બાદમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ હતી. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ ટીનુબુ સાથેની તેમની ઉષ્માસભર બેઠકને યાદ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે બંને દેશો સહિયારા ભૂતકાળ, સમાન લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેનાં મજબૂત સંબંધો દ્વારા વ્યાખ્યાયિત મૈત્રીપૂર્ણનાં વિશેષ જોડાણનો આનંદ માણે છે. પ્રધાનમંત્રીએ દેશમાં તાજેતરમાં આવેલા પૂરને કારણે થયેલા વિનાશ માટે રાષ્ટ્રપતિ ટીનુબુને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ટીનુબુએ ભારત દ્વારા સમયસર રાહત સામગ્રી અને દવાઓમાં મદદ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.પ્રધાનમંત્રીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી
August 10th, 09:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ અને સુરક્ષાના કાર્ય સાથે સંકળાયેલા તમામ લોકોની પ્રશંસા કરી. શ્રી મોદીએ ફેબ્રુઆરી 2024માં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પર પ્રકાશ પાડ્યો હતો જે જાજરમાન મોટી બિલાડીઓના રક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. તેમણે તેના માટે વિશ્વભરમાંથી મળેલા પ્રોત્સાહક પ્રતિસાદ પર ખુશી વ્યક્ત કરી.મંત્રીમંડળે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (આઇબીસીએ)ની સ્થાપનાને મંજૂરી આપી
February 29th, 04:31 pm
વાઘ, અન્ય બિગ કેટ્સ અને તેની ઘણી લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણમાં ભારતની અગ્રણી ભૂમિકાને સ્વીકારીને પ્રધાનમંત્રીએ વૈશ્વિક વાઘ દિવસ, 2019નાં રોજ તેમનાં સંબોધન દરમિયાન એશિયામાં શિકાર પર અંકુશ લગાવવા માટે વૈશ્વિક નેતાઓનાં જોડાણની અપીલ કરી હતી. તેમણે 9 એપ્રિલ, 2023ના રોજ ભારતના પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની ઉજવણીના પ્રસંગે આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો અને ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ બિગ કેટ્સ અને લેન્ડસ્કેપ્સના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે. ભારતમાં વિકસિત થયેલી પથપ્રદર્શક અને લાંબા સમયથી ચાલતી વાઘ અને અન્ય બિગ કેટ્સની જાળવણીની સારી પદ્ધતિઓનું અન્ય ઘણાં દેશોમાં અનુકરણ થઈ શકે છે.કેન્યાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અખબારી નિવેદનનો મૂળપાઠ
December 05th, 01:33 pm
રાષ્ટ્રપતિ રૂટો અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં મને ઘણો આનંદ થાય છે.તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ સ્ટેટમેન્ટ
October 09th, 12:00 pm
સૌ પ્રથમ, હું ભારતમાં રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરું છું. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. પરંતુ તેઓ લાંબા સમયથી ભારત અને તેના લોકો સાથે જોડાયેલા છે. ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ અને પ્રતિબદ્ધતા અમને દરેક ક્ષેત્રમાં અમારા સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રેરણા આપે છે. G20માં કાયમી સભ્ય તરીકે આફ્રિકન યુનિયન જોડાયા પછી, પ્રથમ વખત અમને કોઈ પણ આફ્રિકન રાષ્ટ્રના વડાને ભારતમાં આવકારવાની તક મળી છે.15મી બ્રિક્સ સમિટમાં પીએમનું નિવેદન
August 23rd, 03:30 pm
જોહાનિસબર્ગના સુંદર શહેરમાં ફરી એક વખત આવવું એ મારા અને મારા પ્રતિનિધિમંડળ માટે ખૂબ જ આનંદની વાત છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે વિશ્વ આબોહવા સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે અમે માર્ગ બતાવ્યો છે અને પર્યાવરણ માટે જીવનશૈલી શરૂ કરી છે - મિશન લાઇફઇ પહેલ
August 15th, 05:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધન કરતા જણાવ્યું હતું કે અમે G20 સમિટ માટે એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્યનો ખ્યાલ રજૂ કર્યો છે અને અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. જેમ જેમ વિશ્વ આબોહવા સંકટ સાથે ઝઝૂમી રહ્યું છે, ત્યારે અમે માર્ગ બતાવ્યો છે અને પર્યાવરણ માટે જીવનશૈલી - મિશન લાઇફઇ પહેલ શરૂ કરી છે.વિશ્વ પર્યાવરણ દિવસ 2023 નિમિત્તે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
June 05th, 03:00 pm
આ ચેતના માત્ર દેશ પુરતી સીમિત નથી પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતની આ પહેલને લઈને સમર્થન વધી રહ્યું છે. ગયા વર્ષે પર્યાવરણ દિવસ પર, મેં વિશ્વ સમુદાયને બીજી વિનંતી કરી હતી. વિનંતી વ્યક્તિઓ અને સમુદાયોમાં આબોહવાને અનુકૂળ વર્તન પરિવર્તન લાવવા માટે નવીન ઉકેલો શેર કરવાની હતી.એવા ઉકેલો જે માપી શકાય, માપી શકાય તેવા ઉકેલો. તે ખૂબ જ આનંદની વાત છે કે વિશ્વના લગભગ 70 દેશોના હજારો સહકર્મીઓએ તેમના વિચારો રજૂ કર્યા. તેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, વ્યાવસાયિકો, એનજીઓ અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. આમાંના કેટલાક પ્રતિષ્ઠિત સાથીદારોના વિચારોને પણ થોડા સમય પહેલા પુરસ્કૃત કરવામાં આવ્યા છે. હું તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસનાં પ્રસંગે આયોજિત બેઠકને વીડિયો સંદેશ મારફતે સંબોધન કર્યું
June 05th, 02:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે આયોજિત એક બેઠકમાં વીડિયો સંદેશ આપ્યો હતો અને સંબોધન કર્યું હતું.