આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવ 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 11th, 04:40 pm
દરેક વ્યક્તિ તેમના કાર્યોથી, તેમની કવિતાઓથી, તેમની વિચારધારાથી અને તેમના જીવનથી પ્રભાવિત થતો જ હોય છે. તે વારાણસી સાથે પણ ઘનિષ્ટ નાતો ધરાવતા હતા, સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ કરવાનું મને સન્માન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં મને જાણવા મળ્યું કે તેમનો ગ્રંથ સમૂહ 16 વૉલ્યુમમાં પ્રસિધ્ધ થયો હતો. માત્ર 39 વર્ષના ટૂંકા જીવનમાં તેમણે ઘણું બધુ લખ્યું હતું, ઘણું બધુ કામ કર્યું હતું અને દરેક ક્ષેત્રે ઘણી બધી ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી હતી. તેમના લેખો આપણને ભવ્ય ભવિષ્ય તરફ દોરી જવા માટે પ્રકાશ પૂરો પાડે છે.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવ 2020માં સંબોધન કર્યું
December 11th, 04:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવ 2020માં સંબોધન કર્યું હતું અને ભરતિયારને તેમની જન્મજંયતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. આ મહોત્સવનું આયોજન વનવિલ સાંસ્કૃતિક કેન્દ્રના ઉપક્રમે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની 138મી જન્મજયંતિની ઉજવણી માટે કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ વિદ્વાન શ્રી સીની વિશ્વનાથનને આ વર્ષે ભારતી પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.