દરેક વ્યક્તિ મહત્ત્વની છે: મન કી બાત દરમિયાન PM મોદી
April 30th, 11:32 am
આજે પોતાની મન કી બાત કરતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રેડ બીકનને લીધે દેશમાં VIP સંસ્કૃતિ ફૂલીફાલી હતી. PMએ ઉમેર્યું હતું કે, “જ્યારે આપણે ન્યુ ઇન્ડિયાની વાત કરીએ છીએ ત્યારે VIPના સ્થાને EPI વધારે મહત્ત્વનો છે. EPIનો મતલબ એવરી પર્સન ઈઝ ઈમ્પોર્ટન્ટ.” PMએ આગ્રહ કર્યો હતો કે લોકો પોતાના વેકેશનનો ઉપયોગ નવા અનુભવો પામીને, નવું કૌશલ્ય પ્રાપ્ત કરીને અને નવી જગ્યાઓ પર જઈને કરે. તેમણે ઉનાળાની લંબાઈ, BHIM એપ તેમજ ભારતની સમૃધ્ધ વિવિધતા પર પણ લંબાણપૂર્વક વાતો કરી હતી."ભારતે સુશાસન, અહિંસા અને સત્યાગ્રહનો સંદેશ આપ્યો: PM"
April 29th, 01:13 pm
બાસવ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં સંબોધન કરતા PM મોદીએ જણાવ્યું હતું કે ભારતનો ઈતિહાસ એ માત્ર પરાજયો, ગરીબી અને સંસ્થાનવાદ જ નથી પરંતુ તેણે સુશાસન, અહિંસા અને સત્યાગ્રહનો સંદેશ પણ આપ્યો છે. તેમણે એ બાબતનો આશાવાદ દર્શાવ્યો હતો કે મુસ્લિમ સમાજમાંથી જ સુધારાવાદીઓ ઉભા થશે અને તેઓ કેટલીક મુસ્લિમ મહિલાઓના ટ્રીપલ તલાકને લીધે ઉભા થતા દુઃખોનો અંત આણશે. તેમણે મુસ્લિમ સમાજને આ વિષય રાજકારણના ચશ્માંથી ન જોવાની વિનંતી કરી હતી.PM મોદીએ આંતરરાષ્ટ્રીય બાસવ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
April 29th, 01:08 pm
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાસવ જયંતિ 2017 અને બાસવ સમિતિની સુવર્ણ જયંતિ ઉજવણી પ્રસંગે એક સંમેલનને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે PM મોદીએ ભારતનાસંતો અને મહંતોના સમૃધ્ધ ઈતિહાસ અંગે વાત કરી હતી જેણે સામાજીક બદલાવ અને પરિવર્તન માટે સમયાંતરે શોધ કરી હતી.