કેબિનેટે અયોધ્યા એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે મંજૂરી આપી અને તેને “મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ” નામ આપ્યું
January 05th, 08:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અયોધ્યા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઘોષિત કરવા અને તેને “મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ” નામ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.ગુજરાતનાં સુરત ખાતે સુરત ડાયમંડ બુર્સનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
December 17th, 12:00 pm
સુરત એટલે હુરત, સુરત પાસે ઈતિહાસનો અનુભવ, વર્તમાનમાં ગતિ અને ભવિષ્યની દૂરંદેશી, તેનું નામ છે સુરત. અને આ આમારું સુરત છે કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં! (એવાં કામમાં ક્યારેય કોઈ કસર છોડતું નથી. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પરંતુ તે ખાણી-પીણીની દુકાન પર અડધો કલાક લાઈનમાં ઊભા રહેવાની ધીરજ ધરાવે છે. ભારે વરસાદ પડ્યો હોય અને ઢીંચણ સમાણાં પાણી હોય, પણ ભજિયાની લારીએ જવાનું એટલે જવાનું. શરદ પૂર્ણિમા, ચંડી પડવા પર, આખું વિશ્વ ધાબા પર જાય, અને આ મારો સુરતી ફૂટપાથ પર પરિવાર સાથે ઘારી (મીઠાઈ) ખાતો હોય. અને મોજી એવો થાય કે સાહેબ નજીકમાં ક્યાંય જતા નથી, પણ આખી દુનિયા ફરે છે. મને યાદ છે 40-45 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ ગયા ત્યારે હું સૌરાષ્ટ્રના અમારા જૂના મિત્રને પૂછતો હતો કે તમે સૌરાષ્ટ્ર છોડીને સુરત આવ્યા છો તો તમને કેવું લાગે છે? તે કહેતા કે આપણા સુરતમાં અને આપણા કાઠિયાવાડમાં ઘણો ફરક છે. હું 40-45 વર્ષ પહેલાની વાત કરું છું. હું પૂછતો કે શું? તો એ કહેતા કે આપણા કાઠિયાવાડમાં મોટરસાયકલ સામસામે અથડાય તો તલવાર કાઢવાની વાત થાય છે, પણ સુરતમાં મોટરસાયકલ અથડાય તો તરત જ કહે, જુઓ ભાઈ, ભૂલ તારી પણ છે અને મારી પણ છે. પણ, હવે છોડી દો, આટલો ફરક છે.પ્રધાનમંત્રીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું
December 17th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં સુરતમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રીએ પંચતત્વ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી, સુરત ડાયમંડ બુર્સ અને સ્પાઇન-4ની ગ્રીન બિલ્ડિંગ નિહાળી હતી તથા મુલાકાતી બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. દિવસની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન પણ કર્યું હતું.મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી
December 15th, 09:20 pm
સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ - ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. આ વ્યૂહાત્મક પગલું અભૂતપૂર્વ આર્થિક સંભવિતતાને અનલોક કરવાનું વચન આપે છે, જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપશે.