ગુજરાતના દાહોદમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના શુભારંભ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 20th, 09:49 pm
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, આ દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, મંત્રી પરિષદનાં સાથી દર્શનાબેન જરદોશ, સંસદમાં મારા વરિષ્ઠ સાથીદાર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રીમાન સી. આર. પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, અને મોટી સંખ્યામાં અહીં પધારેલા મારા વહાલા આદિવાસી ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના દાહોદ અને પંચમહાલમાં રૂપિયા 22000 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
April 20th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે દાહોદમાં આદિજાતિ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે રૂપિયા 22000 કરોડના મૂલ્યની વિકાસની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ અહીં રૂપિયા 1400 કરોડના મૂલ્યની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે લગભગ રૂપિયા 840 કરોડના ખર્ચે નર્મદા બેઝીન પર બાંધવામાં આવેલી દાહોદ જિલ્લા દક્ષિણી વિસ્તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આનાથી દાહોદ જિલ્લાના અંદાજે 280 ગામડાં અને દેવગઢ બારિયા શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે પાણી પુરવઠો પહોંડાચી શકાશે. પ્રધાનમંત્રીએ લગભગ રૂ. 335 કરોડની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પરિયોજનાઓમાં એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ભવન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, ગટરના કામો, ઘન કચરાના વ્યવસ્થાપનનું તંત્ર અને વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલી સામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, પંચમહાલ અને દાહોદ જિલ્લાના 10,000 આદિવાસીઓને રૂપિયા 120 કરોડના લાભો આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ 66 KVના ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ગૃહો, આંગણવાડીઓ વગેરેનું પણ ઉદ્ઘાટન કર્યું.પ્રધાનમંત્રી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે આવશે
April 16th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.