સરકારે નિકાસકારો તેમજ બેંકોને સહકાર આપવા માટે 5 વર્ષમાં ECGC લિમિટેડમાં રૂ. 4,400 કરોડના રોકાણને મંજૂરી આપી
September 29th, 04:18 pm
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં સરકારે નિકાસ ક્ષેત્રને વધારે વેગવાન બનાવવા માટે સંખ્યાબંધ પગલાં લીધા છે. આ પ્રયાસોને આગળ ધપાવતા સરકારે આજે, ECGC લિમિટેડ (અગાઉ ભારતીય નિકાસ ધીરાણ બાંયધરી નિગમ લિમિટેડ તરીકે ઓળખાતી હતી)માં વધુ રૂપિયા 4,400 કરોડના મૂડી ઉમેરાની મંજૂરી આપી દીધી છે. આવનારા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે, નાણાકીય વર્ષ 2021-2022થી નાણાકીય વર્ષ 2025-2026 સુધીમાં આ મૂડી ઉમેરો કરવામાં આવશે. મંજૂરી આપવામાં આવેલા મૂડી ઉમેરાની સાથે સાથે, ઇનિશિઅલ પબ્લિક ઓફર (IPO)ના માધ્યમથી ECGCની લિસ્ટિંગની પ્રક્રિયા સાથે યોગ્ય તાલમેલ બેસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાથી તેના કારણે નિકાસને વધારે સહકાર આપવા માટે ECGCની સ્વીકૃત ક્ષમતામાં વધારો થશે.નાણાકીય સેવા ક્ષેત્રમાં બજેટના અમલીકરણ અંગેના વૅબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 12:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાણાકીય સેવાઓ માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે યોજાયેલા વેબિનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ નાણાકીય સેવાઓ અંગે અંદાજપત્રમાં કરાયેલી જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે યોજાયેલા વેબિનારમાં સંબોધન કર્યું
February 26th, 12:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાણાકીય સેવાઓ માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે યોજાયેલા વેબિનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.