પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી
December 15th, 10:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન 13થી 15 ડિસેમ્બર, 2024 દરમિયાન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.પ્રયાગરાજમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
December 13th, 02:10 pm
હું પ્રયાગરાજમાં સંગમની આ પવિત્ર ભૂમિને શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું. મહા કુંભમાં ભાગ લેનાર તમામ સંતો અને ઋષિઓને પણ હું વંદન કરું છું. હું ખાસ કરીને કર્મચારીઓ, મજૂરો અને સફાઈ કામદારોને અભિનંદન આપું છું જેઓ મહા કુંભને સફળ બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. વિશ્વમાં આટલો મોટો પ્રસંગ, દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત અને સેવા કરવાની તૈયારીઓ, સતત 45 દિવસ સુધી ચાલતો મહાયજ્ઞ, એક નવા શહેરની સ્થાપનાનું ભવ્ય અભિયાન, પ્રયાગરાજની આ ધરતી પર એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. આવતા વર્ષે મહા કુંભનું આયોજન દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને નવા શિખરે સ્થાપિત કરશે. અને હું આ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહું છું, હું આ ખૂબ જ આદર સાથે કહું છું, જો મારે આ મહાકુંભનું એક વાક્યમાં વર્ણન કરવું હોય તો હું કહીશ કે આ એકતાનો આટલો મોટો યજ્ઞ હશે, જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે. આ પ્રસંગની ભવ્ય અને દિવ્ય સફળતા માટે હું તમને શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો
December 13th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સંગમની પાવન ભૂમિ પ્રયાગરાજની ભક્તિને નમન કર્યા હતા અને મહાકુંભમાં ભાગ લેનારા સંતો અને સાધુઓને આદરાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ પોતાની મહેનત અને સમર્પણથી મહાકુંભને ભવ્ય સફળતા અપાવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ મહાકુંભની ભવ્યતા અને વિસ્તાર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, આ મહાકુંભ દુનિયામાં સૌથી મોટો મેળો છે, જ્યાં 45 દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞ માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે એક સંપૂર્ણ નવું શહેર ઊભું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રયાગરાજની ભૂમિ પર એક નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી વર્ષે મહાકુંભનું આયોજન રાષ્ટ્રની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખને નવા શિખરો પર લઈ જશે અને તેમણે કહ્યું હતું કે, એકતાના આ પ્રકારના 'મહાયજ્ઞ'ની ચર્ચા સમગ્ર વિશ્વમાં થશે. તેમણે મહાકુંભના સફળ આયોજન માટે લોકોને શુભકામનાઓ પાઠવી હતી."કોંગ્રેસે ભારતની શિક્ષણ પ્રણાલીને બરબાદીમાં ધકેલી દીધી હતી, પીએમ મોદીએ તેને પુનર્જીવિત કરી" : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
December 10th, 05:30 pm
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાને છેલ્લા એક દાયકામાં ભારતના સાક્ષરતા દરમાં નોંધપાત્ર પ્રગતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. જે સ્ત્રી સાક્ષરતામાં વધારાને કારણે 2023-24માં ભારતનો ગ્રામીણ સાક્ષરતા દર નોંધપાત્ર રીતે વધીને 77.5% થયો છે,.પ્રધાનમંત્રીએ શ્રી એસએમ કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો
December 10th, 09:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી શ્રી એસએમ કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ કર્ણાટકમાં માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતા એક નોંધપાત્ર નેતા તરીકે તેમને બિરદાવ્યા હતા.અમારી સરકાર લોકો માટે ઉચ્ચ-ગુણવત્તાની માળખાકીય સુવિધા સુનિશ્ચિત કરવા અને વધુ સમૃદ્ધિ માટે કનેક્ટિવિટીની શક્તિનો લાભ લેવા માટે ઘણા પગલાં લઈ રહી છે: પ્રધાનમંત્રી
December 09th, 10:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સરકાર લોકો માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા અને વધુ સમૃદ્ધિ માટે કનેક્ટિવિટીની શક્તિનો લાભ લેવા ઘણા પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આગામી નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એનસીઆર અને ઉત્તર પ્રદેશ માટે કનેક્ટિવિટી અને 'ઇઝ ઓફ લિવિંગ'ને વેગ આપશે.Cabinet approves Rithala-Kundli corridor of Delhi Metro Phase-IV project
December 06th, 08:08 pm
The Union Cabinet, chaired by Prime Minister Narendra Modi, approved the Rithala - Narela -Nathupur (Kundli) corridor of Delhi Metro's Phase - IV project consisting of 26.463 kms which will further enhance connectivity between the national capital and neighbouring Haryana. The corridor is scheduled to be completed in 4 years from the date of its sanction.મંત્રીમંડળે દેશનાં આવરી ન લેવાયેલાં જિલ્લાઓમાં 28 નવા નવોદય વિદ્યાલયોની સ્થાપના કરવા માટે મંજૂરી આપી
December 06th, 08:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ નવોદય વિદ્યાલય યોજના (કેન્દ્રીય ક્ષેત્રની યોજના) હેઠળ દેશનાં આવરી ન લેવાયેલાં જિલ્લાઓમાં 28 નવોદય વિદ્યાલય (એનવી) સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આ 28 એનવીની સૂચિ જોડવામાં આવી છે.Cabinet approves opening of 85 new Kendriya Vidyalayas KVs under civil defence sector
December 06th, 08:01 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by Prime Minister Narendra Modi approved opening of 85 new Kendriya Vidyalayas under Civil/Defence sector across the country and expansion of one existing KV i.e. KV Shivamogga, District Shivamogga, Karnataka to facilitate increased number of Central Government employees by adding two additional Sections in all the classes under the Kendriya Vidyalaya Scheme (Central Sector Scheme).પર્યટન ક્ષેત્રમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છેઃ પ્રધાનમંત્રી
November 29th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છે, તેમણે વધુમાં કહ્યું કે, ભારત સરકાર પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી રહેશે કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે વધુને વધુ લોકો અતુલ્ય ભારતની અજાયબીઓનો અનુભવ કરી શકે.પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે
November 29th, 09:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 26th, 08:15 pm
ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સંજીવ ખન્નાજી, જસ્ટિસ બી. આર. ગવઈજી, જસ્ટિસ સૂર્યકાંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, એટર્ની જનરલ શ્રી વેંકટરમાની જી, બાર કાઉન્સિલના ચેરમેન મનનકુમાર મિશ્રાજી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કપિલ સિબ્બલજી, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ, પૂર્વ ચીફ જસ્ટીસ, અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓ, સન્નારીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો
November 26th, 08:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતમાં બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી સંજીવ ખન્ના, સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ ન્યાયમૂર્તિ શ્રી બી. આર. ગવાઈ અને ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત, કાયદા અને ન્યાય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, ભારતના એટર્ની જનરલ શ્રી અર્જુન રામ મેઘવાલ અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.કેબિનેટે સમગ્ર ભારતીય રેલ્વેમાં કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, તેલની આયાત ઘટાડવા અને CO2 ઉત્સર્જન ઘટાડવા ત્રણ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી
November 25th, 08:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 7,927 કરોડ (અંદાજે) છે.Maharashtra has witnessed the triumph of development, good governance, and genuine social justice: PM Modi
November 23rd, 10:58 pm
Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.PM Modi addresses passionate BJP Karyakartas at the Party Headquarters
November 23rd, 06:30 pm
Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.ન્યૂઝ 9 ગ્લોબલ સમિટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 22nd, 10:50 pm
મંત્રી વિન્ફ્રેડ, મંત્રીમંડળના મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આ શિખર સંમેલનમાં ઉપસ્થિત તમામ પ્રતિષ્ઠિત સન્નારીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ News9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું
November 22nd, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મનીના સ્ટુટગાર્ટમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ સમિટ ભારત-જર્મની ભાગીદારીમાં એક નવા અધ્યાયનો ઉમેરો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે ભારતનું એક મીડિયા જૂથ આજના માહિતી યુગમાં જર્મની અને જર્મન લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ભારતના લોકોને જર્મની અને જર્મનીના લોકોને સમજવા માટે એક મંચ પણ પ્રદાન કરશે.The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi
November 21st, 08:00 pm
Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.પ્રધાનમંત્રીએ ગુયાનાની સંસદને સંબોધિત કર્યું
November 21st, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. સંબોધન માટે માનનીય સ્પીકર શ્રી મંજૂર નાદિર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.