ગુજરાતમાં ઇન્ફિનિટી ફોરમ 2.0ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

December 09th, 11:09 am

આજે સમગ્ર દુનિયા ભારત પાસેથી અપેક્ષા રાખીને બેઠી છે. અને આ બધું એમ જ નથી થઇ ગયું. આ ભારતની મજબૂત બની રહેલી અર્થવ્યવસ્થા અને છેલ્લાં 10 વર્ષમાં હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓનું પ્રતિબિંબ છે. આ સુધારાઓએ દેશનો આર્થિક પાયો મજબૂત બનાવ્યો છે. મહામારી દરમિયાન, જ્યારે મોટાભાગના દેશો માત્ર આર્થિક અને નાણાકીય રાહત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, ત્યારે અમે લાંબા ગાળાની વૃદ્ધિ અને આર્થિક સામર્થ્યના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઇન્ફિનિટી ફોરમ 2.0માં સંબોધન કર્યું

December 09th, 10:40 am

પ્રધાનમંત્રીએ સંમેલનને સંબોધન કરતાં ડિસેમ્બર, 2021માં ઇન્ફિનિટી ફોરમની પ્રથમ એડિશનના આયોજન દરમિયાન મહામારીને કારણે વૈશ્વિક આર્થિક સ્થિતિની અનિશ્ચિતતાનો સામનો કરતી દુનિયાને યાદ કરી હતી. હજુ પણ આ ચિંતાજનક સ્થિતિનું સંપૂર્ણપણે સમાધાન થયું નથી એ બાબત પર ભાર મૂકીને અને ભૂરાજકીય તણાવો, ઊંચી મોંઘવારી અને ઋણનું ઊંચું સ્તરના પડકારનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ મજબૂતી અને પ્રગતિના પ્રતીક તરીકે ભારતના વિકાસ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારનાં સ્થિતિસંજોગોમાં ગિફ્ટ સિટીમાં આ પ્રકારની બેઠકનું આયોજન ગુજરાત માટે ગર્વની વાત છે અને તેના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જાય છે. પ્રધાનમંત્રીએ યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક સાંસ્કૃતિક વારસા અંતર્ગત ‘ગરબા’ને સામેલ કરવા પર ગુજરાતના લોકોને અભિનંદન આપવાની તક પણ ઝડપી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુજરાતની સફળતા રાષ્ટ્રની સફળતા છે.”

પ્રધાનમંત્રી શ્રી 9મી ડિસેમ્બરે ઈન્ફિનિટી ફોરમ 2.0ને સંબોધિત કરશે

December 07th, 03:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે ફિનટેક પરના વૈશ્વિક વિચાર નેતૃત્વ પ્લેટફોર્મ ઈન્ફિનિટી ફોરમની બીજી આવૃત્તિને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.