ચોથા BIMSTEC શિખર સંમેલનનું જાહેરનામુ, કાઠમંડુ, નેપાળ (30-31 ઓગસ્ટ, 2018)
August 31st, 12:40 pm
અમે, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી, ભૂટાનના મુખ્ય સલાહકાર, ભારતનાં પ્રધાનમંત્રી, મ્યાનમારનાં રાષ્ટ્રપતિ, નેપાળનાં પ્રધાનમંત્રી, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ તથા થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી 30-31 ઓગસ્ટ, 2018નાં રોજ ચોથા BIMSTEC શિખર સંમેલન માટે મળ્યાં હતાં અને અમે 1997નાં બેંગકોકનાં જાહેરનામામાં વ્યક્ત કરેલા BIMSTECનાં સિદ્ધાંતો અને ઉદ્દેશો પ્રત્યે અમારી દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.નેપાળના કાઠમંડુમાં BIMSTEC શિખર સંમેલનના ઉદઘાટન સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 30th, 05:28 pm
BIMSTEC સભ્ય દેશોમાંથી આવેલા મારા સાથી નેતાઓ, સૌથી પહેલા તો હું આ ચોથા BIMSTEC શિખર સંમેલનની યજમાની અને સફળ આયોજન કરવા બદલ નેપાળ સરકારનો અને પ્રધાનમંત્રી ઓલીજીનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરવા માગું છું. જો કે મારા માટે આ પ્રથમ BIMSTEC શિખર સંમેલન છે પરંતુ 2016માં મને ગોવામાં બ્રિકસ શિખર સંમેલનની સાથે BIMSTEC રિટ્રીટનું યજમાન પદ કરવાનો અવસર મળ્યો હતો. ગોવામાં અમે જે કાર્યસૂચિ નક્કી કરી હતી તે અનુસાર અમારી ટીમે પ્રશંસનીય અનુવર્તી કામગીરી કરી છે.પ્રધાનમંત્રી નેધરલેંડના મહારાણીમહામહિમ મેક્સિમાને મળ્યા
May 28th, 06:57 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેંડના મહારાણી મહામહિમ મેક્સિમા સાથે મુલાકાત કરી હતી.નેપાળના કાઠમંડૂમાં રાષ્ટ્રીય સભા ગૃહ ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
May 12th, 04:39 pm
શાકયજી તમે અને તમારા સાથીઓએ કાઠમંડૂની મહાનગર પાલિકાએ મારા માટે આ સ્વાગત સમારોહનું આયોજન કર્યું છે. હું તેના માટે હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું. આ માત્ર મારું નહી પરંતુ સંપૂર્ણ ભારતનું સન્માન છે. માત્ર હું જ નહીં સવા સો કરોડ ભારતીયો પણ કૃતજ્ઞ છે. કાઠમંડૂથી અને નેપાળથી દરેક ભારતીયનો એક પોતાપણાનો સંબંધ છે અને આ સૌભાગ્ય મને પણ મળ્યું છે.