પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે
February 04th, 12:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી સપ્તાહ 2023નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, લગભગ 3:30 કલાકે, તેઓ તુમાકુરુ ખાતે નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે અને વિકાસલક્ષી વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશનું સંયુક્ત નિવેદન
September 07th, 03:04 pm
પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ સરકારના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીનાએ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 05 થી 08 સપ્ટેમ્બર 2022 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મહામહિમ પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ તેમની સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી શેખ હસીનાના કાર્યક્રમમાં 1971માં બાંગ્લાદેશની મુક્તિ માટે થયેલા યુદ્ધ દરમિયાન શહીદ થયેલા અને ગંભીર રીતે ઇજા પામેલા ભારતીય સશસ્ત્ર દળોના 200 વંશજો માટે બંગબંધુ શેખ મુજીબુર રહેમાન વિદ્યાર્થી શિષ્યવૃત્તિનો પણ સમાવેશ થાય છે. તેમણે એક વ્યાવસાયિક કાર્યક્રમમાં પણ સંબોધન આપ્યું હતું, આ કાર્યક્રમનું આયોજન 7 સપ્ટેમ્બર 2022 ના રોજ ભારતીય અને બાંગ્લાદેશના વેપારી સમુદાયો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.PM 10મી ઓગસ્ટે પાણીપતમાં 2G ઇથેનોલ પ્લાન્ટ સમર્પિત કરશે
August 08th, 05:58 pm
વિશ્વ જૈવ ઇંધણ દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી ઓગસ્ટ, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હરિયાણાના પાણીપતમાં 2જી પેઢી (2જી) ઇથેનોલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઑઇલ અને ગેસ ક્ષેત્રના સીઈઓ અને નિષ્ણાતો સાથે સંવાદ કર્યો
October 20th, 09:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વૈશ્વિક ઑઇલ અને ગેસ ક્ષેત્રના સીઈઓઝ અને નિષ્ણાતો સાથે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ સાધ્યો હતો.તમિલનાડુમાં ખનીજ તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 17th, 04:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમિલનાડુમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રોમાં વિવિધ મોટા પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતા અને ભૂમિપૂજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રામનાથપુરમ – થૂથુકુડી કુદરતી ગેસની પાઇપલાઇન અને મનાલીમાં ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (સીપીસીએલ)માં ગેસોલિન ડિસલ્ફરાઇઝેશન યુનિટ દેશને અર્પણ કર્યા હતા. તેમણે નાગાપટ્ટિનમમાં કાવેરી બેઝિન રિફાઇનરીનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તથા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં કેટલાંક મોટા પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા અને શિલાન્યાસ કર્યો
February 17th, 04:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમિલનાડુમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રોમાં વિવિધ મોટા પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતા અને ભૂમિપૂજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રામનાથપુરમ – થૂથુકુડી કુદરતી ગેસની પાઇપલાઇન અને મનાલીમાં ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (સીપીસીએલ)માં ગેસોલિન ડિસલ્ફરાઇઝેશન યુનિટ દેશને અર્પણ કર્યા હતા. તેમણે નાગાપટ્ટિનમમાં કાવેરી બેઝિન રિફાઇનરીનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તથા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે જોડાયેલી મહત્વની ત્રણ યોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધનનનો મૂળપાઠ
September 13th, 12:01 pm
કાર્યક્રમની શરૂઆતમાં મારે એક દુઃખદ સમાચાર આપને આપવાના છે. બિહારના દિગ્ગજ નેતા શ્રીમાન રઘુવંશ પ્રસાદ સિંહ, તે હવે આપણી વચ્ચે રહ્યા નથી. હું તેમને નમન કરૂ છું. રઘુવંશ બાબુના જવાથી બિહાર અને દેશની રાજનીતિમાં શૂન્યાવકાશ પેદા થયો છે. જમીન સાથે જોડાયેલુ તેમનું વ્યક્તિત્વ, ગરીબીને સમજનારૂં વ્યક્તિત્વ, સમગ્ર જીવન બિહારના સંઘર્ષમાં વિતાવ્યું. જે વિચારધારામાં તેઓ ઉછર્યા અને આગળ વધ્યા તે જ વિચારધારાને જીવનભર જીવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.પ્રધાનમંત્રીએ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી
September 13th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં પારાદીપ- હલ્દીયા- દુર્ગાપુર પાઇપલાઇન વૃદ્ધિ પરિયોજનાનું દુર્ગાપુર –બાંકા સેક્શન અને બે LPG બોટલિંગ પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય અંતર્ગત જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ અને HPCL દ્વારા આ પરિયોજનાઓ તૈયાર કરવામાં આવી છે.પ્રધાનમંત્રી 13 સપ્ટેમ્બરના રોજ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે સંકળાયેલી ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે
September 11th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરના રોજ બિહારમાં પેટ્રોલિમય ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને અર્પણ કરશે. આ પરિયોજનાઓમાં પારાદીપ- હલ્દીઆ- દુર્ગાપુર પાઇપલાઇન વૃદ્ધિ પરિયોજનાનું દુર્ગાપુર–બાંકા સેક્શન અને બે LPG બોટલિંગ પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના નેજા હેઠળની જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ અને HPCL દ્વારા આ પરિયોજનાઓ તૈયાર કરવામાં આવી છે.આસામના ગુવાહાટી ખાતે એડવાન્ટેજ આસામ – ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશો
February 03rd, 02:10 pm
આ સમિટમાં આપ સૌની હાજરી એ દર્શાવી રહી છે કે આસામ કઈ રીતે પ્રગતિપથ પર આગળ વધી રહ્યું છે. ખાસ કરીને મુખ્ય અતિથીના રૂપમાં પ્રધાનમંત્રી ટોબગેની હાજરી ભારત અને ભૂટાનની અતુટ મૈત્રીની સાબિતી આપી રહી છે.પ્રધાનમંત્રીએ એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું
February 03rd, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગૌહાટીમાં એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટનસત્રને સંબોધન કર્યું હતું.ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલ એમઓયુ/સંધિઓની યાદી (જાન્યુઆરી 15, 2018)
January 15th, 02:24 pm
India and Israel inked nine key agreements in several sectors that would further strengthen the existing pillars of cooperation between both the countries as well as open up new avenues for partnership.મુંબઈ ખાતે સબમરીન આઈએનએસ કલવરીના નૌકાદળમાં સમાવેશ સમરોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
December 14th, 09:12 am
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન વિદ્યા સાગર રાવજી, રક્ષા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, રક્ષા રાજ્યમંત્રી ડૉ. સુભાષ ભામરેજી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રીમાન અજીત દોવાલજી, ફ્રાંસના રાજદૂત એલેકઝાન્ડર જીગરલ તથા અન્ય ફ્રાન્સીસી અતિથીગણ, નૌસેનાના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાજી, કમાન્ડીંગ ઇન ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ વાઈસ એડમિરલ ગીરીશ લુથરાજી, વાઈસ એડમિરલ ડી એમ દેશપાંડેજી, સીએમડી, એમડીએલ, શ્રીમાન રાકેશ આનંદ, કેપ્ટન એસ ડી મેહંદલે, નૌસેનાના અન્ય અધિકારીઓ તથા સૈનિકગણ, એમડીએલ (મઝગાંવ ડૉક શીપબિલ્ડર્સ લીમીટેડ)ના અધિકારી તથા કર્મચારીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય ગણમાન્ય મહાનુભવો,પ્રધાનમંત્રીએ આઇએનએસ કલવરી દેશને અર્પણ કરી
December 14th, 09:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં એક કાર્યક્રમમાં દેશને નૌકાદળની સબમરિન આઇએનએસ કલવરી અર્પણ કરી હતી.Paradip refinery is the Vikas Deep for Odisha and the youth of Odisha: PM Modi
February 07th, 02:22 pm
PM dedicates Paradip Refinery to the nation
February 07th, 02:20 pm
Text of PM’s address at inauguration ceremony of “Urja Sangam-2015”
March 27th, 06:18 pm
Text of PM’s address at inauguration ceremony of “Urja Sangam-2015”PM at Urja Sangam 2015
March 27th, 12:45 pm
PM at Urja Sangam 2015