ભારત અને માલ્દિવ્સઃ વિસ્તૃત આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીનું વિઝન

October 07th, 02:39 pm

ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝુ 7 ઓક્ટોબર, 2024નાં રોજ મળ્યાં હતાં અને દ્વિપક્ષીય સંબંધોનાં સંપૂર્ણ ક્ષેત્રની વિસ્તૃત સમીક્ષા કરી હતી, ત્યારે બંને દેશોએ તેમનાં ઐતિહાસિક ગાઢ અને વિશેષ સંબંધોને ગાઢ બનાવવામાં થયેલી પ્રગતિની નોંધ લીધી હતી, જેણે બંને દેશોનાં લોકોનાં ઉત્થાનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે.

મોરેશિયસના પ્રધાનમંત્રી, મહામહિમ, પ્રવિંદ જુગનાથ સાથે અગાલેગા ટાપુઓ ખાતે એરસ્ટ્રીપ અને જેટીના સંયુક્ત ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ

February 29th, 01:15 pm

છેલ્લા 6 મહિનામાં પ્રધાનમંત્રી જગન્નાથ અને મારી વચ્ચે આ પાંચમી મુલાકાત છે. આ ભારત અને મોરેશિયસ વચ્ચેની ગતિશીલ, મજબૂત અને અનન્ય ભાગીદારીનો પુરાવો છે. મોરેશિયસ અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસીનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમારા વિઝન “SAGAR” હેઠળ મોરેશિયસ અમારું ખાસ ભાગીદાર છે. ગ્લોબલ સાઉથના સભ્યો તરીકે, અમારી પાસે સમાન પ્રાથમિકતાઓ છે. છેલ્લા 10 વર્ષમાં અમારા સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ આવી છે. અમે પરસ્પર સહયોગમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને નવો આકાર આપવામાં આવ્યો છે. આપણા લોકો ભાષા અને સંસ્કૃતિના સુવર્ણ દોરથી જોડાયેલા છે. થોડા દિવસો પહેલા, અમે યુપીઆઈ અને રૂપે કાર્ડ જેવી પહેલ દ્વારા આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરી છે.

પ્રધાનમંત્રી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર નવી એરસ્ટ્રીપ અને એક જેટ્ટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું

February 29th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિન્દ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર છ સામુદાયિક વિકાસલક્ષી પરિયોજનાઓની સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન ભારત અને મોરેશિયસ વચ્ચે મજબૂત અને દાયકાઓ જૂની વિકાસલક્ષી ભાગીદારીનો પુરાવો છે તથા તે મોરેશિયસ અને અગાલેગાની મુખ્ય ભૂમિ વચ્ચે શ્રેષ્ઠ કનેક્ટિવિટીની માગ પૂર્ણ કરશે, દરિયાઇ સુરક્ષાને મજબૂત કરશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન મહત્વપૂર્ણ છે કારણ કે તે 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બંને નેતાઓ દ્વારા મોરેશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાઓની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે.

માલદીવ્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-માલદીવ્સનું સંયુક્ત નિવેદન

August 02nd, 10:18 pm

પ્રજાસત્તાક માલદીવ્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ ફામ મિન્હ ચિન્હ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો

July 10th, 01:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ ફામ મિન્હ ચિન્હને વિયેતનામના પ્રધાનમંત્રી તરીકે તેમણે હોદ્દો સંભાળવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિયેતનામ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ચાલુ જ રહેશે અને બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે.