પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 16th, 12:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુપ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

મન કી બાત: ‘મારો પહેલો વોટ – દેશ કે લિયે’...પીએમ મોદીએ પહેલીવાર મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી.

February 25th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ના 11૦મા એપિસૉડમાં આપનું સ્વાગત છે. હંમેશાંની જેમ, આ વખતે પણ તમારાં બહુ બધાં સૂચનો, ઇનપૂટ્સ અને કૉમેન્ટ્સ મળ્યાં છે. અને હંમેશાંની જેમ આ વખતે પણ એ પડકાર છે કે કયા-કયા વિષયોને સમાવવામાં આવે. મને સકારાત્મકતાથી ભરેલાં એકથી એક ચડિયાતાં ઇનપૂટ્સ મળ્યાં છે. તેમાં ઘણા બધા એવા દેશવાસીઓનો ઉલ્લેખ છે, જે બીજા માટે આશાનું કિરણ બનીને તેમના જીવનમાં શ્રેષ્ઠતા 8 લાવવામાં લાગેલા છે.

પ્રધાનમંત્રીએ ભારત-ઓમાનના સંયુક્ત સંગીતના પ્રદર્શનની પ્રશંસા કરી

January 30th, 10:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓમાનમાં ભારતીય દૂતાવાસ ખાતે એમ્બેસી રિસેપ્શનમાં રજૂ કરાયેલા ગણતંત્ર દિવસના સંયુક્ત ભારત-ઓમાન સંગીતના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉસ્તાદ રાશિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો

January 09th, 10:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયાના સુપ્રસિદ્ધ કલાકાર ઉસ્તાદ રાશિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં તુલસીપીઠ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

October 27th, 03:55 pm

હું ચિત્રકૂટની પાવન ભૂમિને ફરી એકવાર વંદન કરું છું. આ મારું સૌભાગ્ય છે કે, આજે મને આખો દિવસ અલગ અલગ મંદિરોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને સંતોના આશીર્વાદ પણ મેળવી શક્યો છું. ખાસ કરીને જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી તરફથી મને જે પ્રેમ મળે છે તે મને અભિભૂત કરી નાખે છે. તમામ શ્રદ્ધેય સંતો, મને ખુશી છે કે આજે આ પવિત્ર સ્થાન પર જગદ્ગુરુજીના પુસ્તકોનું વિમોચન કરવાની મને તક મળી છે. અષ્ટાધ્યાયી ભાષ્ય, રામાનંદાચાર્ય ચરિતમ અને ભગવાન કૃષ્ણની રાષ્ટ્રલીલા, આ બધા જ ગ્રંથો ભારતની મહાન જ્ઞાન પરંપરાને વધુ સમૃદ્ધ બનાવશે. હું આ પુસ્તકોને જગદ્ગુરુજીના આશીર્વાદનું અન્ય એક સ્વરૂપ માનું છું. આ પુસ્તકોના વિમોચન બદલ આપ સૌને હું અભિનંદન પાઠવું છું.

PM addresses programme at Tulsi Peeth in Chitrakoot, Madhya Pradesh

October 27th, 03:53 pm

PM Modi visited Tulsi Peeth in Chitrakoot and performed pooja and darshan at Kanch Mandir. Addressing the gathering, the Prime Minister expressed gratitude for performing puja and darshan of Shri Ram in multiple shrines and being blessed by saints, especially Jagadguru Rambhadracharya. He also mentioned releasing the three books namely ‘Ashtadhyayi Bhashya’, ‘Rambhadracharya Charitam’ and ‘Bhagwan Shri Krishna ki Rashtraleela’ and said that it will further strengthen the knowledge traditions of India. “I consider these books as a form of Jagadguru’s blessings”, he emphasized.

કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023 અને વારાણસીમાં અટલ આવાસ વિદ્યાલયના સમર્પણના સમાપન સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ.

September 23rd, 08:22 pm

બાબાના આશીર્વાદથી કાશીનું માન દરરોજ નવી ઉંચાઈએ પહોંચી રહ્યું છે. G-20 સમિટ દ્વારા ભારતે સમગ્ર વિશ્વમાં પોતાનો ઝંડો ઊંચક્યો છે, પરંતુ તેમાં કાશીની ચર્ચા વિશેષ છે. કાશીની સેવા, કાશીનો સ્વાદ, કાશીની સંસ્કૃતિ અને કાશીનું સંગીત... G-20 માટે કાશીમાં આવેલા દરેક મહેમાન તેને પોતાની યાદોમાં પોતાની સાથે લઈ ગયા છે. હું માનું છું કે G-20ની આ અદ્ભુત સફળતા મહાદેવના આશીર્વાદથી જ શક્ય બની છે.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023નાં સમાપન સમારંભને સંબોધન કર્યું

September 23rd, 04:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રુદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને કન્વેન્શન સેન્ટરમાં કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સમગ્ર ઉત્તરપ્રદેશમાં આશરે રૂ. 1115 કરોડનાં ખર્ચે નિર્મિત 16 અટલ આવાસીય વિદ્યાલયોનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ કાશી સંસદ ખેલ પ્રતિયોગિતાના રજિસ્ટ્રેશન માટે પોર્ટલ પણ લોંચ કર્યું હતું. તેમણે કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવના વિજેતાઓને ઇનામો પણ એનાયત કર્યા હતા. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ અગાઉ અટલ અવસિયા વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ગાયક મુકેશને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

July 22nd, 07:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક મુકેશ દ્વારા બનાવવામાં આવેલ ભારતીય સંગીત પર અમીટ છાપને યાદ કરી છે. આજે મેલોડીના ઉસ્તાદની 100મી જન્મજયંતિ છે.

પ્રધાનમંત્રીએ જાણીતા સંતૂરવાદક ઉસ્તાદ પંડિત શિવકુમાર શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો

May 10th, 01:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સંતૂરવાદક ઉસ્તાદ પંડિત શિવકુમાર શર્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

ગ્રેમી વિજેતા રિકી કેજે પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

April 14th, 08:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રેમી વિજેતા ભારતીય સંગીતકાર, રિકી કેજ સાથેની તેમની મુલાકાત અંગેની તેમની ખુશી શેર કરી છે. તેમને ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવતા વડાપ્રધાને કહ્યું હતું કે સંગીત પ્રત્યે તમારો જુસ્સો અને ઉત્સાહ સતત વધુ મજબૂત થતો જાય છે.

પ્રધાનમંત્રીએ ભારતીય સંગીતકાર રિકી કેજને આલબમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે ગ્રેમી એવોર્ડ મળવા અંગે અભિનંદ આપ્યા

April 04th, 06:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સંગીતકાર રિકી કેજને તેમના આલબમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે ગ્રેમી એવોર્ડ મળવા અંગે અભિનંદન આપ્યા છે.

પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંદેશનો મૂળપાઠ

January 28th, 04:45 pm

આ વિશેષ આયોજનમાં ઉપસ્થિત દુર્ગા જસરાજજી, સારંગદેવ પંડિતજી, પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના સહસ્થાપક નીરજ જેટલીજી, દેશ અને દુનિયાના સંગીતના તમામ જાણકારો, કલાકાર સમુદાય, દેવીઓ અને સજ્જનો.

પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીનું સંબોધન

January 28th, 04:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયકની જયંતિના અવસર પર પંડિત જસરાજને ભરપૂર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ પંડિત જસરાજ દ્વારા સંગીતની અમર ઊર્જાના અવતાર વિશે વાત કરી હતી અને ઉસ્તાદના ભવ્ય વારસાને જીવંત રાખવા માટે દુર્ગા જસરાજ અને પંડિત શારંગ દેવની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના લોકાર્પણ પ્રસંગે બોલી રહ્યા હતા.

મધ્ય એશિયન દેશોના વિદેશ મંત્રીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

December 20th, 04:32 pm

કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીઓએ 20 ડિસેમ્બર, 2021ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મધ્ય એશિયન દેશોના વિદેશમંત્રીઓ ભારત-મધ્ય એશિયા સંવાદની ત્રીજી બેઠકમાં સામેલ થવા માટે નવી દિલ્હીની મુલાકાતે આવ્યા છે.

100 કરોડ રસી ડોઝ પછી, ભારત નવા ઉત્સાહ અને ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 24th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, તમને સહુને નમસ્કાર. કોટિ-કોટિ નમસ્કાર. અને હું કોટિ-કોટિ નમસ્કાર એટલા માટે પણ કહી રહ્યો છું કે સો કરોડ રસીના ડૉઝ પછી આજે દેશ નવા ઉત્સાહ, નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણા રસીકરણના કાર્યક્રમની સફળતા, ભારતના સામર્થ્યને દર્શાવે છે. સહુના પ્રયાસના મંત્રની શક્તિને દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ લતા મંગેશકરજીનો તેમણે પાઠવેલી જન્માષ્ટમીની શુભકામનાઓ બદલ આભાર માન્યો

August 30th, 09:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના અવસરે શુભકામનાઓ પાઠવવા બદલ લતા મંગેશકરજીનો આભાર માન્યો હતો. દંતકથારૂપ ગાયિકાએ પ્રધાનમંત્રીને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે ટ્વીટર પર પ્રધાનમંત્રીને શુભેચ્છા આપવાની સાથે તેમના ગુજરાતી ભજનમાંનું એક ભજન એટેચ કર્યુ હતું.

પ્રધાનમંત્રીના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથેના “પરીક્ષા પે ચર્ચા 2021” સંવાદનો મૂળપાઠ

April 07th, 07:01 pm

નમસ્તે, નમસ્તે દોસ્તો, કેમ છો તમે બધા ? આશા છે પરીક્ષાની તૈયારી સારી રીતે ચાલી રહી હશે ? આ પરીક્ષા પે ચર્ચાની પ્રથમ વર્ચ્યુઅલ એડિશન છે. તમે જાણો છો, આપણે છેલ્લા એક વર્ષથી કોરોના વચ્ચે જીવી રહ્યા છીએ, અને તેને કારણે દરેકે નવું નવું ઈનોવેશન કરવું પડી રહ્યું છે. મારે પણ તમને સહુને મળવાનો મોહ આ વખતે છોડવો પડી રહ્યો છે, અને મારે પણ એક નવા ફોર્મેટમાં તમારા સહુની વચ્ચે આવવું પડી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ “પરીક્ષા પે ચર્ચા 2021”ના વર્ચ્યુઅલ સંસ્કરણમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે સંવાદ કર્યો

April 07th, 07:00 pm

પરીક્ષાના વોરિયર્સ, માતાપિતા અને શિક્ષકો સાથે વાતચીત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'પરીક્ષા પે ચર્ચા' દરમિયાન પરીક્ષાના તણાવ અને અસ્વસ્થતાને કેવી રીતે દૂર કરી શકાય તેના મંત્રો શેયર કર્યા. પીએમ મોદીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા કે તેઓ કેવી રીતે પરીક્ષાના તણાવને હરાવી શકે છે. આ સાથે વડા પ્રધાને આગામી બોર્ડની પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કેવી રીતે કરવું તે અંગેના ટીપ્સ પણ શેર કરી.

પ્રધાનમંત્રીએ પંડિત ભીમસેન જોશીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી

February 04th, 05:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત ભીમસેન જોશીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.