સોશિયલ મીડિયા કોર્નર 13 એપ્રિલ 2017

April 13th, 08:06 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

મુંબઈમાં આઈએમસી મહિલા પાંખની 50મા વર્ષની ઉજવણી પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

April 13th, 05:56 pm

હું ભારતીય વ્યાપારી સંસ્થાનની મહિલા પાંખના 50 વર્ષ પુરા થવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું. કોઈપણ સંસ્થા માટે 50 વર્ષનો પડાવ ખુબ મહત્વપૂર્ણ હોય છે અને આ એવો સમયગાળો હોય છે કે વ્યક્તિ હોય કે સંસ્થા હોય, તે સોનાની જેમ તપ કરીને નીકળતો હોય છે, ચમકવા લાગે છે; અને કદાચ એટલા જ માટે 50 વર્ષ પૂર્ણ થવાને સુવર્ણ જયંતી પણ કહે છે. તમે જે સંસ્થાનો હિસ્સો છો તેનો ખુબ જ ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. સ્વદેશી આંદોલનની પૃષ્ઠભૂમિમાં તેની સ્થાપના થઇ છે. તમે પણ પાછલા 50 વર્ષ મહિલાઓ માટે કામ કરતા કરતા કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે; અને તેના માટે તમારી સંસ્થા પ્રશંસાને પાત્ર છે. અને પાછલા 50 વર્ષમાં જે જે લોકોએ આનું નેતૃત્વ કર્યું છે, આને આગળ વધારી છે, તે સૌ અભિનંદનના અધિકારી છે.