મૈસુરુમાં પ્રોજેક્ટ ટાઇગરનાં 50 વર્ષના સ્મૃતિ કાર્યક્રમનાં ઉદ્ઘાટન સત્ર પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 09th, 01:00 pm
સૌ પ્રથમ, હું તમારા બધાની માફી માગવા માગું છું કે હું સવારે 6 વાગ્યે નીકળ્યો હતો, મેં વિચાર્યું હતું કે હું સમયસર જંગલોનું ભ્રમણ કરીને પાછો આવી જઈશ, પરંતુ હું 1 કલાક મોડો હતો. આપ સૌએ રાહ જોવી પડી એ માટે હું આપ સૌની ક્ષમા માગું છું. મારી વાત, પહેલા તો આપણે જે વાઘની સંખ્યાના આંકડાને સ્પર્શ કર્યો છે, આપણે જે જોયું છે, આપણા આ પરિવારનો વિસ્તાર થઈ રહ્યો છે, તે એક ગર્વની ક્ષણ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાઘનાં સન્માનમાં તમારા સ્થાને ઊભા થઈને આપણે વાઘને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. આભાર!પ્રધાનમંત્રીએ કર્ણાટકના મૈસુરમાં ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
April 09th, 12:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA)નો પણ પ્રારંભ કર્યો હતો. તેમણે ‘અમૃતકાળ વિઝન ફોર ટાઇગર કન્ઝર્વેશન’ પ્રકાશનોનું પણ વિમોચન કર્યું હતું જે વાઘના વન આરક્ષિત વિસ્તારોના સંચાલનની અસરકારકતાના મૂલ્યાંકનના 5મા રાઉન્ડનો સારાંશ અહેવાલ છે, તેમજ વાઘની સંખ્યા જાહેર કરી હતી અને ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન (5મો રાઉન્ડ)નો સારાંશ અહેવાલ પણ બહાર પાડ્યો. તેમણે પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગને અંકિત કરવા માટે એક સ્મૃતિ સિક્કો પણ બહાર પાડ્યો હતો.દેશના ભારતીય વન સેવાના સનદી અધિકારી પ્રોબેશનરોએ લીધી મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાત
April 10th, 09:20 pm
દેશના ભારતીય વન સેવાના સનદી અધિકારી પ્રોબેશનરોએ લીધી મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાતભારતીય વન સેવાના ૩૮ પ્રોબેશનર અધિકારીઓ ગુજરાતના અભ્યાસ પ્રવાસે મુખ્યમંત્રીશ્રી સાથે સૌજન્ય મુલાકાત યોજી
March 28th, 04:30 pm
ભારતીય વન સેવાના ૩૮ પ્રોબેશનર અધિકારીઓ ગુજરાતના અભ્યાસ પ્રવાસે મુખ્યમંત્રીશ્રી સાથે સૌજન્ય મુલાકાત યોજી